આ કીટથી તમે પણ તમારી બાઈકને પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બન્નેથી ચાલતી બનાવી શકો જાણો બધુજ

0
5680

મિત્રો, આ આર્ટીકલ અમે એટલા માટે લાવ્યા છીએ કે તમે તમારી જૂની જ પેટ્રોલ બાઈક ને ઇલેક્ટ્રિક અને પેટ્રોલ બન્ને થી ચાલનારી હાઈબ્રીડ બાઈક બનાવી શકો છો આ આર્ટીકલ માં રીત અને ખર્ચો બધું જ કહીશું સાથે એકવાત યાદ રાખજો કે કોઈ બાઈક ખરીદો છો ત્યારે સાથે ઇંધણ નથી આવતું ઇંધણ તમારે સમયે સમયે પુરાવવું પડે છે એટલે એ ખર્ચો એકસાથે નથી થતો એટલે સમજતા નથી કે એ મોંઘુ છે પણ ઇલેક્ટ્રિક મા પહેલા જ ઇંધણ મીન્સ બેટરી ના પૈસા આપવા પડે છે પણ તે લાંબા ગાળે સસ્તું છે એ સમજવું થોડું અઘરું છે.

હાલમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રી દુનિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી બનવા જઈ રહી છે. હાલમાં ઇલકેટ્રીક વાહનો બનાવવા પર કંપનીઓ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અને વૈશ્વિક બજારમાં ઘણી કંપનીઓએ પોતાના ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કર્યા છે. ઘણા બધા દેશોમાં તમે ઇલેક્ટ્રિક કાર અને બાઈક મોટી સંખ્યામાં દોડતા જોઈ શકો છો. આપણે ત્યાં પણ ઘણા ઇલકેટ્રીક વાહનો લોન્ચ થયા છે, અને બીજા લોન્ચ થવાની તૈયારીમાં છે.

હાલમાં મોટી સંખ્યામાં નોન ઇલેક્ટ્રિક વાહનો રોડ પર દોડી રહ્યા છે. અને આગામી વર્ષોમાં પણ એમનું વેચાણ થોડા અંશે તો ચાલુ રહેવાનું જ છે. પણ જો નોન ઇલેક્ટ્રિક વાહનોને હાઈબ્રીડ અથવા ફુલ્લી ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરવી દેવામાં આવે તો એ ઘણી સારી વસ્તુ કહેવાય. અને હાલમાં એક કંપનીઓ એવી કીટ બનાવીને વેચે છે નોન ઇલકેટ્રીક વાહનોને હાઈબ્રીડ કે ફુલ્લી ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરવી દે છે. એનું નામ છે ગોગોએ1 ડોટ કોમ(gogoa1). આજે અમે તમને એના વિષે થોડી જાણકારી આપવાના છીએ.

આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે તમે તમારી બાઇકને હાઈબ્રીડ અથવા ફુલ્લી ઇલેક્ટ્રિક બનાવી શકો છો માત્ર એક કીટનો ઉપયોગ કરીને. અને તમે આ કંપની પાસેથી એમની પ્રોડક્ટ લઈને તમારો પોતાનો બિઝનેસ પણ ચાલુ કરી શકો છો. એના માટે કંપની તરફથી ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવામાં આવે છે.

આ કંપની હાઈબ્રીડ કન્વર્ઝન કીટ પ્રોવાઈડ કરે છે. જે તમારી બાઈકને હાઈબ્રીડ બનાવી દે છે. મિત્રો, સંપૂણ ઇલકેટ્રીક બાઈકમાં એક લિમિટ હોય છે કે, એમાં એક વખત ચાર્જ કર્યા પછી એને તમે અમુક નિશ્ચિત અંતર સુધી જ ચલાવી શકો છો, જેમાં કે 150, 200, 300 કિલોમીટર. અને તે એમાં લાગેલી બેટરીની કેપેસીટી પર આધાર રાખે છે. અને એમાં વધારે કેપેસીટી વાળી બેટરી વાપરી હોય તો એની કિંમત પણ વધી જાય છે.

