ડાયાબિટીસના દર્દી માટે ખાસ : ફક્ત ખાવાનું તેલ બદલીને તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો, ફક્ત એકવાર ક્લિક કરી વાંચી જુઓ.

0
2655

આજકાલ ડાયાબીટીસની સમસ્યા સામાન્ય જેવી થઇ ગઈ છે. ઘણા બાધા લોકોને આ સમસ્યા થઇ ગઈ છે. તો આજે અમે તમને એના એક એવા સરળ ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી ડાયાબીટીસના રોગીઓને ડાયાબીટીસ અને મોટાપો બન્ને માંથી મુક્તિ મળી શકે છે. અને એના માટે તમારે માત્ર નારીયેલ તેલની જ જરૂર રહે છે. આવો જાણીએ સંપૂર્ણ માહિતી શ્રી બલવીર શેખાવતજીના કહેલા વાક્યો દ્વારા. આ માહિતી તમને નહિ તો બીજાને ખાસ ઉપયોગી થઇ શકે છે, તો ખાસ લાઇક, શેર, કોમેન્ટમાં તમારા સ્નેહી જનો કે જેમને ડાયાબીટીસ છે તેમને ટેગ (એમનું નામ) કરવાનું ભૂલશો નહિ.

ડાયાબીટીસ ટાઇપ 2 (Diabetes type 2) માટે ખાસ કરીને બે જોખમ factor રહેલા છે.

  1. Obesity (મોટાપો)

2. Insulin resistance (ઇન્સુલીન રેસિસ્ટન્સ)

નારીયેલ તેલનો ઉપયોગ મોટાપો અને ઇન્સુલીન રેસિસ્ટન્સને ઓછું કરે છે. અને એ નારીયેલ તેલ માંથી મળી આવતા MCT (Medium Chain triglyceride) ને કારણે થાય છે. આવો જાણીએ તેના વિષે.

જણાવી દઈએ કે નારીયેલ તેલમાં ખાસ કરીને ત્રણ પ્રકારના MCT Fat મળી આવે છે.

૧) Caprylic acid

૨) Lauric acid

૩) Capric acid

નારીયેલ તેલમાં જે MCT (MIDIUM CHAIN TRIGLYCERIDE ) મળી આવે છે, તેની સરખામણીમાં બીજા તેલ જેવા કે જેતુનનું તેલ, સરસીયાનું તેલ, સુરજમુખીનું તેલ વગેરેમાં ખાસ કરીને LCT ( LONG CHAIN TRIGLYCERIDE) મળી આવે છે. LCT શરીરમાં ચરબીના રૂપમાં સંગ્રહ થઇ જાય છે. તે રીતે LCT શરીરમાં ચરબી વધારે છે, જો કે MCT શરીરમાં સંગ્રહ ન થઈને જલ્દીથી એનર્જી બનાવે છે. આ પ્રકારે MCT મેટાબોલીજ્મને વધારે છે. જેથી શરીરમાં ચરબીની ખામી આવી જાય છે.

નારીયેલ તેલમાં મળી આવતા કેપ્રિક એસીડ (capric acid) ભૂખમાં પણ ઘટાડો લાવે છે. જે polyphagia (વધુ ભૂખ લાગવી) ને ઓછું કરે છે જે ડાયાબીટીસનું એક મુખ્ય લક્ષણ છે. નારીયેલ તેલ ઇન્સુલીન રેસિસ્ટન્સને ઓછું કરે છે. જો કે ડાયાબીટીસના રોગીઓ માટે ઘણું મહત્વનું છે.

What is Insulin Resistance?  ઇન્સુલીન રેસિસ્ટન્સનો અર્થ :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઇન્સ્યુલીન તમારા લોહીમાં રહેલા ગ્લીકોઝને શરીરની કોશિકાઓમાં લઈને જાય છે. અને ગ્લુકોઝ કોશિકાઓ દ્વારા ઇંધણના રૂપમાં ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે શરીરની Insulin કોશિકા સાથે resistant થઇ જાય છે. તો તે સ્થિતિમાં ભલે કેટલું પણ ઇન્સ્યુલીન લોહીમાં હોય તે ગ્લુકોઝ કોશિકાની અંદર લઇ જવામાં નિષ્ફળ રહે છે અને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. અને તે ડાયાબીટીસનું કારણ બને છે.

