શું તમે જાણો છો ભારતમાં ‘0 રૂપિયા’ ની નોટ ક્યારે અને કયા ઉપયોગ માટે છાપવામાં આવી હતી?

0
238

ભારતમાં ક્યારે અને કયા ઉદ્દેશ્યથી છાપવામાં આવી હતી ‘0 રૂપિયા’ ની નોટ? અહીં મેળવો આ પ્રશ્નનો જવાબ.

શું તમને ખબર છે કે ભારતમાં શૂન્ય એટલે કે ઝીરો રૂપિયાની નોટ ક્યારે છાપવામાં આવી અને તેને કયા ઉપયોગ હેતુ છાપવામાં આવી હતી? તેનો જવાબ આપતા પૂર્વે સૌથી પહેલા તો તમને એ જાણકારી આપી દઈએ કે, આરબીઆઈએ આજ સુધી ઝીરો રૂપિયાની નોટોનું છાપકામ નથી કર્યું. હવે તમારા મનમાં એ પ્રશ્ન ઉઠયો હશે કે, જો આરબીઆઈએ આ નોટો નથી છાપી તો પછી આ કામ કોણે કર્યું?

મિત્રો, ભારતમાં ઝીરો રૂપિયાની નોટ દક્ષીણ ભારતની કેટલીક નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન દ્વારા છાપવામાં આવી હતી. તેની પાછળનો સાચો હેતુ ભ્રષ્ટાચાર અને કાળા ધનનો વિરોધ કરવાનો અને લોકોને આ બાબતમાં જાગૃત કરવાનો હતો.

તમિલનાડુમાં આવેલી 5th Pillar નામની સંસ્થાએ સૌથી પહેલા વર્ષ 2007 માં તેની પહેલ કરી હતી. તે દરમિયાન આ એનજીઓએ ઝીરો રૂપિયાની લાખો નોટો પ્રિન્ટ કરી હતી. આ નોટ ચાર ભાષાઓ હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં છાપવામાં આવી હતી. આ નોટો ઉપર લખ્યું હતું, જો કોઈ લાંચ માંગે તો તેને આ નોટ આપી દો અને અમને તેના વિષે જણાવો.

ઝીરો રૂપિયાની નોટ છાપવા પાછળ સંસ્થાનો સાચો હેતુ દેશમાં ઝીરો કરપ્શનનું વાતાવરણ ઉભું કરવાનો હતો. તે દરમિયાન સંસ્થાએ લાંચ પ્રત્યે જાગૃતતા વધારવા અને જનતાને તેમના અધિકારો અને વૈક્લ્પિત સમાધાનોની યાદ અપાવવા માટે માત્ર તમિલનાડુમાં જ 25 લાખથી વધુ નોટો વહેંચી હતી.

આ સમય દરમિયાન સંસ્થાના વોલીંટીયર્સે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનો અને બજારોમાં લોકોને આ નોટ વહેંચી હતી. તે ઉપરાંત લગ્ન સમારંભ, બર્થડે પાર્ટી અને સામાજિક કાર્યક્રમોના પ્રવેશ દ્વાર ઉપર પણ સુચના ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યા હતા. તે દરમિયાન લોકોને ઝીરો રૂપિયાની નોટ સાથે જ એક માહિતી પુસ્તિકા અને સ્લીપ વહેંચી જેથી લોકોને ભ્રષ્ટાચારની સાચી જાણકારી મળી શકે.

આ સંસ્થા છેલ્લા 5 વર્ષથી દક્ષીણ ભારતની 1200 થી વધુ સ્કૂલો, કોલેજો અને સાર્વજનિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર પ્રત્યે લોકો વચ્ચે જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહી છે. તે દરમિયાન સંસ્થાએ 30 ફૂટ લાંબી અને 15 ફૂટ ઉંચી ઝીરો રૂપિયાની નોટનું બેનર પણ બનાવ્યું હતું. જેની ઉપર 5 લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા હતા.

તે દરમિયાન આ એનજીઓએ એ દાવો પણ કર્યો હતો કે, આ નોટોને કારણે જ કુલ ભ્રષ્ટાચારમાં 5 ટકાનો ઘટાડો થયો હતો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.