અનોખી ખગોળીય ઘટના ગુજરાતના આ તાલુકાના લોકોનો પડછાયો પણ છોડી દેશે સાથ

0
1056

આપણે તો બાળપણથી એજ સાંભળતા આવ્યા છીએ કે પ્રકાશમાં આપણો પડછાયો ક્યારેય સાથ છોડતો નથી. પણ જણાવી દઈએ કે, આ વર્ષમાં જૂન મહિનામાં એવી ખગોળીય ઘટના થવાની છે, જેમાં બપોરના એમુક નિશ્ચિત સમયે કેટલીક ક્ષણો પુરતું કોઇપણ ચીજવસ્તુ કે વ્યક્તિનો પડછાયો જોવા મળશે નહિ.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ વખતે આ અદ્દભૂત ખગોળીય ઘટના આપણા ઉત્તર ગુજરાતના 47 તાલુકા પૈકી માત્ર 6 તાલુકામાં જોવા મળશે. અને એ પણ એક નહિ બબ્બે વખત. આ ઘટના મહેસાણા જિલ્લાના કડીમાં, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ પંથકમાં, તેમજ અરવલ્લી જિલ્લાના માલપુર, ધનસુરા અને બાયડ પંથકમાં જોવા મળશે. અને બાકી રહેતા તમામ તાલુકાઓમાં 21 મી જૂનના રોજ બપોરના અલગ-અલગ સમયે વર્ષનો સૌથી ટૂંકો પડછાયો જોવા મળશે.

આવો તમને તાલુકા અનુસાર આ અદ્દભૂત ખગોળીય ઘટના કઈ તારીખે અને કેટલા વાગ્યે થશે એ જાણવી દઈએ.

તાલુકા – તારીખ – સમય

કડી – 14 જૂન – 12.40 બપોર

કડી – 28 જૂન – 12.43 બપોર

પ્રાંતિજ – 17 જૂન -12.39 બપોરે

પ્રાંતિજ – 25 જૂન – 12.41 બપોરે

તલોદ – 15 જૂન – 12.38 બપોરે

તલોદ – 25 જૂન – 12.41 બપોરે

માલપુર – 16 જૂન – 12.36 બપોરે

માલપુર – 26 જૂન – 12.38 બપોરે

ધનસુરા – 15 જૂન – 12.37 બપોરે

ધનસુરા – 27 જૂન – 12.40 બપોરે

બાયડ – 13 જૂન – 12.37 બપોરે

બાયડ – 29 જૂન – 12.40 બપોરે

તમે જાણો છો શું છે ઝીરો શેડો ડે? :

જાણકારી માટે જણાવી દઈએ કે ઝીરો શેડો ડે એટલે પડછાયા વગરનો દિવસ. જયારે ધરતી પોતાની ધરી પર 23.5 ડિગ્રીએ નમેલી હોય, ત્યારે બપોરના સમયે સૂર્યના સીધા કિરણો પૃથ્વી પર આવે છે. એવામાં ત્યારે કેટલીક ક્ષણો માટે ઝીરો શેડો એટલે કે પડછોયો પડતો નથી. આ ખગોળીય ઘટના દરેક સ્થળે બનતી નથી.

આ વર્ષે 21 જૂનના રોજ બપોરે વર્ષનો ટૂંકામાં ટૂંકો પડછાયો જોવા મળશે.

મહેસાણા જિલ્લાના સતલાસણામાં 12:40 કલાકે, વિજાપુર, વિસનગર, વડનગર અને ખેરાલુમાં 12:41 કલાકે, મહેસાણા, ઊંઝા અને જોટાણામાં 12:42 કલાકે અને બહુચરાજીમાં 12:43 કલાકે આ ઘટના જોવા મળશે.

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 12:42 કલાકે, પાટણ, ચાણસ્મામાં 12:43 કલાકે, સમી, હારિજ, શંખેશ્વરમાં 12:44 કલાકે, રાધનપુરમાં 12:45 કલાકે, સાંતલપુરમાં 12:47 કલાકે આ ઘટના જોવા મળશે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં 12:41 કલાકે, પાલનપુર, દાંતીવાડા, વડગામમાં 12:42 કલાકે, ડીસા, ધાનેરામાં 12:43 કલાકે, દિયોદરમાં 12:44 કલાકે, થરાદ, ભાભર, વાવમાં 12:45 કલાકે, સુઇગામમાં 12.46 કલાકે આ ઘટના જોવા મળશે.

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં 12:38 કલાકે, વડાલી, ખેડબ્રહ્મા, પોશીનામાં 12:39 કલાકે, હિંમતનગર, ઇડરમાં 12.40 કલાકે આ ઘટના જોવા મળશે.

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં 12:37 કલાકે, મોડાસામાં 12:38 કલાકે, ભિલોડામાં 12:39 કલાકે આ ઘટના જોવા મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.