આ પ્રયોગ કરવાથી તમારા ઘૂંટણનો દુઃખાવો જાદુની જેમ ખત્મ થઈ જશે, જાણો એના માટે શું કરવાનું રહેશે.

0
10446

નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે ઘૂંટણના દુ:ખાવા સંબંધિત થોડી જાણકારી લઈને આવ્યા છે. અને આજે અમે તમને ઘૂંટણના દુઃખાવાને દુર કરવાના અચૂક ઘરેલું ઉપાય જણાવીશું. તો તમને વિનંતી છે કે તમે આ લેખ નીચે સુધી જરૂર વાંચજો અને ગમે તો લાઇક અને શેયર જરૂર કરજો.

ઘૂંટણમાં ઘણા કારણો સર દુઃખાવો થઈ શકે છે. તેમજ ઘૂંટણમાં ગ્રીસ પણ ઓછું થઈ શકે છે. મિત્રો ‘ઘૂંટણમાં ગ્રીસ’ કહેવું એ એક અભણ ભાષાનો ઉપયોગ છે. જણાવી દઈએ કે, ઘૂંટણમાં કોઈ ગ્રીસ પૂરો થતો નથી. પણ ઘૂંટણમાં રહેલા સાઈનોવિઅલ ફ્લુઇડ (Synovial fluid) ની કમી થઇ જાય છે.

જણાવી દઈએ કે, આ દ્રવ્ય બે હાડકાની વચ્ચે લુબ્રીકેશન બનાવીને રાખે છે, જેનાથી કાર્ટિલેજ (Cartilage) પર દબાણ પડતું નથી. અને શરીરમાં તેની કમી હોવાના કારણે ઉઠવા બેસવા દરમ્યાન ઘૂંટણમાં અત્યાધિક દુ:ખાવો થાય છે, તેમજ ઘૂંટણ માંથી અવાજ પણ આવે છે. પછી તેને લોકો એમ પણ કહે છે કે ઘૂંટણમાં ગેપ વધી ગયો છે.

મિત્રો આવી કોઈ સમસ્યા થવા પર, એમાંથી રાહત મેળવવા માટેના અચૂક ઉપાય આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ. અને જો તમે આ ઉપાય કે કહીએ તો પ્રયોગ કરવા માંગો છો, તો સૌથી પહેલા તમારે આ પ્રયોગ દરમિયાન કેટલીક વાતોનું પાલન કરવું પડશે. તો જ આ પ્રયોગ તમારા માટે એકદમ સારો રહેશે.

૧. પહેલા તો જો તમારું વજન વધી ગયું હોય તો એને કંટ્રોલ કરો.

૨. તમારે દાણા, દૂધ, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ, તળેલી વસ્તુઓ વગેરે ખાવાનું બંધ કરવું પડશે.

૩. અને જો તમારે ઉભા રહી કામ કરવાનું હોય, તો 10 દિવસની રજા લઇ લો.

૪. તેમજ ક્યારેય પણ ઉભા રહીને પાણી પીવાનું નથી. પહેલા ઘૂંટણ પર કે પલાઠી વાળીને બેસી જાવ. તેના પછી જ પાણી પીવો તે પણ ઘૂંટડો-ઘૂંટડો એક સાથે નહિ.

૫. ઘઉંની રોટલી બંધ કરી દો. જવ કે બાજરીની રોટલા/રોટલી ખાઓ (જેમાં ઘઉં, જવ, ચણા મિશ્ર હોય છે).

જાણકારી માટે જણાવી દઈએ કે, આ સમસ્યા મોટાભાગે વૃદ્ધાવસ્થામાં આવે છે. પણ અત્યારે ઉપર જણાવેલ કારણોના લીધે જેમ કે વજન વધી જવું, ઉભા રહીને કામ કરવાનું, પાણી ઉભા રહીને પીવું, ફાસ્ટ ફૂડ, તળેલી વસ્તુનું વધારે સેવન કરવું વગેરેને લીધે વૃદ્ધાવસ્થા પહેલા પણ આવી જાય છે. આ પ્રયોગ કરો તેના પછી જણાવો કે તમને કેવું રિઝલ્ટ મળ્યું.

