લંચ હોય કે ડિનર બનાવો જર્દા પુલાવ, તેનો સ્વાદ દરેકને જરૂર આવશે પસંદ.

0
292

આ રીતે ઘરે બનાવો હોટલ જેવો જર્દા પુલાવ, સ્વાદ એવો કે લોકો આંગળી ચાટતા રહી જશે. સામાન્ય રીતે પુલાવ ઘરે જ બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ દરેકને પસંદ પણ હોય છે. પુલાવને ઘણી રીતે બનાવવામાં આવી શકે છે. ગળ્યું ખાવાના શોખીન મીઠો પુલાવ બનાવે છે. મીઠા પુલાવને જર્દા પુલાવ (Zarda Pulao) ના નામથી ઓળખવામાં આવે છે. જર્દા પુલાવ ઉર્દુ શબ્દ જર્દ પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે પીળો રંગ. આ કારણે આ ડીશનું નામ જર્દા પુલાવ છે. જો તમે પણ નિયમિત બનાવવામાં આવતા એક જ પ્રકારના પુલવાથી કંટાળી ગયા છો, તો હવે કંઈક નવું ટ્રાય કરો.

ખાવામાં મીઠો હોય છે જર્દા પુલાવ : જે લોકોને ગળ્યું ખાવાનો શોખ છે તેમને મીઠા ભાત ઘણા પસંદ આવશે. તો ચાલો મોડું કર્યા વગર તેની રેસિપી જાણી લઈએ, અને લંચ અથવા ડિનરમાં જર્દા પુલાવ બનાવીએ. (Zarda Pulao Recipe)

જરૂરી સામગ્રી :

250 ગ્રામ બાસમતી અથવા સેલા ચોખા

3-4 લવિંગ

1/4 કપ ઘી અથવા તેલ

3-4 લીલી એલચી

200 ગ્રામ ખાંડ

2 ચમચી સૂકા નારિયેળ

1/2 કપ કાપેલા ડ્રાયફ્રુટ

100 ગ્રામ મુરબ્બો

100 ગ્રામ દૂધનો માવો (વૈકલ્પિક)

ફૂડ કલર જરૂરિયાત અનુસાર

1 ચમચી કેવડો

બનાવવાની રીત :

ભાત બનાવતા પહેલા તેને એક અથવા અડધા કલાક માટે પાણીમાં પલાળી રાખો.

એક પેનમાં જરૂરિયાત અનુસાર પાણી નાખો, પછી તેમાં ફૂડ કલર અને લવિંગ નાખી ઉકાળો.

હવે પલાળેલા ચોખા નાખીને તેને રંધાવા દો, ત્યારબાદ પાણી કાઢી લો.

પેનમાં ઘી ગરમ કરો. તેમાં ડ્રાયફ્રુટ નાખીને થોડા શેકી લો.

ત્યારબાદ ચોખા અને નારિયેળ નાખીને 2-3 મિનિટ સુધી રંધાવા દો.

થોડી વાર પછી ગેસ ફૂલ કરો અને ઢાંકણ હટાવીને ચોખાને હલાવો.

હવે ગેસ બંધ કરી દો. તેની ઉપર કેવડાનું પાણી નાખીને સર્વ કરો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.