આ ઉપાય અજમાવ્યા પછી તમે સફેદ વાળમાં ડાઈ કરવાનું ભૂલી જશો, જાણો વાળને કાળા કરવાના ઉપાય.

0
6992

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે સફેદ વાળને કાળા કરવાના 11 રામબાણ ઉપાય લઈને આવ્યા છીએ. જો તમારા વાળ સફેદ થઇ ગયા છે, તો એના માટે ઘણા બધા એવા ઘરેલુ ઉપાય છે, જે તમારી આ સમસ્યા દૂર કરી શકે છે.

એ વાત તો તમે જાણતા હશો કે, વાળનું સફેદ થવું એ જેનેટિક હોય છે. તેમજ ઉંમર સાથે આપણા વાળ પણ પાકવા લાગે છે. પરંતુ આજકાલ આ સમસ્યા ઓછી ઉંમરના લોકોને પણ થવા લાગી છે. અને આમ થવા પાછળનું કારણ વાળની સંભાળ ન રાખવી, પ્રદુષણ અને શરીરમાં પોષક તત્વો અછત વગેરે હોય છે.

જણાવી દઈએ કે વાળને ડાઈ કર્યા પછી તે જલ્દી સફેદ થઈ જાય છે. માટે વાળને કાળા કરવા હંમેશા પ્રાકૃતિક નુસખા જ વાપરવા જોઈએ. સફેદ વાળની સમસ્યામાં વાળ ઉંમર પહેલા સફેદ થવા એક મોટી સમસ્યા બની ગઈ છે. એના માટે ઘણા લોકો કલરનો ઉપયોગ કરે છે. જોકે કલર વાળને એની જડ માંથી નબળા બનાવી શકે છે. તો એવામાં કુદરતી નુસખા જ વાપરવા હિતાવહ છે. આવો જાણીએ એવા થોડા ઘરેલુ નુસખાની પોટલી માંથી નીકળતા અમુક ઘણા અસરદાર ઉપાય.

સફેદ વાળના 11 રામબાણ ઘરેલુ ઉપાય :

૧. આંબળાનો કમાલ :

મિત્રો આ નાના દેખાતા આંબળા ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ ગુણકારી નથી, પણ તેના નિયમિત ઉપયોગથી સફેદ થતા વાળની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. એના માટે આંબળાને ડાયટમાં ઉમેરવા ઉપરાંત મેંદીમાં મિક્સ કરી એનાથી વાળનું કંડિશનિંગ કરતા રહો. જો તમે ઈચ્છો તો આંબળાને ઝીણા કાપી અને ગરમ નારિયેળ તેલમાં મિક્સ કરી માથા પર લગાવી શકો. તમને ફાયદો જ થશે.

૨. કઢી લીમડો કરે કમાલ :

જાણકારી માટે જણાવી દઈએ કે સફેદ થઈ રહેલા વાળ માટે કાઢી લીમડો ઘણો સારો હોય છે. એના ઉપયોગ માટે સ્નાન કરતા પહેલા કઢી લીમડો પાણીમાં મૂકી દો, અને એક કલાક પછી એ પાણીથી માથું ધોઈ લો. અથવા આંબળાની જેમ કઢી લીમડાના પાંદડાને પણ ઝીણા કાપી ગરમ નારિયેળ તેલમાં મિક્સ કરી માથા પર લગાવો. એનાથી પણ લાભ થશે.

૩. કાંદા કરે મોટા-મોટા કામ :

તમને જાણીને નવાઈ લાગશે પણ કાંદા તમારા સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે. થોડા દિવસ સુધી સ્નાન કરવાના થોડા સમય પહેલા પોતાના વાળમાં કાંડાની પેસ્ટ લગાવો. એનાથી તમારા સફેદ વાળ કાળા થવાના શરુ થઈ જશે, વાળમાં ચમક આવશે અને સાથે જ વાળ ખરતા અટકી જશે.