પ્રથમ પ્રયોગ 10 દિવસ માટે :

સરગવાની છાલ 10 ગ્રામ એટલે 2 ચમચી લઈને, 2 ગ્લાસ પાણીમાં નાખી એ પાણી 1/4 ભાગ રહે ત્યાં સુધી ધીમા ગેસ પર ઉકાળો. પછી એને ઉતારીને સારી રીતે આ પાઉડરને પાણીમાં મિક્ષ કર્યા પછી એને સ્વચ્છ કપડાની મદદથી ગાળી લો. અને એને પલાઠી વાળીને બેસીને ઘૂંટડો-ઘૂંટડો કરીને પીઓ. આ પ્રયોગ તમારે દિવસમાં ઓછામાં ઓછું 3 થી 5 વાર કરવાનો છે.

તેમજ આ પ્રયોગની સાથે સાથે તમારે દિવસમાં બે વખત એક ખાસ ઉકાળો પણ પીવો પડશે. અને એ ઉકાળો છે હાર સિંગારનો, જેને પારિજાત પણ કહેવામાં આવે છે. એના માટે પારિજાતના 11 પાંદડા લઈને એને 2 ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળો. અને તે અડધો ગ્લાસ રહે પછી એને ઉતારી દો. થોડા સમય પછી એને પીવો. ધ્યાન રહે કે આ ઉકાળાને ઉપર વાળા સરગવાના ઉકાળાના 1 કલાક પછી પીવાનું છે. અને આ બંને ઉકાળાને પીવાના 1 કલાક સુધી કંઇ પણ ખાવા-પીવાનું નથી.

બીજો પ્રયોગ 10 દિવસ માટે :

આ પ્રયોગ શલ્લકીનો છે, જે એક આયુર્વેદિક જડી બુટી છે. જણાવી દઈએ કે એમાં બોસોવેલીક એસિડ નામનું સોજાને ઓછું કરવા વાળું ટ્રાઈટપેનોયડ હોય છે. બોસોવેલીક ઓસ્ટિયોઅર્થરાઇટિસ અને રૂમેટીઈડ અર્થરાઈટીસ અને પીઠ માટે પ્રભાવી હોય છે.

એના માટે સૌથી પહેલા આ ઝાડની છાલ 10 ગ્રામના પ્રમાણમાં લઇ 2 ગ્લાસ પાણીમાં નાખીને ગરમ કરો. અને તે ઉકળીને 1/4 ભાગ જેટલું રહે પછી એને ઠંડુ કરીને પી લો. આવું દિવસમાં 3 થી 5 વાર કરવાનું છે. જો સ્થિતિ વધારે કઠિન છે, તો આ ઉકાળામાં 1 ગ્રામ લોબાન ગુંદર જે આ જ ઝાડનું ગુંદર હોય છે, તે નાખી દો. આના ગુંદરને દૂધમાં નાખીને પી શકો છો.

ઉપર જણાવેલ બંને પ્રયોગ માંથી કોઈ પણ એક પ્રયોગ 10 દિવસ સુધી કરો. પહેલા પ્રથમ નંબર વાળો પ્રયોગ કરવાનો પ્રયત્ન કરો. તેના પછી જ બીજો પ્રયોગ કરો.

