આ એવું ઝાડ છે જેના પર ઉગે છે પૈસા, અને એના દર્શન કરવા વાળા થઇ જાય છે માલામાલ, ભરોસો કરવો મુશ્કેલ

0
1482

આપણી આ દુનિયામાં એવા ઘણા સ્થાન છે, જે પોતાના રહસ્યો અને ચમત્કારોને લીધે ઓળખાવમાં આવે છે. જેમને દુનિયામાં થતા ચમત્કારો ઉપર વિશ્વાસ હોય છે, તેઓ એવા ચમત્કારો પ્રત્યે શ્રદ્ધા પણ રાખે છે. અને આ દુનિયામાં ઘણા લોકો એવા પણ છે, જે કોઈ પણ ચમત્કારને માનતા નથી. એમના માટે ચમત્કારની વાતો નકામી હોય છે. એવા લોકોને આ બધું અંધવિશ્વાસ લાગે છે. હવે કોઈ માને કે ન માને પણ આ દુનિયામાં કોઈ ને કોઈ ચમત્કાર તો થાય છે.

અને કુદરત પોતાના ખેલ સમયે સમયે દેખાડતી રહે છે. અને જયારે કુદરત પોતાનો ખેલ ખેલે છે, તો તે તમને કોઈ ખેલ ખેલવાનો અવસર પણ નથી આપતી. અને ન તો તમારી પાસેથી કોઈ વસ્તુની પરવાનગી લે છે. તે કઈ વ્યક્તિ સાથે કયો ખેલ ખેલશે તે એની પોતાની ઈચ્છા હોય છે. અને કુદરતની ઈચ્છા આગળ કોઈપણ માણસ કાંઈ પણ નથી કરી શકતા. તેમની કોઈપણ શક્તિ કામ નથી લાગતી.

અને દુરના દેશમાંથી એક ચમત્કારી ઝાડના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. એ સમાચાર અનુસાર એક ઝાડ એવું છે, જે એક બે નહિ પણ ઘણા વર્ષોથી પૈસા આપી રહ્યું છે. તમે પણ આ વાત વાંચીને એ જરૂર વિચારી રહ્યા હશો કે, આ બધી નકામી વાતો છે. દુનિયામાં એવું કોઈ ઝાડ નથી જે પૈસા આપે. કે પછી ઝાડ ઉપર પૈસા ઉગવા લાગે છે.

અને આ ઝાડના ફોટા પણ આજકાલ સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થઈ ગયા છે. લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, યુકેમાં સ્કોટીશ હાઈલેંડના પીક જીલ્લા ફોરેસ્ટમાં એક એવું ઝાડ જોવા મળ્યું છે, જેના ઉપર પૈસા લાગેલા છે. અને લોકો આ ઝાડને જોવા માટે દુર દુરથી આવી રહ્યા છે. તેમજ સમાચારો મુજબ એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઝાડ ૧૭૦૦ વર્ષ જુનું છે.

અમારી જેમ તમને પણ આ બધું જાણીને ઘણું આશ્ચર્ય થઇ રહ્યું હશે. પણ આ વાત સાચી છે. આ ઝાડ ઉપર જુદા જુદા દેશોના ઘણા બધા સિક્કા લાગેલા છે. અમે આ ઝાડ ઉપર સૌથી વધુ બ્રિટેનના સિક્કા લાગેલા છે. તેમજ આ ઝાડની કોઈપણ એવી જગ્યા નથી જ્યાં સિક્કા ન લાગેલા હોય. તમે તેને કુદરતની કરામત કહી શકો છો, જે આ ઝાડ ઉપર સિક્કા ઉગાડી રહ્યા છે.

આ ઝાડ વિષે ઘણા બધા લોકોનું એવું માનવું છે કે, અહિ ભૂતોનો વાસ છે. તો ઘણા લોકો એવા પણ છે કે, જેમનું માનવું છે કે આ ઝાડ ઉપર પોતે ભગવાન વાસ કરે છે. અને હકીકતમાં અહીના લોકો આ ઝાડને ભગવાનનો અવતાર માનીને આ ઝાડ ઉપર સિક્કા ચડાવે છે.

જણાવી દઈએ કે કુદરતની આ કરામતને જોવા માટે, દુનિયાના તમામ દેશોમાંથી લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે. આ ઝાડ બીજાથી ઘણું અલગ પણ છે. કારણ કે ૧૭૦૦ વર્ષથી આ ઝાડ એવું જ છે, તેમાં લાગેલા સિક્કાને કારણે આ ઝાડ જરાપણ નમ્યું નથી. અને એ જોઇને તો વિશ્વાસ થાય છે કે કુદરતની કરામત પણ સૌથી અલગ છે.

એ તો તમે જાણો છો કે, આપણે ત્યાં નદીઓમાં પૈસા ફેંકવાનો રીવાજ છે. અને કદાચ તમે પણ ટ્રેન માંથી જતી વખતે કોઈ નદીમાં સિક્કા ફેકતા હશો. અને એ સિક્કાઓને પાણી માંથી બહાર કાઢીને ગરીબ છોકરાઓ પોતાનું ગુજરાન ચલાવે છે.

જો એવી જ રીતે આ વાત વિચારીને જુવો, કે જો ઝાડ ઉપર ઉગેલા પૈસાને કાઢવા માટે ત્યાંની સરકાર મંજુરી આપી દે તો કેટલો ફાયદો થશે. જે વ્યક્તિ ગરીબ છે તેમના માટે આ સિક્કા ઘણા ઉપયોગી છે. કેમ કે પૈસા ઝાડ ઉપર લાગેલા છે તેનો ઉપયોગ ઝાડ તો નથી કરી શકતું, પણ તે ગરીબોના કામમાં જરૂર આવી શકે છે.