તમારે વારંવાર બીજા પાસે રૂપિયા ઉધાર લેવા પડે છે, તો અજમાવો આ ઉપાય, જીવનમાં કોઈની પાસે હાથ ફેલાવવા નહીં પડે

0
1857

મિત્રો, જો વાત પૈસાની આવે તો દરેક વ્યક્તિને પૈસાની જરૂર પડે છે. પૈસા વગર આધુનિક જમાનામાં જીવન પસાર કરવું ઘણું મુશ્કેલ થઇ જાય છે. અને મધ્યમવર્ગના લોકો માટે તો પૈસાનું મેનેજમેન્ટ કરવું એકદમ અઘરું થઇ ગયું છે. એમના માટે ઘરમાં બે છેડા ભેગા કરવા એ ખરેખર મુશ્કેલ બની જતું હોય છે. ઘણીવાર તો એક સમસ્યાથી છુટકારો ન મળે ત્યાં બીજી સામે જ ઉભી હોય છે. અને લગભગ દરેક વ્યક્તિની સમસ્યાનો એક જ ઉપાય છે અને તે છે પૈસા.

એવું નથી પૈસા જ બધું છે. પણ જો વ્યક્તિ પાસે પૂરતા પૈસા હોય તો તે ઘણું બધું કરી શકે છે. ઘણી વાર એવું પણ થાય છે કે, લોકો જોડે પૈસા નથી હોતા પણ તે છતાંપણ તેમણે અમુક કામ કે પ્રસંગ જે કરવા પડે એ તો કરવા જ પડે છે. એવા સમયે એક જ ઉપાય એવો હોય છે જે વ્યક્તિ અજમાવે છે, અને એ છે બીજા પાસેથી પૈસા ઉધાર લેવા.

આમ તો જયારે કોઈ વ્યક્તિ ઉધાર પૈસા લઇ આવે અને પોતાનું કામ પૂરું કરે પછી એ પૈસા પાછા આપવા માટેની ગોઠવણ કરી દે છે. પણ કોઈક વાર એવું પણ બને છે કે, તેની પાસે પૈસા નથી હોતા અને એ આપવાનો સમય આવી જાય છે. એવા સમયે તેને વધુ તકલીફ થાય છે. પછી ઘણીવાર વ્યક્તિ એ એક ઉધાર ચુકવવા માટે બીજા પાસેથી ઉધાર લઈને ચૂકવતો હોય છે. પણ આ કોઈ સરળ રસ્તો નથી.

જો તમને પણ આવી તકલીફ અવારનવાર થતી હોય તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ એકદમ સરળ ઉપાય, જેમાં તમારે બહુ ખર્ચો પણ નથી કરવાનો. અને એનાથી તમારી સમસ્યાનું સમાધાન થઇ શકે છે. તો આવો જાણીએ શું ઉપાય કરવાનો છે.

જો તમારી પુષ્કળ મહેનત પછી પણ તમારી પાસે પૈસા ભેગા નથી થઇ રહ્યા, અને વારંવાર બીજા કોઈ પાસેથી ઉધાર માંગવા પડે છે, તો તમારે આ એક સરળ ઉપાય કરવાનો છે. એના માટે તમારે ઘરના મુખ્ય દરવાજાની ડાબી અને જમણી બંને તરફ લીલા રંગના ગણપતિની મૂર્તિ અથવા ફોટો લટકાવવાનો રહેશે.

મિત્રો, તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, જો તમે ક્યારેય પૈસા ઉધારમાં લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે પૈસા બુધવારના દિવસે જ લેવા જોઈએ. અને જો કોઈ દેવું ઉતારવા માંગો છો અને પૈસા પરત કરવા માંગો છો, તો તમારે એ કામ મંગળવારના દિવસે કરવું જોઈએ. તેમ મંગળવારના દિવસે નજીકના હનુમાનજીના અથવા મહાદેવના મંદિરમાં જઈને લાલ મસુરની દાળ અર્પણ કરો.

તેમન જો તમે એવું ઈચ્છો છો કે, ફરીથી તમારે ક્યારેય પણ કોઈની પાસે પૈસા માંગવા ના પડે, અને તમને સારી કમાણી થાય તો તમારે દિવસમાં બે વાર કીડીઓને લોટ અને ખાંડ મિક્સ કરીને ખવડાવવું જોઈએ. જો દરરોજ આ કામ ના કરી શકો તો તમે તમારા ઘરના સારા પ્રસંગોમાં અથવા તો સારી તિથિઓના દિવસે પણ આ કામ કરી શકો છો. આમ કરવાથી તમને તત્કાળ દેવામાંથી મુક્તિ મળશે અને ભવિષ્યમાં તમારે કોઈ જોડેથી પૈસા લેવાની જરૂરત નહિ રહે.

જો કોઈ વ્યક્તિનું દેવું વધારે થઇ ગયું હોય, અને ચૂકતે કરવામાં મુશ્કેલીઓ આવી રહી હોય, તો તેવા વ્યક્તિઓ માટે આ એક સચોટ ઉપાય છે. તમે દર બુધવારે ગણપતિ સ્ત્રોતનો પાઠ કરો, અને સાથે સાથે મગ બાફીને તેમાં ઘી ઉમેરીને એ વાનગી ગાયને ખવડાવો. આ ઉપાય કર્યાના થોડા જ સમયમાં તમને ફરક દેખાવા લાગશે.