આ રીતે તમે પણ કરી શકો છો વેનીલાની ખેતી, બજારમાં એની એક કિલોની કિંમત છે લગભગ 40000 રૂપિયા

0
1374

મિત્રો તમે પણ અન્ય વસ્તુઓની જેમ વેનીલાની ખેતી કરીને સારી કમાણી કરી શકો છો. અને આ ફળની ઘણા દેશોમાં માંગ છે. ભારતીય મસાલા બોર્ડના રીપોર્ટ અનુસાર, આખા વિશ્વમાં જેટલી પણ આઈસ્ક્રીમ બને છે, તેમાંથી ૪૦% આઈસ્ક્રીમ વેનીલા ફ્લેવરની હોય છે. અને માત્ર આઈસ્ક્રીમ જ નહિ પણ કેક, કોલ્ડ ડ્રીંક, પરફ્યુમ અને બીજા બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ તેનો ઘણો ઉપયોગ થાય છે.

વેનીલાની માંગ ભારતને બદલે વિદેશોમાં ઘણી વધુ છે. તેથી તેને વિદેશ મોકલવાથી વધુ નફો થાય છે. અને ભારતમાં તેની કિંમત ઉપર-નીચે થતી રહે છે. આજના લેખમાં અમે તમને જણાવીશું કે, કેવી રીતે વિનીલાની ખેતી કરીને કમાણી કરી શકાય છે?

૪૦ હજાર રૂપિયા સુધી દેવા પડી શકે છે :

જાણકારી માટે જાણવી દઈએ કે, ભારતમાં ૧ કિલો વેનીલા ખરીદવા ઉપર તમારે ૪૦ હજાર રૂપિયા સીધી આપવા પડી શકે છે. બ્રિટેનના બજારમાં તેનો ભાવ ૬૦૦ ડોલર પ્રતિ કિલો સુધી પહોચી ગયો છે. ભારતમાં આ સમયે ચાંદી ૪૦,૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાઈ રહ્યું છે. અને વેનીલાની કિમત પણ એની આસપાસ જ છે.

ફળમાંથી મળે છે બીજ :

ભારતીય મસાલા બોર્ડના જણાવ્યા મુજબ, વેનીલા આર્કિડ કુટુંબનો સભ્ય છે. તે એક વેલ છોડ છે, જેનું થડ લાંબુ અને વેલણ આકાર હોય છે. તેની સુગંધિત અને કેપ્સ્યુલ જેવા હોય છે. ફૂલ સુકાવાથી સુગંધિત થઇ જાય છે અને એક ફળમાંથી ઘણા બધા બીજ મળે છે.

વેનીલાની ખેતી કરવા માટે શું જરૂરી છે?

જાણકારી માટે જણાવી દઈએ કે, વેનીલાની ખેતીને હ્યુમિડીટી, છાંયડો અને મધ્યમ તાપમાનની જરૂર રહે છે. અને તમે એવું વાતાવરણ બનાવી શકો છો. તમે શેડ હાઉસ બનાવીને ફુવારા પદ્ધતિથી એવું કરી શકો છે.

એના પાક માટે તાપમાન ૨૫ થી ૩૫ સે. સુધી હોવું સૌથી સારું માનવામાં આવે છે. અને ઝાડમાંથી પસાર થઈને જે પ્રકાશ આવે છે, તે વેનીલાના પાક માટે વધુ સારો માનવામાં આવે છે.

તમારા ખેતરમાં ઘણા બધા ઝાડ કે બગીચા છે. તો તમે ઇન્ટરકોર્પની જેમ ખેતી સરળતાથી કરી શકો છો. અને એ પણ જણાવી દઈએ કે, વેનીલાનો પાક ૩ વર્ષ પછી ઉપજ આપવાનું શરુ કરે છે.

વેનીલાની ખેતી માટે માટી કેવી હોવી જોઈએ?

