આ પાંદડાનું સેવન કરતા દરેક લોકો એક વાર જરૂર વાંચો આ સમાચાર, 90 % લોકો નહિ જાણતા હોય આના ફાયદા

0
5175

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને પત્તર વેલિયાના પાનના અદભુત ફાયદા જણાવશું. (પત્તર વેલિયાના પાન એટલે પાતરા બનાવવા વપરાતા પાન જેને અળવી, અરબી, અરુઇ, Taro Root થી પણ ઓળખવામાં આવે છે.)

આપણા માંથી લગભગ દરેકે અરબીનું શાક જરૂર ખાધું હશે. ભારતના દરેક રાજ્યોમાં અરબી ખાવામાં આવે છે. આ પાનમાં વિટામિન, પોટેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન, આયરન વગેરે મહત્તવના પોશાક તત્વો હોય છે. તે આપણા શરીરને શક્તિ આપે છે. અરબીમાં ફાઈબરનું પ્રમાણ વધારે અને કેલેરીની પ્રમાણ ઓછું હોવાને કારણે, એ વજન ઘટાડવાનું કામ પણ કરે છે. આવો તમને અરબીના બીજા કયા કયા ફાયદા છે એના વિષે વૈદિકવાટિકા દ્વારા જણાવીએ.

તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે અરબી ઠંડી, ભૂખને વધારવા વાળી, શક્તિ વધારનારી તેમજ માતાઓમાં શિશુ માટે દૂધ વધારવા વાળી હોય છે. આનું સેવન કરવાંથી પેશાબ વધારે માત્રામાં થાય છે. તેમજ કફ અને વાયુની વૃદ્ધિ થાય છે. અરબીના પાંદડાનું શાક વાયુ તેમજ કફ વધારે છે. એના પાંદડામાં ચણાનો લોટ લગાવી બનાવેલ પકવાન એટલે કે પાતરા સ્વાદિષ્ટ અને મનોહર હોય છે. અરબીના ફળમાં ધાતુવૃદ્ધિની પણ શક્તિ હોય છે. પણ તેનું વધારે માત્રામાં સેવન ઉચિત નથી. કારણ કે અતિ સર્વત્ર વર્જ્યતે.

તમારા માંથી ઘણા બધાએ અરબીના શાકનું સેવન તો કર્યુ જ હશે, આ શાક મોટાભાગે દરેક ઘરમાં બનતું જોઈ શકાય છે. પણ શું તમે જાણો છો કે અરબીના પાંદડા પણ તમારા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. મોટેભાગે લોકો તેનું સેવન પકોડા બાનવીને કે પાતરા બનાવીને વધારે કરે છે.

જણાવી દઈએ કે અરબીના પાંદડામાં વધારે પ્રમાણમાં વિટામિન એ, બી, સી તેમજ કેલ્શિયમ, પોટેશિયમ, એન્ટી-ઓક્સીડેન્ટ વગેરે મળી આવે છે. અને આ દરેક વસ્તુ તમારા શરીર માટે ધણું ફાયદા કારક છે. અરબીના પાંદડાનું શાક ખાવામાં ઘણુ સ્વાદિષ્ટ લાગે છે. પણ આદિવાસીઓના જણાવ્યા અનુસાર અરબીનું ક્યારેય પણ કાચી અવસ્થામાં સેવન કરવું જોઈએ નહિ.

આવો જાણીએ અરબીના 14 ચમત્કારિક ફાયદા.

૧) સાંધાનો દુ:ખાવો :

મિત્રો જો તમે પણ સાંધાના દુઃખાવાથી પરેશાન છો, તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે રોજ અરબીના પાંદડાનું સેવન કરવું જોઈએ. એનાથી સાંધાના દુ:ખાવામાં ઘણી રાહત મળે છે.

૨) શરીર પર દાણાંથી પરેશાન :

જો તમારા માંથી કોઈના શરીર પર દાણા થઇ ગયા હોય, તો તમે અરબીના પાંદડાંનો ઉપાય અજમાવો. એના માટે અરબીના પાંદડાને બાળી તેની રાખને નારિયેળના તેલમાં મિક્ષ કરીને શરીર પર લગાવો. તમને ફાયદો દેખાવા લાગશે.

