પાણી સાથે 1 અઠવાડિયામાં ક્રેડિટ કાર્ડ જેટલું પ્લાસ્ટિક પી રહ્યા છો તમે, એક રિસર્ચમાં થયો ખુલાસો.

0
698

પાણી વગર મનુષ્યના જીવનની કલ્પના નહિ કરી શકાય. પણ શું તમે જાણો છો કે પાણી મારફતે તમારામાં દર અઠવાડિયે એક ક્રેડિટ કાર્ડ જેટલું પ્લાસ્ટિક તમારા શરીરમાં દાખલ થઇ રહ્યું છે. એક રિપોર્ટમાં કરાયેલા દાવાનું માનીએ તો 7 દિવસની અંદર તમારા શરીરમાં લગભગ 5 ગ્રામ પ્લાસ્ટિક જાય છે. અને એનો સૌથી મોટો સ્ત્રોત બોટલબંધ અને નળમાંથી આવતું એ પાણી પણ છે, જેમાં પ્લાસ્ટિકના નાના નાના કણ મળી આવે છે.

વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF) માં પ્રકાશિત એક રિપોર્ટમાં પાણીમાં પ્લાસ્ટિક હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ યુનિવર્સીટી ઓફ ન્યુકૈસલ અને ઓસ્ટ્રેલિયા સહિત આખી દુનિયામાં થયેલી 52 શોધો પર આધારિત છે. ડબ્લ્યુડબ્લ્યુએફની ઇન્ટરનેશનલ ડાયરેક્ટર જનરલ માર્કો લૈંબરટિનીએ જણાવ્યું કે, પ્લાસ્ટિકથી ન ફક્ત મહાસાગર પણ આપણે મનુષ્યો પણ દુષિત થઇ રહ્યા છે.

દર વર્ષે 250 ગ્રામથી વધારે પ્લાસ્ટિક :

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આપણા શરીરમાં દર અઠવાડિયે પ્લાસ્ટિકના લગભગ 2000 નાના કણ પ્રવેશ કરે છે. દર મહિને આપણે લગભગ 21 ગ્રામ પ્લાસ્ટિક પી જઈએ છીએ. જયારે એક વર્ષમાં લગભગ 250 ગ્રામથી વધારે પ્લાસ્ટિક આપણા શરીરમાં દાખલ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે પહેલી વાર કોઈ રિપોર્ટમાં પાણીમાં પ્લાસ્ટિક હોવાની વાત સામે આવી છે.

આ કારણે પણ પી રહ્યા છીએ પ્લાસ્ટિક :

યુનિવર્સીટી ઓફ ન્યુકૈસલ અને ઓસ્ટ્રેલિયાના શોધકર્તાઓ મનુષ્યના શરીરમાં પ્લાસ્ટિક હોવા પાછળ બીજી પણ ઘણી વસ્તુઓને જવાબદાર માને છે. એમાંથી એક કારણ સમુદ્રમાં રહેવાવાળી શૈલફિશ પણ છે, જેને ખાવાને કારણે શરીરમાં પ્લાસ્ટિક જઈ રહ્યું છે. એના સિવાય બિયર અને મીઠામાં પણ પ્લાસ્ટિક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

અમેરિકામાં આટલું પ્લાસ્ટિક ખાઈ રહ્યા છે લોકો :

શોધમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકામાં 130 માઇક્રોન કરતા પણ નાના લગભગ 45,000 પાર્ટિકલ્સ દર વર્ષે મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે. અહીં નળના પાણીમાં ઘણું વધારે પ્લાસ્ટિક ફાઈબર હોય છે. જોકે યુનિવર્સીટી ઓફ ઈસ્ટ અંગાલિયાના પ્રોફેસર એલેસ્ટર ગ્રાંટે એજન્સી ફ્રાંસ પ્રેસને કહ્યું કે, “પાણીમાં પ્લાસ્ટિક હોવાની વાત સાબિત થઇ ચુકી છે, પરંતુ મને લાગે છે કે એનાથી માણસોના સ્વાસ્થ્ય પર ઘણો વધારે ફરક પડશે.”

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.