ઝેરીલા સાપની સાથે 30 મિનિટ સુધી રમતો રહ્યો દારૂડિયો, પછી કરડ્યો તો…

0
359

સોશિયલ મીડિયા પર એક દારૂડિયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે દારૂડિયો ઝેરીલા સાંપ સાથે રમી રહ્યો છે, અને તેને ફેણ દેખાડવા માટે હુકમ આપી રહ્યો છે. 30 મિનિટ સુધી તો સાંપ તે બધું સહન કરતો રહ્યો, પછી તેણે દારૂડિયાને ડંખ મારી દીધો. એ પછી લોકો દારૂડિયાને હોસ્પિટલ લઈ ગયા. ચકિત કરી દેતો આ વિડીયો રાજસ્થાનમાં દૌસા જિલ્લાના બાંદીકુઈનો છે.

આ ફોટામાં એક દારૂડિયો ખેતરમાં એક સાંપ સાથે બેસેલો દેખાઈ રહ્યો છે. દારૂડિયો સાંપ સાથે વાતો કરી રહ્યો છે અને એને ત્યાંથી જવા નથી દેતો. દારૂડિયાની આજુબાજુ ઘણા લોકોનો જમાવડો પણ છે, અને એને સાંપથી દૂર જવા માટે કહેવામાં આવી રહ્યું છે.

પણ તે દારૂડિયો માની નથી રહ્યો. જે વિડીયો સામે આવ્યો છે એમાં દારૂડિયો સાંપને કહી રહ્યો છે કે ફેણ કાઢ અને આમને દેખાડ. આ મથામણમાં દારૂડિયાના એક હાથ પર સાંપે ડંખ મારી દીધો.

આ નાટક 30 મિનિટ સુધી ચાલ્યું. જયારે સાંપે ડંખ માર્યો તો પછી લોકો તે દારૂડિયાને એક ગાડીમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા.

આ આખો મામલો બાંદીકુઈના ગુડા કટલાનો જણાવવામાં આવી રહ્યો છે. દારૂડિયાનું નામ પ્રકાશ બૈરવા જણાવવામાં આવી રહ્યું છે. પ્રકાશ બૈરવાને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે. આ વિડીયો થોડા દિવસ જૂનો છે પણ વાયરલ હવે થયો છે.

જુઓ વિડીયો :

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.