બસ દુર્ઘટના મા ‘દેવદૂત’ બનીને આવ્યો નિહાલ, ગટરમાં અડધી ડૂબેલ બસ માંથી બચાવી જિંદગીઓ

0
1050

યમુના એક્સપ્રેસ વે પર થયેલા બસ અકસ્માત પછી સૌથી પહેલા દેવદૂત બનીને પહોંચેલા નિહાલ સિંહે અકસ્માત પછી બચાવ કાર્ય શરુ કર્યું. એમને પૂછવા પર એમણે આખી બચાવની આખી ઘટના આ રીતે જણાવી. હું ખેતરમાં શૌચ કરવા માટે આવ્યો હતો. ઝરણું નાળા પાસે જ હતું. ત્યારે જ જોરથી અવાજ આવ્યો. લાગ્યું કે નાળામાં કોઈ બસ અથવા ટ્રક પડી છે. હું દોડીને આવ્યો, અને જોયું તો ત્યાં બસ પડી હતી. લોકો બૂમો પાડી રહ્યા હતા. બસ અડધા કરતા વધારે ડૂબી ગઈ હતી. લોકો બહાર નીકળવા માંગતા હતા પણ કાચ લાગેલા હતા. બસ માંથી લોકોનું લોહી બહાર આવી રહ્યું હતું.

હું સમજી શક્તો ન હતો કે શું કરું? મારી પાસે મોબાઈલ પણ ન હતો કે કોઈને ફોન કરીને બોલાવું. હું પાણીમાં ઉતરી ગયો. કાચ તોડ્યો અને બસમાંથી બે-ત્રણ લોકોને બહાર કાઢ્યા. એક જણ પાસે મોબાઈલ હતો, એમાંથી 100 નંબર લગાવી પોલીસને ફોન કર્યો. મેં વિચાર્યું, પોલીસ તો ખબર નઈ ક્યારે આવશે. મારે જ કઈંક કરવું પડશે, નહિ તો લોકો મરી જશે. જેને બહાર કાઢ્યા એમાંથી એક યુવકે મારા પગ પકડી લીધા અને બોલ્યો, મારી પત્ની અને બાળકો અંદર છે, એમને કાઢો, મોડું થશે તો એ લોકો મરી જશે.

હું ભાગીને ગામમાં ગયો, ગામ નજીકમાં જ હતું, લગભગ એક દોઢ કિલોમીટર જેટલું દૂર હતું. મેં ગામમાં જઈને બૂમો પાડી, એટલે બીજા લોકો ભાગીને આવ્યા. અમે બધા ઘટના સ્થળ પર પહોંચ્યા. પોલીસ 10 મિનિટ પછી આવી પણ તેઓ બે જ સિપાઈ હતા, એ પણ શું કરતે? પોલીસ અને એક્સપ્રેસવેની જેસીબી આવી ન હતી. અમારા ગામમાં અમુક લોકો પાસે જેસીબી હતી, તેઓ લઇ આવ્યા. અમે બધા નાળામાં કૂદી ગયા અને બસમાંથી લોકોને બહાર કાઢવા લાગ્યા.

30 મિનિટ પછી છલેસર પોલીસ સ્ટેશન માંથી બીજા પોલીસવાળા આવ્યા. એ પણ અમારી સાથે લોકોને બચાવવામાં લાગી ગયા. અમે ઘાયલો અને મૃતકોને બહાર કાઢ્યા પણ હજુ એમ્બ્યુલન્સ આવી ન હતી. પછી એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધીમાં તો એક કલાક પસાર થઇ ગયો. ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.

એક મહિલા જે ઘાયલ હતી તેના માથા માંથી લોહી વહી રહ્યું હતું, હાથનું હાડકું તૂટી ગયું હતું પરંતુ તે પોતાના ઘા ને ગણકારીને પોતાના પતિ અને બાળકોને શોધી રહી હતી. તેને બહાર કાઢી દીધી હતી અને તે જીદ કરી રહી હતી કે, તેના પતિ અને બાળકોને બતાવો નહિ તો તે હોસ્પિટલમાં નહિ આવે. પોલીસે તેને કહ્યું કે તેના પતિ અને બાળકો હોસ્પિટલમાં જતા રહયા છે.

મૃતકોના સબ નાળા પાસે જ રાખ્યા હતા. તેમને જોઈ કાળજું મોઢામાં આવી જાય તેવું હતું. મેં પહેલી વાર આટલા શબ જોયા હતા. સવારથી ભૂખ્યો હતો, અને બપોરે પણ જમી ના શક્યો. લાશોનું મંજર કદાચ લાંબા સમય સુધી ભૂલી નહિ શકું.

જે ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા તે લોહી લુહાણ હતા. ઘણા લોકો પરિવાર સાથે હતા. તેમને પોતાની ચિંતા હતી નહિ. એક યુવક લાશોના ઢગલામાં પોતાની છોકરીને શોધી રહ્યો હતો. લોહીથી લથપથ લખનૌની એક મહિલા પોતાનાં પતિને શોધી રહી હતી. તેઓ પોલીસને કહી રહ્યા હતા કે, ઘાયલ અને મૃતકોની સૂચિ બતાવો, ત્યાં સુધી કોઈ સૂચિ બની હતી નહિ. હું સૌથી પહેલા પહોંચ્યો હતો આથી લોકો મારી પાસે આવીને પૂછતાં હતા કે, તે કશુ જોયું છે? એક વર્ષની બાળકી છે, લાલ ફ્રોક પહેર્યું છે, હું કશું જણાવી શકતો હતો નહિ. એમની હાલત જોઈ મારી આંખમાં આંસુ આવી ગયા.