તમે પણ બની શકો છો પેટ્રોલપંપના માલિક, તો આ રહી એની આખી પ્રોસેસ, જાણી લો કેવી રીતે બનશો

0
1339

પેટ્રોલ પંપ ચલાવવું એ પણ સારો બિઝનેસ ગણાય છે. એના દ્વારા પણ તમે સારી એવી આવક કરી પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવી શકો છો. અને આજે અમે જણાવીશું પેટ્રોલપંપની ડીલરશીપ વિષે. પેટ્રોલ પંપના માલિક બનવા માટે તમારે કઈ કઈ વસ્તુઓની જરૂર છે? તેના માટે સામાન્ય રિક્વાયરમેન્ટ કઈ કઈ છે? એ બધા વિષે આજે અમે તમને જણાવીશું.

એ બધા પહેલા એ જાણી લઈએ કે આપણા દેશમાં કેટલા પેટ્રોલપંપ છે? શું તમને ખબર છે? જો નહિ ખબર હોય તો તમને જણાવી દઈએ કે માર્ચ 2012 માં એના પર એક સર્વે કરવામાં આવ્યો હતો. અને તે સર્વે અનુસાર આપણા દેશમાં કુલ 45,000 પેટ્રોલપંપ હતા. અને વર્તમાન સમયમાં જોવા જઈએ, તો આપણા દેશમાં કુલ 50,000 થી પણ વધારે પેટ્રોલપંપ છે. એટલે હમણાના સમયમાં પેટ્રોલપંપની માંગ વધી રહી છે.

તમારે પણ પેટ્રોલપંપની ડીલરશિપ મેળવવી હોય તો શું કરવું?

તમે પણ પેટ્રોલપંપની ડીલરશીપ લઈ શકો છો. અને જો તમારે એની ડીલરશીપ લેવી છે તો એના માટે તમારે 3 સામાન્ય વસ્તુની જરૂર રહેશે. પહેલું અને મુખ્ય છે એના માટે જગ્યા એટલે કે જમીન. બીજું તમારું શિક્ષણ અને ત્રીજું તમે કેટલું રોકાણ કરી રહ્યા છો. આ ત્રણ વસ્તુ છે તો તમારે તમારી કંપનીનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાયા પછી તમે તેલ કંપનીની વેબ સાઈટ પર જઈને તમે એના માટે એપ્લાઇ કરી શકો છો.

ત્યાં તમે ડીલરશીપ લેવા માટે એપ્લાઇ કરી શકો છો. ત્યાં ઓઇલ કંપની તમારી ડીટેલ ચેક કરશે અને પછી તમને પોતાની કંપની દ્વારા ડાયરેક્ટ એક્સેસ આપી શકે છે. આ માટે સૌથી જરૂરી એ છે કે તમે ભારતીય નાગરિક હોવા જોઈએ.

એની સાથે સાથે તમારી ઉંમર 21 વર્ષ થી 60 વર્ષની વચ્ચે જ હોવી જોઈએ. પહેલા જે નિયમ હતા તેમાં વય મર્યાદા  21 વર્ષ થી 45 વર્ષની વચ્ચે હતી. પણ આ નિયમમાં બદલાવ આવી ગયો છે. અને સીમા વધારવામાં આવી છે.

એના માટે કેટલું શિક્ષણ જરૂરી છે?

તમારે પેટ્રોલ પંપ શરુ કરવું અને તમારો પંપ ગ્રામીણ ક્ષેત્રો રાખવો છે. અને તમે એની ડીલરશિપ માટે એપ્લાય કરો છો, તો તમે એસ.ટી, એસ.સી અથવા ઓ.બી.સી કેટેગરીમાં આવો છો, તો તમારે 10 પાસ હોવું જરૂરી છે. જો તમે ઓપન (જનરલ) માંથી આવો છો, તો તમે 12 પાસ હોવા જરૂરી છે. શહેરી વિસ્તારમાં આની લિમિટેશન ગ્રેજ્યુએટ (સ્નાતક) છે. શહેરમાં તમારે પેટ્રોલ પંપ શરુ કરવું હોય તો તમે સ્નાતક હોવ તો જ અપ્લાઇ કરી શકો છો.

કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ :

પેટ્રોલ પંપ માટે રોકાણ કરવું પણ ખુબ જરૂરી છે. જો તમે ગ્રામીણ વિસ્તારમાં હોવ તો તમારા બેંક એકાઉંટમાં (સેવિંગ/કરન્ટ) ઓછામાં ઓછા 12 લાખ રૂપિયા હોવા જોઈએ. અને જો તમે શહેરી વિસ્તારમાં છો તો તમારા ખાતામાં 25 લાખ હોવા જરૂરી છે.

