માર્કેટમાં આવી એવી પેન્સિલ જેને વાપર્યા પછી જમીનમાં રોપવાથી ઉગે છે છોડ, થાય છે પર્યાવરણનું રક્ષણ

0
1866

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે પર્યાવરણને લગતી થોડી મહત્વની જાણકારી લઈને આવ્યા છીએ. અને સાથે સાથે અમે તમને આ લેખમાં એક એવી ઈકોફ્રેન્ડલી પેન્સિલ વિષે પણ જણાવીશું, જે ઉપયોગ કર્યા પછી ઝાડ ઉગાડવાના કામમાં પણ આવે છે. પણ એ પહેલા આપણે થોડી માહિતી આપણા પર્યાવરણ વિષે મેળવી લઈએ.

એ વાતમાં કોઈ શંકા નથી કે, આપણી માનવ પ્રજાતીએ ખુબ પ્રગતિ કરી છે. અને આપણે પાષણ યુગ માંથી નીકળીને આજે ચંદ્રની ધરતી સુધી પહોચી ગયા છે. અને આ બધું ટેકનોલોજીના વિકાસને કારણે સંભવ થયું છે. પણ એની સાથે સાથે આપણે આપણી જ પૃથ્વીની એવી હાલત કરતા જઈ રહ્યા છીએ, જેને લીધે આપણી આવનાર પેઢી માટે પૃથ્વી પર રહેવું પણ મુશ્કેલ થઈ જશે.

આપણા ઔદ્યોગિકીકરણ અને વસ્તી વધારાને કારણે આપણે પૃથ્વી પર રહેલા જંગલોનું પ્રમાણ ઘટાડી રહ્યા છીએ. અને શહેરીકરણ માટે પણ આપણે ખેતરો અને વૃક્ષોનો નાશ કરી રહ્યા છીએ. એને લીધે જ તો આજે આપણી પૃથ્વી ગ્લોબલ વોર્મિંગનો શિકાર બની છે. અને વૃક્ષો ઓછા થવાને કારણે જમીનનું ધોવાણ પણ વધી ગયું છે, તેમજ વરસાદ પણ ઓછો થઇ રહ્યો છે. આ બધા ઉપરાંત પેન્સિલ વેસ્ટ પણ આપણા માટે એક મોટી સમસ્યા બની ગયો છે.

વર્ષ 2017 ના આંકડા અનુસાર વિશ્વની વાર્ષિક પેન્સિલની જરૂરિયાત 25 બિલિયન(1 બિલિયન એટલે 1,000,000,000) પેન્સિલ હતી. અને આટલી પેન્સિલ બનાવવા માટે અંદાજે 1,50,000 ઝાડ કાપવામાં આવ્યા હતા. હાલ તો આ સંખ્યા વધી ગઈ હશે.

અને આ ઔદ્યોગિક પેન્સિલના ઉપભોગતા સુધી પહોંચવા પહેલા જ સરેરાશ 33.5 ગ્રામ કાર્બન વાતાવરણમાં ઉત્સર્જિત થાય છે. જેની અસર ક્લાઈમેટ ચેંજ પર પડે છે.

તેમજ બીજી એક વાત એ ઓન છે કે સરેરાશ 90% લોકો કોઈ પણ પેન્સિલના 2/3 જેટલા ભાગનો ઉપયોગ જ નથી કરતા. તેઓ એને નાની થવા પર ફેંકી દે છે.

આના પર થયેલા એક સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે, પેન્સિલ પુરી થવા પહેલા જ ક્યાં તો ખોવાઈ જાય છે, અથવા વાપરતા સમયે એની ગ્રીપ પકડવી મુશ્કેલ બની જાય છે. જેને લીધે પણ લોકો એને ફેંકી દેતા હોય છે.

પેન્સિલના કચરામાં રહેલા ઝેરી તત્વો જેવા કે, પેટ્રોલિયમ પર આધારિત ગુંદર અને કેમિકલ કોટિંગ વાળું બહારનું આવરણ જમીન સુધી પહોંચે છે તો તે જમીનને દુષિત કરે છે. અને તે જમીનના ધોવાણને પણ અસર કરે છે.

આ બધી વાતોને ધ્યાનમાં રાખીને ECAS દ્વારા આપણી જીવનશૈલીને પર્યાવરણની સુમેળમાં ડિઝાઇન કરવા માટે, માઇક્રોથી મેક્રો સ્તર સુધી દિશા નિર્દેશ કરવા, સ્વચ્છતા જાળવી રાખવા અને જીવંતતા વધારવા માટે એક સભાન આર્કિટેક્ચર(Conscious Architecture)ની કલ્પના કરવામાં આવી છે. (ECAS સંસ્થા વિષે અંતમાં થોડી જાણકારી આપી છે.)

અને એના માટે ECAS સંસ્થા એ એક ઇન્ટેલીજન્ટ પેન્સિલ બનાવી છે, જેનું નામ છે ઝીરો પેન્સીલ (ZERO Pencil). આ એક એવી પેન્સિલ છે જે ઝાડની ડાળી માંથી ગામડાની ઢબથી બનાવવામાં આવે છે અને તે એક બીજ પણ હોય છે.