જયારે હાઈબ્રીડ વાહનમાં તમે ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ કર્યા પછી એને તમારા રેગ્યુલર ફ્યુઅલ એટલે કે બાઈક વાપરતા હોય તો પેટ્રોલ પર ચલાવી શકો છો. એટલે તમે વધારે અંતર સુધી મુસાફરી કરી શકો છો. એટલે તમારું વાહન નજીકના વિસ્તારમાં ફરવા માટે નહિ પણ લાંબા ટુર માટેનું રહે છે. જણાવી દઈએ કે, ગોગોએ1 ડોટ કોમ કંપની હબ મોટર મેન્યુફેક્ચરિંગ માટે ઓળખાય છે.

આ કંપનીના સીઈઓનું કહેવું છે કે, હબ મોટરનો એક ફાયદો એ છે કે તે મેઇન્ટેનન્સ ફ્રી થઇ જાય છે. એમનું કહેવું છે કે, જે રીતે આપણા ઘરના સીલિંગ ફેનની મોટરને આપણે 10 -12 વર્ષ સુધી સર્વિસ વગર ઉપયોગમાં લઈએ છીએ, એ રીતે એમની હબ મોટરને પણ ઉપયોગમાં મેઇન્ટેનન્સ વગર ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકીએ છીએ. અને એટલા લાંબા સમય પછી મેઇન્ટેનન્સ કરાવ્યા પછી એને આગળ પણ ઉપયોગમાં લઇ શકીએ છીએ.

આ મોટર તમને 17 ઇંચના વ્હીલમાં મળશે અને એમાં ડિસ્ક બ્રેક પણ મળશે, તેમજ તમારી બાઇકમાં જે ચેઇન સ્પ્રોકેટ હોય છે, તેને જ તમે એમાં ફિટ કરી શકો એવી સગવડ આપવામાં આવે છે. એમણે જણાવ્યું કે, તમે એમાં પાછળનું ચેઇન સ્પ્રોકેટ નવું લગાવો તો તમારે એનો આખો સેટ બદલવો પડે એના કરતા તમે જે સેટ તમારી ગાડીમાં છે એનો જ ઉપયોગ કરો. આ મોટર 325 કિલોગ્રામ લોડ કેપેસીટી સહન કરવા માટે બનાવી છે, અને તે એપ્રુવ પણ થઇ ચુકી છે.

આ મોટર હાઈ એફિશિયન્ટ છે અને તે 92% એફિશિયન્સી આપે છે. હાઈ એફિશિયન્ટ હોવાને લીધે ઓછી કેપેસીટી વાળી બેટરીમાં પણ મેક્સિમમ રેન્જ મળી જાય છે. આ મોટરના વોલ્ટેજ 72V છે, અને એના rpm 900 છે. આનો ટોપ સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધીની છે. એની પીકઅપ પણ પેટ્રોલ એન્જીન કરતા સારી જણાવવામાં આવી રહી છે. આ મોટર ગાડીને પાવર આપે છે અને જયારે તમે પેટ્રોલ પર ગાડી ચલાવો છો, તો તે એની બેટરીને ચાર્જ કરે છે.

આ મોટરને કોઈ પણ બાઇકમાં ફિટ કરી શકાય છે, સ્પ્લેન્ડરમાં પણ. આ મોટરનો પાવર 2000W છે. આ મોટર સાથે તમને સૌથી એડવાન્સ કંટ્રોલર આપવામાં આવે છે. જે IP67 વોટરપ્રુફ કંટ્રોલર છે. મોટરનું આઉટપુટ ઓછું હોવા પર આ કંટ્રોલર એને બુસ્ટ કરીને જરૂરી વોલ્ટેજ પૂરું પાડે છે. આમ અલગ અલગ મોડ ઇનબિલ્ટ આપવમાં આવ્યા છે, એટલે કે તમને નોર્મલ મોડ, ઇકો મોડ અને સ્પોર્ટ્સ મોડ મળે છે. જયારે તમને અચાનક વધારે એક્સેલરેશનની જરૂર પડે છે જેમ કે ઓવરટેક કરતા સમયે, તો સ્પોર્ટ્સ મોડ તમને વધારે એક્સેલરેશન આપે છે.

