મુંબઈના પોશ વિસ્તારમાં છે યામી ગૌતમનું આલીશાન ઘર, જુઓ ફોટા.

0
252

કોઈ આલીશાન મહેલથી ઓછું નથી યામી ગૌતમનું લકઝરી ઘર, જુઓ સુંદર ફોટા. બોલીવુડની સૌથી બોલ્ડ અને સુંદર અભિનેત્રીની યાદીમાં રહેલી યામિ ગૌતમ હવે 32 વર્ષની થઈ ગઈ છે. યામીનો જન્મ 28 નવેમ્બર 1988 ના રોજ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો. યામિ ગૌતમના જન્મ દિવસના વિશેષ અવસર પર અને તમને તેના ઘરના અમુક ખાસ ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ.

આમ તો યામિ મૂળ હિમાચલ પ્રદેશની છે, પરંતુ તે હવે મુંબઈમાં રહે છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સફળ અભિનેત્રી છે. જણાવી દઈએ કે તે મુંબઈના પોશ વિસ્તારમાં રહે છે, જ્યાં તેનો સુંદર ફ્લેટ છે. અને તેના ઘરના ફોટા જોઈ તમે પણ નવાઈ પામી જશો. યામિ એક લકઝરી જીવન જીવે છે અને હંમેશા તેના વૈભવી ઘરના ફોટા ઈંસ્ટાગ્રામ ઉપર શેર કરતી જોવા મળે છે.

જુવો યામિ ગૌતમના વૈભવી ઘરના ફોટા : યામિના ઘરના લીવીંગ રૂમને જુવો તો ત્યાંની દીવાલો પર સુંદર કામ કરવામાં આવ્યું છે, જે આ રૂમની સુંદરતા ઘણી વધારી દે છે. યામિના ઘરની બાલ્કની પણ ઘણી વૈભવી છે, અહિયાં અલગ અલગ પ્રકારના છોડ રાખવામાં આવ્યા છે, જે બાલ્કનીને સુંદર બનાવે છે. યામિના ઘરના પડદા, દીવાલો અને ફર્નીચરમાં સુંદર તાલમેલ જોવા મળે છે. અને દીવાલો પર મોટા મોટા વોલપેંટ પણ લાગ્યા છે, જે ઘરને રીચ લુક આપી રહ્યા છે. યામિના ઘરની દરેક વસ્તુ ઘણી મોંઘી છે. કહેવામાં આવે છે કે ઘરને શણગારવામાં યામિ ઘણો રસ લે છે, અને જયારે પણ ઘરમાંથી શોપિંગ માટે બહાર નીકળે છે, તો કાંઈકને કાંઈક સુશોભનની વસ્તુ જરૂર લઈને આવે છે.

જાણો યામિની કારકિર્દીની યાત્રા વિષે : તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સ્કુલનો અભ્યાસ પૂરો કર્યા પછી યામિએ લો ઓનર્સમાં ગ્રેજયુએશન કરવા માટે કોલેજમાં એડમિશન લીધું હતું. જોકે તેણે અધવચ્ચે જ તે અભ્યાસ છોડી દીધો હતો. કહેવામાં આવે છે કે, ગ્રેજયુએશનમાં અભ્યાસ દરમિયાન તેનું મન અભિનયમાં લાગી ગયું હતું, અને અભિનયની દુનિયામાં તેની કારકિર્દી બનાવવા માટે યામિએ અધવચ્ચે જ અભ્યાસ છોડી દીધો, અને મુંબઈ તરફ નીકળી પડી.

આમ તો યામિ ગૌતમનું લક્ષ્ય આઈએએસ બનવાનું હતું, પરંતુ તેના ભાગ્યને કાંઈક બીજું જ મંજુર હતું. આશરે 20 વર્ષની ઉંમરમાં જ યામિ અભિનય માટે મુંબઈ તરફ નીકળી પડી હતી. અને અત્યાર સુધીની તેની સફર પરથી તેનો આ નિર્ણય સાચો સાબિત થતો જોવા મળી રહ્યો છે, કેમ કે તેની ફિલ્મી કારકિર્દી ઘણી સારી રહી છે. તે અત્યાર સુધીમાં બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

જણાવી દઈએ કે, યામિએ ફિલ્મ વિક્કી ડોનરથી પોતાની બોલીવુડ કારકિર્દીની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં યામિના આપોઝીટ અભિનેતા આયુષ્માન ખુરાના જોવા મળ્યા હતા. ફિલ્મને બોક્સ ઓફીસ ઉપર સારો રીસ્પોસ મળ્યો હતો. ત્યાર પછી યામિએ ક્યારે પણ પાછા વળીને જોયું નથી, અને તેણે માત્ર હિન્દી જ નહિ પરંતુ તેલુગુ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

યામિ ગૌતમ ‘ઉરી ધ સર્જીકલ સ્ટાઇક’ માં પણ જોવા મળી હતી, જેમાં તેના અભિનયની ઘણી પ્રશંસા થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફીસ ઉપર ઘણા રેકોર્ડ તોડ્યા. ત્યાર પછી આયુષ્યમાન ખુરાના અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘બાલા’ માં પણ યામિ એ સુંદર અભિનય કર્યો હતો. આ ફિલ્મ પણ દર્શકોએ ઘણી પસંદ કરી હતી.

યામિએ સનમ રે, બદલાપુર, બત્તી ગુલ મીટર ચાલુ, સરકાર ૩, જુનુનીયત, એક્શન જેક્શન અને કાબિલ જેવી ફિલ્મોમાં પણ ઉત્તમ અભિનય કર્યો છે. ફિલ્મોમાં આવતા પહેલા યામિએ દુરદર્શનના શો ‘ચાંદ કે પાર ચલો’ થી તેના અભિનય કારકિર્દીની શરુઆત કરી હતી.

આ માહિતી ઈન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.