આ બાબતે એક વાત પર ધ્યાન આપવાનું રહે છે કે, આ રકમ તમારા બેંક એકાઉન્ટમાં હોવી જરૂરી છે. એટલે તમારા ઘરે જે રોકડા અને દાગીના પડેલા છે તેને આમાં ગણવામાં આવશે નહિ. એની સાથે જ તમારો બોન્ડ હોય છે કે શેર વગેરે લાગેલા છે, તેના 60 ટકા જ તમારી સંપત્તિના રૂપમાં ગણવામાં આવશે.

એ પણ જાણવામાં આવ્યું છે કે આ આખી પ્રક્રિયામાં તમારે 50 થી 60 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરવાના રહે છે. પછી તમને 5 ટકા ઓઇલ કંપની આપી દે છે.

પેટ્રોલ પંપ માટે કેવી અને કેટલી જગ્યા જોઈએ?

પેટ્રોલ પંપ શરુ કરવાં માટે તમારી પોતાની જમીન હોવી જોઈએ, અથવા તો તે જમીન લાભ સમય માટે લીઝ પર લેવામાં આવેલી હોય તો ચાલે. સાથે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો જમીન પોતાની છે તો તેના રજિસ્ટ્રી પેપર જેને લીગલ ડોક્યુમેન્ટ કહેવામાં આવે છે, તે તમારે પહેલા જ આપી દેવા પડે છે. અથવા લીઝ એગ્રીમેન્ટ તમારે સબમિટ કરવું જરૂરી છે.

પછી તમારે એ જોવાનું છે કે જો તમારી જમીન સ્ટેટ હાઇવે અથવા નેશનલ હાઇવેની નજીક હોય તો તમારી જમીન 1200 વર્ગ મીટરથી લઈને 1600 વર્ગ મીટર જેટલી હોવી જોઈએ. અને જો શહેરી ક્ષેત્રમાં છે તો 800 વર્ગ મીટર હોવું જરૂરી છે. એના સિવાય આ આખી પ્રક્રિયામાં તમારે જમીન માટે ઘણી વસ્તુની જરૂરત પડે છે.

જેવા કે લીગલ ડોક્યુમેન્ટ જે ઘંઘા માટે રિક્વાયમેન્ટ હોય છે, તે તમારે સબમિટ કરવાની જરૂર છે. અને તમારૂ બેંક એકાઉન્ટ હોય છે તે કરન્ટ હોવું જરૂરી છે. અથવા તમારી કંપનીના નામ પર કરન્ટ એકાઉન્ટ હોવું જરૂરી છે. તેના પછી સોલો પ્રોસપશીપ હોય છે ફ્લેક, જીએસટી વગેરે અને જો ભાગીદાર હોય છે તો ભાગીદારી ફ્લેક અને જીએસટી.

કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું?

આમાં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણા દેશમાં જીએસટી લાગુ થઇ ગયુ છે, એટલે જીએસટીથી લગતા બધા ડોક્યુમેન્ટ તમારે આપવા પડશે. એના વગર તમારું કામ આગળ નહિ વધે.

ઓનલાઈન એપ્લાઇ કેવી રીતે કરવું?

પેટ્રોલ પંપ માટે તમે બે રીતે ઓનલાઇન એપ્લાઇ કરી શકો છો. પહેલી રીતમાં તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ, એસ્સાર, ભારતપેટ્રોલિયમ વગેરેની વેબસાઈટ પર જઈને તમે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકો છો. બીજી રીત એ છે કે ક્યારેક ક્યારેક એવું થાય છે કે જે ઓઇલ કંપની હોય છે તેમને કોઈ ખાસ જગ્યા પર પેટ્રોલપંપની જરૂર હોય છે, તો તેઓ પેપરમાં તેમની એડ (વિજ્ઞાપન) આપે છે. જો તે વિસ્તારની આસપાસ તમારી જમીન છે અથવા જે જમીનની વાત કરે છે તે જમીન તમારી છે તો તમે એપ્લાઇ કરી શકો છો.

જમીન સંબંધિત એક વાત એ છે કે જો તમારી ખેતીની જમીન છે, તો તમારે પહેલા તેને બિનખેતી જમીન કરીને પછી જ તમે અપ્લાઇ કરી શકો છો. આ ખુબ મહત્વની વાતો છે. આ વિષે જો તમારે વધારે જાણકારી જોઈએ તો અથવા તમે ઓનલાઇન એપ્લાઇ કરવા માંગો છો, તો નીચે લખેલ લિંક પર તમે ડાયરેક્ટ ઓનલાઇન રજીસ્ટર કરી શકો છો.

http://www.hindustanpetroleum ડોટ com/retaipetrolpumpdealership

https://www.essaroil.co ડોટ in/franchisees/own-an-essar-fuel-station/apply-online/retail-outlet-franchisee-inquiry.aspx