૧) વેનીલાની ખેતી માટે માટી ભુરભુરી અને જૈવીક પદાર્થોથી ભરપુર હોવી જોઈએ. તમે જાણકાર પાસે તપાસ કરાવીને એ જાણી શકો છો કે તમે ક્યા વિસ્તારમાં વેનીલા ઉગાડવા જઈ રહ્યા છો, ત્યાની માટીની ક્વોલેટી કેવી છે.

૨) વેનીલાની ખેતીમાં પાણી ભરાવું ન જોઈએ.

૩) જમીનની ph ૬.૫ થી ૭.૫ સુધી હોવી જોઈએ. તે પહેલા માટીની તપાસ કરાવી લેવી જોઈએ.

૪) તપાસમાં જો જૈવીક પદાર્થોની ખામી જાણવા મળે તો ગળેલા સડેલા છાણનું ખાતર, અળસિયાનું ખાતર ત્યાં નાખી શકાય છે.

ઉગાડવાની પ્રક્રિયા કઈ છે?

જાણકારી માટે જણાવી દઈએ કે, વેનીલાની વેલ ઉગાડવા માટે કટિંગ કે બીજ બન્નેનો ઉપયોગ કરી શકાય છે. આમ તો બીજનો ઉપયોગ વધુ નથી કરવામાં આવતો, કારણ કે બીજ નાના હોય છે અને ઊગવામાં ઘણો વધુ સમય લાગે છે.

અને એની વેલ ઉગાડવા માટે મજબુત અને સ્વસ્થ કટિંગ પસંદ કરવામાં આવે છે. જયારે વાતાવરણમાં ભેજ હોય ત્યારે તમે તેના કટિંગને ઉગાડી શકો છો. ઉગાડતા પહેલા ખાડા બનાવીને તેમાં સંપૂર્ણ ગળેલ સડેલ ખાતર નાખવામાં આવે છે. કટિંગને માટીમાં દબાવવાની જરૂર નથી હોતી. સહેજ ઉપર બસ થોડા એવા ખાતર અને પાંદડાથી ઢાંકી દેવામાં આવે છે, કટિંગનું અંતર ૮ ફૂટ રાખવામાં આવે છે.

ખેતરમાં એને આધાર આપવા માટે ઝાડ કે ૭ ફૂટ લાંબા લાકડા કે સિમેન્ટના પિલર લગાડવામાં આવે છે. વેલને ફેલાવા માટે તાર બાંધવામાં આવે છે. ખેતરમાં ઉગાડી રહ્યા છો, તો એક એકરમાં ૨૪૦૦ થી ૨૫૦૦ વેલ હોવી જોઈએ.

પાક ઉગાડ્યા પછી શું કરવું?

૧) ખેતરમાં છાણમાંથી તૈયાર ખાતર, અળસિયાનું ખાતર, લીમડા કકે વગેરે નાખતા રહેવું જોઈએ.

૨) ૨ દિવસના અંતરે ફુવારા પદ્ધતિ કે ટપક પદ્ધતિથી પાણી આપવું જોઈએ.

૩) ખેતરમાં એફવાયએમ, છાણનું ખાતર, અળસિયાનું ખાતર વગેરે નાખતું રહેવું જોઈએ.

૪) ૧ કિલો એનપીકે ને ૧૦૦ લીટર પાણીમાં ભેળવીને સ્પ્રે કરવો જોઈએ.

૫) વેલને તાર ઉપર ફેલાવવામાં આવે છે. તેની ઉંચાઈ ૧૫૦ સે.મી. થી વધુ ન હોવી જોઈએ.

૬) ફૂલથી લઈને ફળ પાકવા સુધીમાં ૯ થી ૧૦ મહિનાનો સમય લાગી જાય છે.

૭) વેનીલાને સંપૂર્ણ પકાવવા માટે ક્યુરીંગ, સ્વેટીંગ, ડ્રાઈંગ અને કંડીશનિંગની પ્રક્રિયાથી કાઢવાના હોય છે. ત્યાર પછી વેનીલા તૈયાર થાય છે.