આની સાથે કે રાત્રે ઊંઘવાના સમયે આ કામ કરો :

તમે 5 બદામ, 11 કાચી દ્રાક્ષ, 7 અખરોટ, 5 ખજૂર આ બધી વસ્તુ લો. અને આ બધાને એક સાથે રાત્રે પાણીમાં પલાળીને મુકી દો. અને સવારે નાસ્તાના પહેલા ખાઓ અને સાથે ગરમ દૂધ પીવો. આ દૂધમાં લોબાનનું ગુંદર 1 ગ્રામ નાખીને ગરમ કરો. કેટલાક દિવસ સુધી આ પ્રયોગ દરરોજ કરો. આવું કરવાથી ઘૂંટણના દુ:ખાવામાં આરામ મળશે.

તેમજ શિયાળામાં આની સાથે નીચે જણાવેલ પ્રયોગ પણ કરો :

જણાવી દઈએ કે શિયાળામાં શરીરમાં કોઈ પણ જાતનો દુઃખાવો વધુ અનુભવાય છે. તો એવા સમયે નારિયેળની સૂકી ગિરી પણ ઘૂંટણના દુઃખાવા માટે ખુબ સારી ઔષધિ છે. દરરોજ 30 ગ્રામ સૂકું નારિયેળ ખાઓ. ઘૂંટણ પર દિવસમાં બે વાર નારિયેળના તેલની માલીશ ગોળાઈથી કરો. આનાથી ઘૂંટણના દુ:ખાવામાં અદભુત લાભ મળે છે.

તેમજ 1 થી 3 ચમચી અળસીને ચાવી ચાવીને ખાઓ. જો ગરમી હોય તો અળસીને દહીં સાથે ચાવી ચાવીને ખાઓ. કારણ કે અળસીમાં ઓમેગા 3 ફૈટી એસિડ હોય છે, જે સાઈનોવિઅલ ફ્લુઇડને નષ્ટ થવા દેતું નથી અને વધારે પણ છે. સાથે જ એ પણ જણાવી દઈએ કે, દ્રાક્ષના બીજના અર્ક (Grape Seed Extract) માં જોવા મળતી એન્ટી ઓક્સીડેન્ટ હાનિકારક રસાયણો અને ટોક્સિન્સ દ્વારા થવા વાળા ઓક્સિડેશનને રોકે છે, જે ઘૂંટણને ખરાબ થવાથી બચાવે છે.

ઘૂંટણો પર આની મસાજ કરો :

ઘૂંટણ પર મસાજ કરવાં માટે 1 નાની ચમચી સુંઠ પાઉડર લો, અને તેમાં થોડું સરસવનું તેલ મિક્ષ કરો. આને સારી રીતે મિક્ષ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી નાખો. અને પછી આનાથી તમારા ઘૂંટણ પર માલીશ કરો. આનો પ્રયોગ તમે દિવસ કે રાત ક્યારેય પણ કરી શકો છો. થોડા કલાકો પછી એને ધોઈ નાખો. આ પ્રયોગ કરવાથી તમારા ઘુંટણનો દુ:ખાવો ખુબ જલ્દી સારો થશે.

અને ઘૂંટણો વચ્ચે જે ગ્રીસ સમાપ્ત થઇ ગયું છે, જે ચીકણાઈ સમાપ્ત થઇ ગઈ છે, એમાં 10 દિવસમાં આરામ મળશે. જો આરામ દેખાય તો આ પ્રયોગને જ્યાર સુધી પૂર્ણ આરામ ન મળે ત્યાર સુધી પાછું કરતા રહો. અને ૧૦ દિવસ આ પ્રયોગ કર્યા પછી તમારો અનુભવ કોમેન્ટ દ્વારા અમારા આ પેજ પર જરૂર જણાવજો. આભાર.

આવા પ્રકારની કોઈ સમસ્યા હોય તો ઈલાજ માટે અહિયાં સંપર્ક કરી શકો છો :

આરોગ્ય પીઠ, અદ્યતન ન્યુરોથેરેપી ઉપચાર કેન્દ્ર, દિલ્લી.

Aarogya Peeth, Advance Neurotherapy Treatment Center, Delhi.

pls Visit : www.aarogyapeeth. com