૪. ઘણા કામના છે નાના મરચા :

મિત્રો કાળું મરચું જમવાની વાનગીઓનો સ્વાદ તો વધારે જ છે, સાથે જ એનાથી સફેદ વાળ પણ કાળા થવા લાગે છે. એના માટે કાળા મરચાના દાણાને પાણીમાં ઉકાળી એ પાણીને વાળ ધોયા પછી માથામાં નાખો. લાંબા સમય સુધી આમ કરવાથી તે અસર બતાવે છે.

૫. કોફી અને કાળી ચા, વાળને કાળા બનાવે :

મિત્રો જો તમે પણ તમારા સફેદ વાળથી પરેશાન છો, તો કાળી ચા અને કોફીનો ઉપયોગ કરો. સફેદ થઈ ગયેલા વાળને જો કાળી ચા કે કોફીના અર્કથી ધોવામાં આવે, તો સફેદ થતા વાળ પાછા કાળા થવા લાગે છે. આવું તમે બે દિવસમાં એકવાર જરૂર કરો.

૬. એલોવેરા (કુંવારપાઠુ) માં છે જાદુ :

જાણકારી માટે જણાવી દઈએ કે, વાળમાં એલોવેરા જેલ લગાવવાથી વાળ ખરતા અને સફેદ થતા બંધ થઈ જાય છે. એના માટે તમે એલોવેરા જેલમાં લીંબુનો રસ નાખી પેસ્ટ બનાવો અને એને વાળમાં લગાવો.

૭. દહીંથી કરો સફેદી પર પ્રહાર :

તમે પણ તમારા સફેદ થતા વાળનો રંગ પ્રાકૃતિક રૂપથી બદલી કાળો કરવા માટે દહીંનો વપરાશ કરો. એના માટે મેંદી અને દહીંને બરાબર માત્રામાં મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને વાળમાં લગાવો. આ ઘરેલુ ઉપચારને અઠવાડિયામાં એક વાર લગાવવાથી વાળ કાળા થવા લાગશે.

૮. ભૂંગરાજ અને અશ્વગંધા :

વર્ષોથી ભૂંગરાજ અને અશ્વગંધાના મૂળ વાળ માટે વરદાન માનવામાં આવે છે. તો એ બંનેની પેસ્ટ બનાવીને નારિયેળ તેલમાં મિક્સ કરી વાળના મૂળમાં એક કલાક માટે લગાવો. પછી વાળને નવશેકા પાણીથી સારી રીતે ધોઈ નાખો. એનાથી વાળની કંડિશનિંગ પણ થશે અને વાળ કાળા પણ થશે.

૯. દૂધના અદભુત લાભ :

હવે ગાયના દૂધના ફાયદા વિષે કોઈને જણાવવાની જરૂર નથી. પણ તમે કદાચ એ નહિ જાણતા હોવ કે ગાયનું દૂધ સફેદ વાળને પણ કાળા બનાવી શકે છે. ગાયનું દૂધ વાળમાં લગાવવાથી વાળ કુદરતી રીતે કાળા થાય છે. અઠવાડિયામાં એકવાર આવું કરો અને જુઓ કે તમારા વાળ કેવા ખીલી જાય છે.

૧૦. દેશી ઘી થી માલિશ કરો :

મિત્રો તમે ગામડાના વૃદ્ધોને હંમેશા માથા પર દેશી ઘી થી માલિશ કરતા જોયા હશે. એવું એટલા માટે કારણ કે ઘી થી માલિશ કરવાથી ત્વચાને પોષણ મળે છે. દરરોજ શુદ્ધ ઘીથી માલિશ કરીને વાળના સફેદ થવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

૧૧. નારિયેળનું તેલ અને લીંબુ :

જો તમારા વાળ પણ સફેદ થઈ રહ્યા છે તો નારિયેળના તેલમાં થોડા ટીપા લીંબુનો રસ ભેળવી લો અને આ તેલથી માથા પર માલિશ કરો. તમારા વાળ કાળા પણ થશે અને એમાં ચમક પણ આવી જશે.