યસ બેંકના બીજા ત્રિમાસિકના પરિણામ : 129 કરોડ રૂપિયા નફો, પ્રોવિઝન 11% ઘટ્યું.

0
97

યસ બેંકને થયો 129 કરોડ રૂપિયાનો નફો, જાણો તેના બીજા ત્રિમાસિકના પરિણામ. યસ બેંકે શુક્રવારે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. આ સમયગાળા દરમિયાન બેંકનો નફો 129.37 કરોડ રૂપિયા રહ્યો છે. બેંકની સંપત્તિની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળ્યો છે.

યસ બેંકને ગયા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 600.08 કરોડનું નુકસાન થયું છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેંકનો નફો 45.44 કરોડ રૂપિયા હતો. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના અંતે બેંકની ગ્રોસ નોન-પર્ફોમિંગ એસેટ (એનપીએ) 16.30 ટકા રહી હતી. તે અગાઉના ત્રિમાસિક ગાળામાં 17.30 ટકા હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકની ચોખ્ખી એનપીએ 4.71 ટકા રહી છે. જે પ્રથમ ક્વાર્ટરમાં તે 4.96 ટકા હતી.

source – etmarkets hindi

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં યસ બેંકનુ પ્રોવિઝન વાર્ષિક ધોરણે 11.10 ટકા ઘટીને 1,187 કરોડ રૂપિયા થઈ ગયું છે. જો કે, તે ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર ધોરણે 9.3 ટકા વધ્યું છે. યસ બેંકની ચોખ્ખી વ્યાજ આવક (એનઆઈઆઈ) વાર્ષિક ધોરણે 9.73 ટકા ઘટીને રૂ. 1,973 કરોડ થઈ છે. બેંકની બિન-વ્યાજની આવક વાર્ષિક ધોરણે 25.30 ટકા ઘટીને રૂ. 707 કરોડ થઈ છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકનું ચોખ્ખું વ્યાજ માર્જિન 3.1 ટકા થયું. ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં તે 2.7 ટકા હતું. આવકનો ગુણોત્તર 53.40 ટકાથી ઘટીને 49.30 ટકા થઇ ગયો. શુક્રવારે યસ બેંકનો શેર 4.95 ટકા વધીને રૂપિયા 13.35 પર બંધ થયો હતો.

source – etmarkets hindi

આ માહિતી ઈટીમાર્કેટ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.