ઝડપી ટ્રેન પણ કરે છે હનુમાનજીના આ ચમત્કારી મંદિરની આગળ પ્રણામ, જાણો શું છે આ મંદિરની ખાસિયત.

0
2058

આખી દુનિયામાં આપણો ભારત દેશ ઘર્મ અને આસ્થા માટે જાણીતો દેશ છે. આપણા દેશમાં જુદા જુદા ધર્મ, જુદી જુદી જાતી અને જુદી જુદી ભાષા બોલતા લોકો સાથે મળીને રહે છે. એટલા માટે ભારતમાં અનેકો ધાર્મિક સ્થળ છે. અને આપણા દેશના ધાર્મિક સ્થળો કોઈ ને કોઈ કથાથી પ્રખ્યાત છે, જે માણસોનાં મનનાં તમામ દુ:ખ દર્દ દુર કરે છે.

આજના આધુનિક જમનામાં ભગવાનની શક્તિમાં વિશ્વાસ રાખવો કે નહિ, એ તો માનવીના પોત પોતાના વિચાર પર આધાર રાખે છે. પરંતુ એ વાતને નકારી શકાય નહિ કે, ઈશ્વરની કૃપા વગર આ ધરતી પર એક કાંકરી પણ હલતી નથી. અને આપણા માંથી ઘણાએ ભગવાન હોવાનો અનુભવ કર્યો હશે.

અને ધર્મનું માનીએ તો આપણે શ્વાસ લઈએ છીએ એ પણ ભગવાનની જ દેન છે. પણ પ્રગતિશીલ થોડું વધુ ભણેલ માણસ પોતાને ભગવાનથી ઉપર માનવા માંડે છે, અને ભગવાનનાં અસ્તિત્વને નકારી દે છે, જે બહુ વહેલા પાગલપણાનો શિકાર થાય છે. તે ડીપ્રેશન અને ફસ્ટ્રેસનનો પણ શિકાર બને છે.

મિત્રો, આપણને વિશ્વાસ છે કે ભગવાન છે, અને એમના દર્શન ધાર્મિક સ્થળોમાં થાય છે. અને આજ કારણ છે કે ભારતમાં હજારોની સંખ્યામાં મંદિર છે, અને એની સાથે લાખો કરોડો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. ત્યાં જવાથી મનને શાંતિ મળે છે, સાથે આપણા મનનાં હજારો દુઃખ દર્દ દુર થાય છે.

આજના આ લેખમાં અમે તમને એક એવી જ ચમત્કારી જગ્યા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે જાણ્યા પછી તમને ઘણી નવાઈ લાગશે. આમ તો ભારતમાં આવા ઘણા ચમત્કારિક સ્થળ છે, જે વિશ્વ વિખ્યાત છે. પરંતુ અમે જે શક્તિપીઠની વાત કરી રહ્યા છીએ તે મધ્ય પ્રદેશના શાજાપુર સ્થિત બોલાઈ ગામમાં સ્થિત છે.

જણાવી દઈએ કે, અહિયાં હનુમાનજીનું એક મંદિર છે જેમાં એટલી શક્તિ છે કે, અહીંયા કેટલી પણ ઝડપી ટ્રેન કેમ ન આવી જાય, પણ તે આવતાની સાથે જ આપમેળે તેની સ્પીડ ધીમી થઇ જાય છે. અને આ મંદિર વિષે એવી માન્યતા છે કે, ટ્રેનની સ્પીડ ધીમી થઇને સ્વંય તેમને પ્રણામ કરવા માટે રોકાઈ જાય છે.

અહીંયા આવવાનો સુગમ સાધન રેલમાર્ગ છે, અને આ જ કારણ છે કે અહીંયા આવવા વાળી દરેક ટ્રેનની સ્પીડ પોતાની જાતે જ ધીમી થઇ જાય છે. ઘણી વાર ટ્રેનના ડ્રાયવરને લાગે છે કે, કોઈ તેમની ટ્રેનની સ્પીડ ઓછી કરવા માટે કોઈ કહી રહ્યું છે, અને જો તે આની અવગણના કરી નાખે છે તો અહીંયા સુધી આવતા જ ટ્રેન પોતાની જાતે જ ધીરે થઇ જાય છે.

આ મંદિરના ચમત્કારના કારણે ત્યાંના સ્થાનિક લોકોની આ ધારણા છે કે, એવું એટલા માટે થાય છે કારણ કે આ ચમત્કારી મંદિર રેલવે દ્વારા થવા વાળા આકસ્મિક ઘટનાઓ વિષે પહેલાથી જ આગાહી કરી નાખે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ મંદિરના વિષયમાં એ પણ જણાવવામાં આવે છે કે, આજથી થોડા સમય પહેલા આ સ્થાન સામે રેલવે ટ્રેક પર બે માલગાડી એકબીજાં સાથે અથડાઈ ગઈ હતી, પરંતુ આ ઘટના થવાનો અનુભવ આ બંને ગાડીઓના ડ્રાયવરને પહેલાથી થઇ ગયો હતો, અને તે જ સમયે ટ્રેનની સ્પીડ જાતે જ ધીમે થઇ જવાના કારણે આ એક્સીડેન્ટ વધારે મોટો થયો નહિ અને કોઈ પણ પ્રકારની જાનમાલની હાની થઇ નહિ.

ભક્તોના જણાવ્યા અનુસાર આ મંદિર લગભગ 600 વર્ષ જૂનું છે. એક માન્યતા અનુસાર હનુમાન અને ગણેશજી એક જ પ્રતિમા હોવાથી લોકોને શુભ ફળ મળે છે. મંદિરમાં પ્રતિષ્ઠિત મૂર્તિ ઘણી પ્રાચીન છે. અને એવી માન્યતા છે કે, અહીંયા ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. મંદિરની પ્રતિમાની ખાસિયત એ છે કે, હનુમાનજી પ્રતિમાની ડાબી બાજુ શ્રી સીધી વિનાયક ગણેશજી વિરાજિત છે. અને આવી પ્રતિમા બીજે ક્યાંય જોવા મળતી નથી.

મળેલી જાણકારી અનુસાર આ મંદિરની પુનઃસ્થાપના 300 વર્ષ પૂર્વે ઠા. દેવીસિંહે કરાવી હતી. અહીંયા વર્ષ 1959 માં સંત કમલનયન ત્યાગીએ પોતાના ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને આ જગ્યાને પોતાની તપોભૂમિ બનાવી, અને અહીંયા તેમણે 24 વર્ષ સુધી કઠિન તપસ્યા કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરી.