આ સરળ રીતે તમે પણ ખીલને દૂર કરી શકો છો, જાણો કેવી રીતે.

0
783

મિત્રો આપણા શરીરમાં હોર્મોન બદલવાના કારણે ખીલની સમસ્યા થાય છે. આમ તો આ સમસ્યા યુવાઓમાં વધારે જોવા મળે છે. પણ હવે આ સમસ્યા ફક્ત એમના પુરતી નથી રહી. વધતા જતા પ્રદુષણ, અનિયમિત ખાન-પાન, તણાવ અને નશાની આદતના કારણે આ સમસ્યા દરેક ઉંમરમાં લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે.

અને આનાથી મહિલા કે પુરુષો કોઈપણ બચી શક્યું નથી. અને પુરુષો આનાથી છુટકારો મેળવવા માટે બજારમાં મળતા ઉપાયનો ઉપયોગ કરે છે. તો મિત્રો, તમને એ વાત જણાવી દઈએ કે, તમારા ઘરમાં જ એવા ઉપાય રહેલા છે, જેનાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તો આવો જાણીએ પુરુષોના માટે ખીલ દૂર કરવાના ધરેલું ઉપચાર વિષે.

લીંબુનો રસ :

જેવું કે તમે જાણો છો કે પુરુષોની ત્વચા મહિલા કરતા થોડી કડક હોય છે. તો એ કારણે આના ઉપાય પણ મહિલા કરતા અલગ હોય છે. જણાવી દઈએ કે, પુરુષો માટે ખીલ દુર કરવા માટે લીંબુનો રસ ખુબ ફાયદાકાર હોય છે. લીંબુ ચહેરા પરના એક્સ્ટ્રા ઓઈલને ખેંચી લે છે. લીંબુના રસમાં ચાર ગણું ગ્લિસરીન મિક્ષ કરીને ચહેરા પર ઘસવાથી ખીલ સારા થઇ જાય છે.

લસણનું સેવન :

જાણકારી માટે જણાવી દઈએ કે, સવારે ખાલી પેટ રોજ લસણની 2-3 કળી 2-3 મહિના સુધી ખાવાથી રક્ત શુદ્ધ થઇ જાય છે, જેનાથી ખીલ નથી થતા. સાથે કાચા લસણની કળીને પીસીને તેને દિવસમાં 3-4 વાર ખીલ પર લગાવવાથી પણ લ થવાનું બંધ થઇ જાય છે. એનાથી ચહેરાની ત્વચાના કાળા નિશાન પણ મટે છે.

તજ અને મઘનો લેપ :

કદાચ તમને ખબર નહી હોય કે, તજ અને મઘનો લેપ પુરુષોના ખીલ માટે જાદુનું કામ કરે છે. બે અઠવાડિયા સુધી આનો નિયમિત ઉપયોગ ખીલને દૂર કરી દે છે. આને લગાવવા માટે ત્રણ મોટી ચમચી મધ અને એક મોટી ચમચી તજ પાઉડર મિક્ષ કરીને લેપ તૈયાર કરી લો. ઊંઘવાના પહેલા આ લેપને ખીલ પર લગાવો અને સવારમાં આને નવશેકા પાણીથી ધોઈ લો.

શાહજીરુંનો લેપ :

મિત્રો, શાહજીરૂના લેપનો પ્રયોગ કેટલાક દિવસ સતત કરવાથી પુરુષોના ચહેરા પરથી ખીલ દૂર થઇ જાય છે. આના માટે વિનેગારમાં શાહજીરુંને પીસીને એનો લેપ બનાવો અને આને રોજ ઉંઘતા પહેલા પોતાના ખીલ અને પુરા ચહેરા પર ઘસો. બીજા દિવસે સવારે આને પાણીથી સાફ કરી દો. આ પ્રયોગને કેટલાક દિવસ સતત કરવાથી ચહેરા પર ખુબ પ્રભાવ પડે છે.

જાયફળનો પ્રયોગ :

જ્યારે પણ તમને ખીલ થાય ત્યારે દૂધમાં એક ચમચી જાયફળ(પીસેલું) અને ચોથો ભાગ કાળા મરી(પીસેલા) મિક્ષ કરીને લેપ તૈયાર કરી લો. હવે પુરુષો આ લેપને ખીલ પર લગાવો. આ મિશ્રણ એકદમ જાદુઈ અસર દેખાડે છે. આ લેપથી ખીલ હાર્ડ નહિ થાય અને દવાઈ જાય છે, અને ખીલ વગર કોઈ નિશાનીથી ગાયબ થઇ જાય છે.

કાળા મરી અને ગુલાબ જળનો લેપ :

જણાવી દઈએ કે, કાળા મરી ખીલને દૂર કરવામાં અસરકાર હોય છે. આનાથી ખીલ અને કરચલીઓ સાફ થઈને ચહેરો ચમકવા લાગે છે. આના માટે કાળા મરીને ગુલાબ જળમાં પીસીને રાત્રે ચહેરા પર લગાવીને સવારે ગરમ પાણીથી ધોઈ લો.

કાચા દૂધનો ઉપયોગ :

ખીલ થવા પર પુરુષોએ રાત્રીના સમયે ઉંઘતા પહેલા કાચું દૂધ ચહેરા પર ઘસવું જોઈએ, અને સવારના સમયે ઉઠીને ચહેરાને સારી રીતે ધોઈ લેવું જોઈએ. આનાથી ખીલ જલ્દી નીકળી જાય છે.

દહીં અને કાળી ચીકણી માટીનું ફેસ પેક :

પુરુષ માટે ખીલની સમસ્યાઓથી બચવાનો અન્ય એક ઉપાય છે દહીં અને કાળી ચીકણી માટીનો ફેસ પેક. આના માટે તમે દહીંમાં કાળી ચીકણી માટીને મિક્ષ કરી લો, અને આને પોતાના ચહેરા પર લગાવો. એ સુકાઈ જાય એટલે એને ધોઈ લો અને આ પ્રકારની પ્રક્રિયા કેટલાક દિવસ કરવાથી ખીલ દૂર થઇ જાય છે.