આ પેન્સિલની લાઈફ સાઇકલ એવી રીતની હોય છે કે, પહેલા તમે ઝાડની ડાળી માંથી બનેલી પેન્સિલ વાપરો. વપરાય ગયા પછી એને જમીનમાં છોડની જેમ વાવો. ત્યારબાદ તે છોડ બનશે અને મોટું થઈને ઝાડ બનશે. અને એમાંથી ફરી આવી ઝીરો પેન્સિલ બનશે.

સંસ્થાના જણાવ્યા અનુસાર તમે નીચે જણાવેલી રીતે એને રોપી શકો છો.

1. ઝીરો પેન્સિલમાં રહેલ ગ્રેફાઇટ પૂરું થાય ત્યાં સુધી એને વાપરો.

2. પછી એ ડાળી(ઝીરો પેન્સિલ) ને પાણીમાં 24 કલાક માટે બોળી રાખો. આમ કરવાથી એની ફર્ટિલિટી સજાગ થઇ જશે.

3. પછી એને જમીનમાં બીજની જેમ રોપી દો.

4. એને પાણી આપતા રહો અને કુદરતી રીતે ઉગવા દો.

ઝીરો પેન્સિલની ખાસિયત :

જ્યાં સુધી આ પેન્સિલ વપરાશમાં હશે ત્યાં સુધી એનું કાર્બન તટસ્થ એટલે કે ન્યુટ્રલ હશે. પછી એને બીજની જેમ રોપવાથી તે અંકુરિત થશે એટલે એ કાર્બન નેગેટિવ થઇ જશે.

આ પેન્સિલની બાકી રહેલી ડાળખી સંપૂર્ણ રીતે કમ્પોઝેબલ હોય છે, જે છોડ માટે ખાતરનું કામ કરે છે.

આ પેન્સિલમાં વપરાતું ગુંદર વાતાવરણ માટે બિન-ઝેરી હોય છે, જે પ્રાચીન ઉપચાર પદ્ધતિથી મેળવાતું પ્રોટીન હોય છે.

અને આ પેન્સિલનું પેકેજીંગ રિસાયક્લ કરાય બનાવવામાં આવ્યું છે. એનો ઉપયોગ તમે પેન્સિલ સ્ટેન્ડ માટે પણ કરી શકો છો. અને તે ઓરિગામી જે એક જાપાની કળા છે એના દ્વારા બનાવવામાં આવે છે.

દરેક ઝીરો પેન્સિલ માટે વપરાતી ઝાડની ડાળી અનન્ય હોય છે, અને તે 15 દિવસની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ માંથી પસાર થઈને ઝીરો પેન્સિલ બને છે.

આ સભાન વ્યાપાર પરંપરાગત પદ્ધતિઓને પુનર્જીવિત કરે છે, તેમજ કારીગરીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે અને રોજગરો માટે કમાણીની તકો ઉભી કરે છે.

1 મહિનામાં 1 લાખ ઝીરો પેન્સિલ બનાવવા માટે સરેરાશ 1000 કારીગરોને રોજગારી આપવામાં આવી છે.

ઝીરો પેન્સિલ એ સૌથી મોટી બિન-ઝેરી પેન્સિલ છે જે રિવર્સ કાર્બન સાયકલ સાથે આવે છે.

ઝીરો પેન્સિલને વિવિધ મોસમી લાકડા જેવા કે, લીમડો, જામફળ, નીલગીરી, ટ્યૂલિપ, સોંડલ, બ્લુબેરી, નગોડ, વર્ક ટ્રી અને વાંસ માંથી બનાવવામાં આવે છે.

5 mm વ્યાસથી નાના હોય એવા કોઈ પણ બીજને આબોહવાના સદર્ભમાં બદલી શકાય છે.

ECAS સંસ્થાની વિચાર ધારા :

આપણી જીવનશૈલી એ પર્યાવરણીય પરિવર્તનના કેન્દ્રમાં છે. એટલે આપણે એને નિયંત્રિત કરી પર્યાવરણને બચાવી શકીએ છીએ.

જે ઘરમાં આપણે રહીએ છીએ તે ઘર, અને જે વસ્તુઓ આપણે વાપરીએ છીએ તે દરેક પર્યાવરણના પરિવર્તનમાં ફાળો આપે છે.

ખોવાયેલા માનવની સહ-કાર્યક્ષમતાને જાગૃત કરવા માટે વિશ્વને વધુ પ્રેમની જરૂર છે, અને આ પ્રક્રિયા પર્યાવરણીય મુદ્દાઓનો શ્રેષ્ઠ ઉકેલ શોધી કાઢશે.

ECAS ભારત દેશની એક સંસ્થા છે. એના નામનું ઉચ્ચારણ ek + aas (એક + આસ) થાય છે, અને તેની રચના દેવનાગરી લીપી માંથી કરવામાં આવી છે. અને તે બે શબ્દો ek + aas માંથી બન્યું છે. જેનો અર્થ ‘ek’ એટલે ‘એક’ અને ‘aas’ એટલે ‘આશા’ એવો થાય છે. એટલે ‘ECAS’ ને ‘એકઆસ’ બોલવામાં આવે છે.

વધુ માહિતી માટે www.ecas. global ની મુલાકાત લો. આ પેન્સિલને તમે એમેઝોન પરથી ખરીદી શકો છો. ખરીદવા માટે નીચેની લીંક કોપી કરી બ્રાઉઝરમાં ઓપન કરો.

https://www.amazon.in/Zero-Pencils-Ecofriendly-Nontoxic-Negative-Pack/dp/B07FKQ553G