નશા સાથે યોગાનું બન્યું એવું કોમ્બિનેશન કે લોકો થઈ ગયા પાગલ, જુઓ ફોટા

0
555

યોગાની ધૂમ આજના સમયમાં દરેક જગ્યાએ છે, અને જો તમારે ફિટ રહેવું છે તો યોગા શરૂ કરી દો. પણ મિત્રો, જો તેને બિયર સાથે જોડી દેવામાં આવે તો શું થાય? જી હાં, આજકાલ ઘણી જગ્યાઓ પર બિયર યોગા ઘણા પ્રચલિત થઈ રહ્યા છે, જ્યાં લોકો બિયર પી ને પોતાને ફિટ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે.

આમ તો આ ચલણ જર્મનીના બર્લિન શહેરમાં શરુ થયું હતું, જ્યાં બે યોગા ટ્રેનર એમિલી અને જુલાએ મળીને 2016 ની શરૂઆતમાં ‘બિયર યોગા’ ની શરૂઆત કરી હતી, અને જોત-જોતામાં તે ચલણ ઘણા દેશોમાં પસંદ કરવામાં આવી રહ્યું છે.

બિયર યોગાની ફાઉન્ડર એમિલી માને છે કે, આવનારા સમયમાં આ સૌથી લોકપ્રિય ફિટનેસ ટ્રેંડમાંથી એક હોઈ શકે છે. તેમના અનુસાર બિયર યોગા દુનિયામાં સૌથી વધારે પસંદ કરવામાં આવતી વસ્તુઓમાંથી બે વસ્તુઓનું મિશ્રણ છે.

બિયર યોગા કરવા વાળાનું પણ માનવું છે કે, બિયર પીવું અને યોગા કરવા આરામ મેળવવા માટેની સદીઓ જૂની રીત છે. મોટાભાગના લોકો કદાચ એને એટલા માટે પસંદ કરે છે કે, કારણ કે તે યોગનો ફાયદો બિયર સાથે લેવાનું પસંદ કરે છે.

બિયર યોગા દરમિયાન યોગાસન કરતા સમયે ઘૂંટડે ધૂંટડે બિયર પીવામાં આવે છે. તેના અમુક આસનોમાં બિયરની બોટલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બધું મળીને આ યોગાભ્યાસમાં બિયર અને તેની બોટલ સંપૂર્ણ રીતે શામેલ હોય છે. હવે તેઓ બિયર પી ને યોગા કરે છે કે પછી કાંઈ બીજું એ તો ઉપરવાળા જ જાણે.

જુઓ બીજા ફોટા :

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.