તેમજ આ મોટર રિવર્સ ડ્રાઈવ પણ કરી શકે છે. એટલે કે પાર્કિંગ કરતા સમયે તમને સમસ્યા નહિ થાય. આનું કંટ્રોલર રી પ્રોગ્રામેબલ છે, એટલે એને લેપટોપ સાથે કનેક્ટ કરીને સેટિંગ ચેન્જ કરી શકાય છે. આમાં 2 ટાઈપની બ્રેકીંગ સિસ્ટમ મળે છે. એક લો લેવલ બ્રેકીંગ સિસ્ટમ અને બીજી હાઈ લેવલ બ્રેકીંગ સિસ્ટમ. હાઈ લેવલ બ્રેકીંગ સિસ્ટમમાં જયારે ગાડી ચાલવતા સમયે બ્રેકીંગ દરમ્યાન એનર્જી વેસ્ટ થાય છે એની રિકવરી કરીને એનાથી બેટરીને ચાર્જ કરવામાં કરવામાં આવે છે.

તેમજ આ કંટ્રોલરની મદદથી જયારે ઢાળ ઉતરતા સમયે ગુરુત્વાકર્ષણ બળ બાઈક ચલાવવા માટે ઉપયોગી થાય છે, ત્યારે બેટરીને ચાર્જ કરી શકાય છે. તમે આ કંટ્રોલરમાં એન્ટી થેફ્ટ સિસ્ટમ જોડી શકો છો. આ કીટમાં જે એન્ટી થેફ્ટ સિસ્ટમ આવે છે તે બ્લુટુથ વાળી આવે છે, એટલે તમે બ્લુટુથ વડે મોબાઈલ દ્વારા આને ઓપરેટ કરી શકો છો. એની સાથે થમ્બ થ્રોટલ આપવામાં આવે છે. અને એને બાઇકના એક્સેલરેટરની બાજુમાં સરળતાથી ફિટ કરી શકાય છે, આ ને સરળતાથી ઓપરેટ પણ કરી શકાય છે.

એની સાથે આ કીટમાં DC ટૂ DC કન્વર્ટર આપવામાં આવે છે. જે 72V DC માંથી 12V DC માં પાવર કન્વર્ટ કરે છે. આ કીટમાં ડિસ્ક બ્રેક આપવામાં આવે છે. અને સાથે એને ઓપરેટ કરવા માટે હેન્ડ લીવર આપવામાં આવે છે. જો તમારે હેન્ડ લીવરનો ઉપયોગ નથી કરવો તો ફૂટ માઉન્ટ લીવર સાથે પણ એને જોડી શકાય છે.

હાલના સમયમાં સામાન્ય રીતે ઇલેક્ટ્રિક વાહનોમાં ત્રણ પ્રકારની બેટરીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એક લીડ એસિડ બેટરી, બીજી લિથિયમ આયન બેટરી અને ત્રીજી લિથિયમ આયન ફેરસ ફોસ્ફેટ બેટરી. લીડ એસિડ બેટરી હવે ઓછી ઉપયોગમાં લેવાય છે, કારણ કે એની સાઈઝ અને વજન વધારે હોય છે, તેમજ એને ચાર્જ કરવામાં વધારે સમય લાગે છે. એને આખી રાત ચાર્જિંગમાં મૂકીને તમે દિવસે ઉપયોગમાં લઇ શકો છો. શરૂઆતમાં બીજી ટેક્નોલોજી ન હોવાને કારણે એનો ઉપયોગ થતો હતો. અને હાઈબ્રીડ કીટમાં એનો ઉપયોગ કરવો સારું નથી ગણાતું.

પછી લિથિયમ આયન બેટરીનો ઉપયોગ શરુ થયો, પણ લિથિયમ આયન બેટરીમાં ભારતમાં જે સર્વિસ મળે છે એમાં બેટરીની લાઈફ વધારે નથી મળતી. તેમજ જો એ વ્યવસ્થિત રીતે બનાવવામાં ન આવી હોય, અથવા એમાં કોઈ એક્સિડેન્ટલ ડેમેજ થાય, તો એમાં ધડાકો થઇ શકે છે. એટલે ગોગોએ1 પોતાની કીટમાં લિથિયમ આયન ફેરસ ફોસ્ફેટ બેટરી આપે છે. જેના વિષે કંપની કહે છે કે એની લાઈફ 5 થી 6 વર્ષની હોય છે. અને એ ડેમેજ થાય તો એમાંથી લીકવીડ બહાર નીકળશે પણ એમાં ધડાકો નહિ થાય. એટલે આજની તારીખમાં આ બેટરી સેફ માનવામાં આવે છે.

