તમને ખબર છે કે છોકરીઓના જીન્સમાં ચેઇન શા માટે હોય છે? કારણ જાણીને મગજ હલી જશે

0
7035

છોકરીઓના જીન્સમાં પણ હોય છે ચેઇન, પણ શું તમને તેનું કારણ ખબર છે? કારણ જાણીને મગજ હલી જશે.

આજકાલ ફેશનની યુગ છે. થોડા થોડા સમયે નવી નવી ફેશન આવ્યા કરે છે. અને સેલીબ્રીટીઓને જોઇને આજના જમાનામાં દરેક વ્યક્તિ ફેશનમાં રહેવા માંગે છે. અને સ્ટાઈલમાં રહેવું આજના યુવાનો માટે ખુબ જ મહત્વની વસ્તુ બની ગઈ છે. જો કે તો તેમાં કોઈ ખરાબી નથી. પણ તમારી સ્ટાઈલ અને ફેશનમાં કપડા સૌથી મહત્વનો ભાગ ભજવે છે.

જો ફેશન માટે છોકરાઓની વાત કરીએ તો તેમની પાસે કપડામાં વધારે વેરાઈટી નથી હોતી. તેમની પસંદ માત્ર શર્ટ, જીન્સ, ટી શર્ટ જેવી સામાન્ય વસ્તુઓ સુધી સીમિત રહી જાય છે. પણ છોકરીઓ માટે કપડાની ફેશનમાં જાત જાતના વિકલ્પ રહેલા હોય છે. માન્યું કે છોકરીઓ માટે કપડામાં ઘણા પ્રકારની વેરાઈટી હોય છે. સલવાર શૂટ, લેંઘો, સ્કર્ટ, સાડી અને ન જાણે શું શું. અને છોકરીઓ માટે રસપ્રદ વાત એ છે કે તે છોકરાઓની ફેશન વાળી વસ્તુઓ જેવી કે જીન્સ, શર્ટ, ટી શર્ટ પણ પહેરી શકે છે.

પહેલાનો સમય અલગ હતો જયારે છોકરીઓને જીન્સ વગેરે પહેરવાની છૂટ ન હતી, પણ આજના મોડર્ન જમાનામાં તો દરેક છોકરીના કબાટમાં તમને ઓછામાં ઓછુ એક જીન્સ તો મળી જ જશે. છોકરાઓની જેમ છોકરીઓ માટે પણ ખાસ અલગ જીન્સ બનાવવામાં આવે છે.

અને જીન્સ આજના જમાનામાં ખુબ જ સામાન્ય વસ્તુ થઇ ગઈ છે. છોકરાઓ, યુવાન લોકો અને ત્યાં સુધી કે ઘરડા પણ જીન્સ પહેરવાનું પસંદ કરે છે. જાણે કે જીન્સ પહેરવું એક સ્ટેટસ બની ગયું છે. જો તમે મોડર્ન જમાનાની રેસમાં રહેવા માંગતા હોય તો તમારી પાસે જીન્સ જરૂર હોવું જોઈએ.

હવે વાત જીન્સની આવે તો તેમાં પણ તમને ઘણી નવી નવી વેરાઈટી જોવા મળશે. જીન્સનો ઈતિહાસ પણ ખુબ જુનો છે. બાબા આદમના જમાનાથી લોકો તેને તેને પહેરતા આવી રહ્યા છે. એવામાં ત્યારથી લઈને અત્યાર સુધી તેમાં ઘણા ફેરફાર પણ થયા. છોકરાઓની જીન્સની વાત કરીએ તો તે બધામાં એક વસ્તુ બધામાં સમાન હોય છે અને તે છે આગળની તરફ ખુલતી ચેઇન.

હવે છોકરાઓના જીન્સ અથવા ફોર્મલ પેન્ટમાં ચેઇન હોવી ઘણી જરૂરી છે. તેની મદદથી તમે ખુબ જ સરળતાથી અને જલ્દી મુત્ર વીસર્જન કરી શકો છો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ કે છોકરીઓની જીન્સમાં ચેઇન કેમ હોય છે?

હવે છોકરીઓના પેન્ટની વાત કરીએ તો તેમાં મોટે ભાગે બટન હોય છે. પરંતુ જયારે વાત જીન્સની આવે તો તેમાં ચેઇન જરૂર આપવામાં આવે છે. હવે એવામાં છોકરાઓના મગજમાં તે સવાલ જરૂર થતો હશે કે છોકરીઓના જીન્સમાં ચેઇન રાખવાની એવી શું જરૂરિયાત આવી પડી. તો ચાલો તમારી આ મુંઝવણ પણ દુર કરી દઈએ.

આ કારણે હોય છે છોકરીઓની જીન્સમાં ચેઇન :

જાણકારી માટે જણાવી દઈએ કે છોકરીઓની જીન્સમાં સામેની તરફ ચેઇન હોવાનું એક ખાસ કારણ હોય છે. મિત્રો જે પણ જીન્સ ઓરીજીનલ ડેનીમ માંથી બને છે, તે ઘણું ઓછુ લચીલું હોય છે. અને તમે બધા તો તે જાણો જ છો કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની કમર વધારે ફેલાય છે. એવામાં જયારે પણ તે આ જીન્સને પહેરે છે તો સામે ચેઇન હોવાના કારણે તે તેને સરળતાથી કમર પર ચડાવી શકે છે.

જો જીન્સમાં ચેઇન નહી હોય તો છોકરીઓને તેને પહેરવામાં ઘણી તકલીફ પડશે અને સમય પણ વધુ લાગશે. એટલા માટે છોકરીઓના જીન્સમાં પણ ચેઇન હોય છે. તો મિત્રો હવે તમે સારી રીતે જાણી ગયા છો કે છોકરીઓની જીન્સમાં ચેઇન કેમ હોય છે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો તેને બીજા સાથે પણ શેયર જરૂર કરો.