જાનૈયાઓ માટે હવે સરળતાથી બુક કરાવી શકશો ટ્રેન-કોચ જાણો વધુ વિગતવાર

0
474

ભોપાલ : જો તમારે લગ્ન કે બીજા આયોજન માટે તમારા સંબંધિઓ અને મિત્રોને કોઈ બીજા શહેર લઇ જવા હોય, તો આખી સ્પેશ્યલ ટ્રેન બુક કરાવી શકો છો. તેના માટે આઈઆરસીટીસી દ્વારા ઓનલાઈન કે તેમની ઓફીસમાં સંપર્ક કરવાનો રહેશે. ભોપાલથી દર વર્ષે એક ડઝનથી વધુ ટ્રેનો બુક થાય છે. અને જુદી જુદી ગાડીઓમાં ૧૦૦થી વધુ કોચ બુક કરાવવામાં આવે છે. તેના માટે નિર્ધારિત ભાડા કરતા ૩૫ થી ૪૦ ટકા વધુની ચુકવણી કરવી પડે છે. એક ચોક્કસ સુરક્ષા રકમ રેલ્વેના ખાતામાં જમા કરાવવાની હોય છે. જે પાછળથી પાછી મળી જાય છે.

આઈઆરસીટીસી દ્વારા લેવામાં આવતી વધારાની રકમમાં સર્વિસ ટેક્સથી લઈને જીએસટી અને બીજા ટેક્સ રહેલા છે. કોચ કે ટ્રેન બુક કરાવવાની પ્રક્રિયા હવે પહેલા કરતા સરળ કરી દેવામાં આવી છે. જો પ્રોગ્રામ કેન્સલ થાય છે, તો ચુકવણી નિર્ધારિત ટેક્સ કાપીને પરત કરી દેવામાં આવે છે.

તેની સાથે જોડાયેલી વાતો :

૧. પાન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી :

આઈડી પાસવર્ડ બનાવવા માટે વેરીફીકેશન પ્રક્રિયા માંથી પસાર થવું પડે છે. તેના માટે પાન કાર્ડ નંબર જરૂરી છે. એ નોંધ થતા જ મોબાઈલમાં ઓટીપી આવે છે. તેના દ્વારા વેરીફીકેશન થાય છે. ઓટીપી નંબર નાખતા જ આગળની પ્રક્રિયા માટે યુઝર તૈયાર થઇ જાય છે. તે ઉપરાંત તેમાં આધાર કાર્ડ નંબર પણ નોંધાવવાનો હોય છે.

આ છે શરતો :

બુકિંગ થનારી ટ્રેનોમાં ઓછામાં ઓછા ૧૮ અને વધુમાં વધુ ૨૪ કોચ હશે. ટ્રેનમાં ત્રણ એલએલઆર કોચ જરૂરી છે. ઓછા કોચ લેવાથી પણ સુરક્ષા રકમ ૧૮ કોચ જેટલી જ લાગશે. ઓછામાં ઓછું એક મહિનો અને વધુમાં વધુ છ મહિના પહેલા બુકિંગ કરાવવું જરૂરી છે. બુકિંગની તારીખના બે દિવસ પહેલા બુકિંગ કેન્સલ કરાવી શકાય છે. ટ્રેનના કોઈપણ સ્ટેશન ઉપર સ્ટોપ વધુમાં વધુ ૧૦ મિનીટનો રહેશે. ટ્રેનમાં બે સ્લીપર કોચ જરૂરી છે.

૨. આવી રીતે કરવી શકાય છે બુકિંગ :

આઈઆરસીટીસીની વેબસાઈટ ઉપર જઈને એફટીઆર સર્વિસમાં જવું પડશે. આઈડી પાસવર્ડ દ્વારા એને લોગઇન કરવું પડશે. તેમાં આપવામાં આવેલી તમામ મહત્વની માહિતી ભરવાની રહેશે. તારીખ અને બીજી જાણકારી ભર્યા પછી ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે.

આ છે સુરક્ષા રકમ :

૫૦ હજાર રૂપિયા એક કોચ માટે

૯ લાખ રૂપિયા ૧૮ કોચની ટ્રેનનો ચાર્જ.

હોલટીંગ ચાર્જ – ૦૭ દિવસ પછી ૧૦ હજાર રૂપિયા પ્રતિ કોચ વધારાના.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.