૩) તણાવ દૂર કરવામાં મદદગાર :

અરબીમાં સોડિયમની સારી માત્રા રહેલી હોય છે. એના સિવાય તે પોટેશિયમ અને મેગનેશિયમના ગુણોથી ભરપૂર છે. જેના કારણે બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. સાથે જ તે તણાવ દૂર કરવામાં પણ મદદગાર છે.

૪) કિડની, માંસપેશિઓ અને શરીરની નસો :

અરબીમાં રહેલા ગુણ ચહેરા સંબંધિત સમસ્યાને દુર કરે છે. સાથે જ તમારી ત્વચા પર પડેલી કરચલીઓને પણ દૂર કરે છે. અરબી ખાવાથી કિડની, માંસપેશિઓ અને શરીરની નસો બધું સારી રીતે કામ કરે છે. તેમજ એમાં રહેલું પોટેશિયમ શરીરમાં નબળાઈ નથી આવવા દેતું.

૫) ચહેરા પરની કરચલીઓ :

અરબી ત્વચાના સૂકાપણા અને કરચલીઓને દૂર કરે છે. તેમજ જો સૂકાપણું આંતરડામાં હોય કે શ્વાસનળીમાં અરબી ખાવાથી તેમાં લાભ થાય છે.

૬) હૃદય રોગમાં અકસીર :

જણાવી દઈએ કે હૃદય રોગના દર્દીએ અરબીનું શાક રોજ ખાવાથી લાભ થાય છે.

૭) ટ્યુમરમાં મળે રાહત :

જો કોઈને ટ્યુમર છે, તો તેઓ અરબીના પાંદડાની ડાળખીને પીસીને લેપ કરો. એનાથી ટ્યુમરમાં લાભ થાય છે.

૮) બ્લડપ્રેશર નિયંત્રિત કરે :

બ્લડપ્રેશરના રોગીઓએ રોજ પોતાના ખોરાકમાં અરબીનો પ્રયોગ કરવો જોઈએ. અરબી બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે. અરબી ડાયાબિટીસના રોગીઓ માટે પણ ફાયદા કારક હોય છે.

૯) ડિપ્રેશનથી બચાવે :

જાણકારી માટે જણાવી દઈએ કે અરબી તમને ડિપ્રેશનથી બેચાવે છે. એનાથી તમને સારી ઊંઘ પણ આવે છે.

૧૦) પેશાબની બળતરા દુર કરે :

અરબીના પાંદડાનો રસ 3 દિવસ સુધી પીવાથી પેશાબની બળતરા મટી જાય છે.

11) માં અને બાળક માટે ફાયદાકારક :

અરબીનું શાક ખાવાથી દૂધપાન કરાવતી માતાઓમાં દૂધની માત્રા વધે છે.

12) રક્તપિત્ત :

રક્તપિત્તના રોગીઓ માટે અરબીના પાંદડાનું શાક લાભકારી નીવડે છે.

13) ફોડા-ફૂંસી :

અરબીના પાંદડાની દાંડી સળગાવી તેની રાખ તેલમાં મિક્ષ કરી લગાવવાથી ફોડા-ફૂંસી મટી જાય છે.

14) કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે :

તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે હૃદયની બીમારીઓથી બચવા માટે અરબીના શાકનું સેવન કરવું જોઈએ. એમાં ઓછી ચરબી અને ઓછું કોલેસ્ટ્રોલ હોય છે. તેમજ એમાં વિટામિન ઈ અને ફાઈબરની વધારે માત્રા હોવાથી એ હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખે છે.

નોધ :- આ વાતોનું ધ્યાન રાખવું.

જેમને ગેસની સમસ્યા હોય, ખાંસી અને ઘૂંટણમાં દુઃખાવો હોય એમના માટે અરબીનો વધારે માત્રામાં ઉપયોગ હાનિકારક થઇ શકે છે. ધ્યાન રાખો કે હંમેશા અરબીને ઓછા તેલમાં બનાવવું જોઈએ. અરબીને તમે ફ્રાય કરીને ખાઈ શકો છો. પણ અરબીને કયારેય કાચી ખાવી જોઈ નહીં.