આ કીટમાં 72V 18 Ahની બેટરી મળે છે. અને એના ટેસ્ટિંગ દરમ્યાન એક વખતના ચાર્જમાં 50 થી 60 કિલોમીટરની રેન્જ મળે છે. અને પછી પેટ્રોલ પર 60 કિલોમીટર ચલાવવા પર બેટરી ફરી ચાર્જ થઇ જાય છે, એટલે ફરી બાઇકને બેટરી પર ચલાવી શકાય છે. અને બેટરીમાં 2 વર્ષની મેન્યુફેક્ચરર વોરંટી આપવામાં આવે છે.

એની સાથે 8 એમ્પીયરનું બેટરી ચાર્જર આપવામાં આવે છે. જે બે થી અઢી કલાકમાં બેટરીને ફૂલ ચાર્જ કરી દે છે. એટલે કે ચાર્જિંગ ટાઈમ ઓછો થયો છે. આ ચાર્જર CCCV એટલે કે કોન્સ્ટન્ટ કરંટ અને કોન્સ્ટન્ટ વોલ્ટેજ વાળું ચાર્જર છે. આ બેટરીને તમે સાઈડમાં ડીકી બનાવીને ફિટ કરી શકો છો. તમારી ગાડીની ડિઝાઇન અનુરૂપ હોય તો એને સીટ નીચે પણ ફિટ કરી શકાય છે. તમે બે બેટરી પણ ઉપયોગમાં લઇ શકો છો.

આ આખી કીટનું એપ્રુવલ પ્રોસેસમાં છે, અને જલ્દી જ તે આરટીઓમાં રજીસ્ટર થઈ જશે, જે રીતે સીએનજી કીટ હોય છે. કીટ રજીસ્ટર થઈ ગયા પછી જો તમે આ કીટનો ઉપયોગ કરીને નવી બાઈક લોન્ચ કરવા માંગો, તો આ કીટને ફરીથી રજીસ્ટર કરાવવાની જરૂર નહિ રહે. એટલે તમે બિઝનેસ કરવા માંગો તો પણ કરી શકો છો.

કંપનીની વેબસાઈટ છે gogoa1.com અને GoGoA1 17inch 2000W Brushless Electric Hub Motor for Electric motorcycle Conversion with optional kit add-on ની કિંમત 44,640 થી 49,290 રૂપિયા સુધીમાં કંપનીની વેબસાઈટ પર મળી રહેશે. જેમાં અલગ અલગ વસ્તુની કિંમત નીચે મુજબ છે.

Hub Motor : 9,990 રૂપિયા

controller :

1. 72v 35A regenerative controller 6,000 રૂપિયા

2. 72v 65A regenerative controller 9,000 રૂપિયા

Throttle :

1. E-bike Throttle : 300 રૂપિયા

2. Thumb Throttle : 900 રૂપિયા

Battery : 72V 18Ah LiFePO4 Battery : 23,000 રૂપિયા

Charger :

1. 72V 5A Lithium ion Charger : 2,550 રૂપિયા

2. 72V 8A Lithium ion Charger : 3,600 રૂપિયા

36-72V DC – 12V DC Convertor 600 રૂપિયા

Hydraulic Disc Brake System 2000 રૂપિયા

Key Switch 200 રૂપિયા

એ સિવાય તમને ત્યાં બીજી કીટ GoGoA1 17inch 3000W Brushless Electric Motorcycle Hub Motor Kit તમને 30,000 થી લઈને 39,000 રૂપિયામાં કંપનીની વેબસાઈટ પર મળી રેહેશે.

એમના દ્વારા ટ્રેનિંગ કેમ્પ પણ ચલાવવામાં આવે છે, જેમાં તમે રજીસ્ટ્રેશન કરીને તેમની ફી ભરીને ટ્રેનિંગ લઇ શકો છો. જેમાં ઉદ્યોગપતિઓ અને ઉદ્યમીઓ માટે તાલીમ, વિદ્યાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમ અને એક દિવસીય કારકિર્દી ગોઠવણી કાર્યક્રમનો સમાવેશ થાય છે. એની જાણકારી તમને કંપનીની વેબસાઈટ મળશે.

આ કીટને કઈ રીતે તમારી બાઇકમાં જોડી શકાય એનો વિડીયો નીચે આપવામાં આવ્યો છે.

જુઓ વિડીયો :