વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આ રાશિમાં લાગશે, જાણો તેનો પ્રભાવ.

0
399

જાણો કઈ તારીખે અને કઈ રાશિમાં લાગશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, અને કેવો રહેશે તેનો પ્રભાવ. જ્યોતિષ શાસ્ત્ર અને વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. જ્યારે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે માનવ જીવન પર તેની ઊંડી અસર થાય છે.

વર્ષ 2020 નું છેલ્લું ગ્રહણ 30 નવેમ્બરના રોજ છે. આ એક ચંદ્રગ્રહણ હશે અને તે એક ઉપછાયા ગ્રહણ તરીકે દેખાશે. જ્યોતિષ ગણતરી મુજબ આ ઉપછાયા ચંદ્રગ્રહણ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં રહેશે. વૃષભ રાશિમાં ચંદ્રગ્રહણ હોવાને કારણે તેની અસર વૃષભ રાશિના લોકો પર સૌથી વધારે જોવા મળશે.

ઉપછાયા ચંદ્રગ્રહણ શું હોય છે? સંપૂર્ણ અને આંશિક ગ્રહણ ઉપરાંત એક ઉપછાયા ગ્રહણ પણ હોય છે. ઉપછાયા ચંદ્ર ગ્રહણ એવી સ્થિતિને કહેવામાં આવે છે, જ્યારે ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો ન પડીને તેની માત્ર ઉપછાયા જ પડે છે. તેમાં ચંદ્ર પર એક ઝાંખી છાયા જોવા મળે છે. આ ઘટનામાં પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરવાથી ચંદ્રની છબી ધૂંધળી (ઝાંખી) દેખાય છે. જ્યારે પણ કોઈ ચંદ્રગ્રહણ શરૂ થાય છે, તો ગ્રહણ પહેલાં ચંદ્ર પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરે છે, જેથી તેની છબી થોડી મંદ પડી જાય છે તથા ચંદ્રનો પ્રભાવ મલિન થઈ જાય છે. જેને ઉપછાયા કહે છે. આ દિવસે ચંદ્ર પૃથ્વીની વાસ્તવિક કક્ષામાં પ્રવેશ કરશે નહીં, તેથી તેને ગ્રહણ કહેવામાં આવશે નહીં.

chandra grahan
chandra grahan demo pic – source google

સાદી ભાષામાં કહીએ તો ઉપછાયા ગ્રહણ એટલે કે ચંદ્ર ગ્રહણમાં સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી લાઈનમાં નથી હોતા. પરંતુ એ રીતે હોય છે જેથી પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. તેથી તેને ઉપછાયા ગ્રહણ કહેવાય છે.

ઉપછાયા ચંદ્રગ્રહણની અસર : 30 નવેમ્બરના રોજ થનારા ઉપછાયા ચંદ્રગ્રહણમાં કોઈ પણ પ્રકારનો સુતક કાળ માન્ય રહેશે નહીં. આવી સ્થિતિમાં ગ્રહણ સંબંધિત કોઈ પણ પ્રકારનો પ્રભાવ નહીં પડે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ સમયે લોકોના મન પર તેનો પ્રભાવ પડે છે. ગ્રહણ પર ચંદ્ર પીડિત હોય છે, તેથી આ સમયે તે અશુભ પરિણામ આપે છે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ વૃષભ રાશિમાં રહેશે. જેના લીધે આ રાશિના લોકો પર સૌથી વધુ પ્રભાવ પડશે. આવી સ્થિતિમાં વૃષભ રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).

આ માહિતી અમરઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.