નારીયેલ તેલમાં રહેલું MCT ઇન્સ્યુલીન રેસિસ્ટન્સ ઓછું કરે છે. નારીયેલ તેલ ગ્લુકોઝની કોશિકાની અંદર લઇ જવામાં સહાયક છે. આ રીતે તે લોહીમાં ગ્લુકોઝ લેવલને ઓછું કરવામાં ઘણું જ સહાયક હોય છે. જેથી diabetes ને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.

કેવી રીતે કરવો નારીયેલ તેલનો ઉપયોગ? – How to use Coconut Oil?

જણાવી દઈએ કે ખાવા માટે તમે કોઈપણ ઉત્તમ Virgin, Extra Virgin, Cold Pressed નારીયેલ તેલ મળે તો ઘણું જ ઉત્તમ છે. તેને તમે રાંધવા માટે ઉપયોમાં લઇ શકો છો. ખાસ વાત એ છે કે તેનું સીધું જ સેવન કરી શકો છો, કે તેને સલાડ ઉપર લગાવીને ખાઈ શકો છો. કેવી રીતે પણ કરો, દિવસમાં ૧૫ થી ૨૦ મી.લી. તેલનું સેવન મોટાપો દુર કરવા વાળા અને શુગરને દુર કરવા વાળા લોકોએ જરૂર કરવું જોઈએ.

ખાવાનું કુકિંગ ઓઈલ ખુબ જ સરળતાથી મળી જાય છે, જેમ કે તમે ઘરમાં કોઈ વાળ ઉપર નારીયેલ તેલ લગાવો છો તો તેની ઉપર લખેલું હોય છે Edible Oil જેનો અર્થ થાય છે ખાદ્ય તેલ. એટલે તેને ખાઈ શકાય છે. જો Virgin કે cold Pressed મળી જાય તો તે ઉત્તમ છે, નહિ તો તે જ ઉપયોગ કરવાનું શરુ કરી દો.

મિત્રો ડાયાબીટીસના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે એન્ટી ડાયાબીટીસ રસ. ( Anti Diabetic Juice ) માત્ર ૧૫ દિવસમાં પરિણામ જુવો.

આવો તમને ડાયાબીટીસને કંટ્રોલ કરવાના ઘરેલું નુસખા જણાવીએ.

સાથે જ તમે સવાર સવારમાં ખાલી પેટ એક ગ્લાસ ગીલોયનું જ્યુસ પીવો. અને તેની સાથે પાંચ પાંદડા બારમાસીના પણ ખાવ. તેનાથી તમારું શુગર થોડા જ દિવસમાં કંટ્રોલ થઇ જશે.

ડાયાબીટીસ સાથે હદયની તકલીફ :

જણાવી દઈએ કે જે લોકોને ડાયાબીટીસની સાથે હ્રદયની સમસ્યા હોય છે, તે પણ ખચકાયા વગર તેનો ઉપયોગ કરી શકે છે. તેમને તો તેનાથી ડબલ ફાયદો મળશે. Saturated fat થઈને નારીયેલ તેલ Bad Cholesterol LDL ને ઓછું કરે છે અને Good Cholesterol HDL ને વધારે છે. તે શરીરના ઓવરઓલ કોલેસ્ટ્રોલ રેશીઓને ઓછું કરે છે.

એક ખાસ વાત :

તમારા માંથી જે લોકો પાતળા થવા માટે ચરબી વાળું ખાવાનું ઓછું કે બંધ કરી દે છે. તો એ વસ્તુ તેમના માટે ઘણું નુકશાનકારક સાબિત થઇ શકે છે. કારણ કે વિટામીન A, D, E, K તે શરીરમાં ત્યારે કામ કરી શકશે જયારે શરીરમાં જરૂરી ચરબી હશે. જો તમારા શરીરમાં ચરબી જ નહિ હોય તો તે વિટામીન શરીરમાં કોઈ કામ નહિ કરી શકે, અને તેની કમીને લીધે બીજા રોગ પણ તમને ઘેરી લેશે. માટે હેલ્ધી ડાયટ રાખો ન કે ભૂખા રહો.