ગુજરાતમાં છે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, એની એક મહિનાની કમાણી જાણીને અચંબિત થઈ જશો તમે

0
2266

મિત્રો એ તો તમે જાણો છો કે ગુજરાતમાં દુનિયાની સૌથી મોટી મૂર્તિ બનાવવામાં આવી છે. અને એનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર પટેલની આ મૂર્તિનું ૩૧ ઓક્ટોબરના દિવસે PM દ્વારા લોકપર્ણ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ નવેમ્બરથી એને પર્યટકો માટે ખોલી દેવામાં આવી છે. આ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિની ઊંચાઈ 182 મીટર છે. આ મૂર્તિને જોવા માટે લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળે છે. અને અહી રોજ પર્યટકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને બીજી ખાસ વાત એ છે કે હવે તો આ જગ્યા પર હેલિકોપ્ટર રાઈડ પણ શરુ કરવાંમાં આવી છે. એને જોવા માટે દરરોજ હજારો પ્રવાસીઓ અહી આવે છે. જો અમે તમને સ્ટેટયુ ઓફ યુનિટીની એક મહિનાની કમાણી વિષે જણાવીશું તો તમે એને જાણીને ચકિત રહી જશો. શુત્રો અનુસાર આ ભવ્ય મૂર્તિને જોવા માટેની ટીકીટથી જ 10 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.

માત્ર નવેમ્બર અને ડિસેમ્બરની કમાણી છે આટલી બધી :

અમે તમને એની કમાણીના આંકડા જણાવીશું તો તમે સાંભળીને દંગ રહી જશો. તેની નવેમ્બર મહિનાની કમાણી 6 કરોડ રૂપિયા થઈ છે, અને એ પછી 20 ડિસેમ્બર સુધીની કમાણી 3.1 કરોડ રૂપિયા થઈ ચૂકી છે. વિશેષજ્ઞોનું માનીએ તો શરૂઆતના મહિનાની આવક 6 કરોડ રૂપિયા થાય એવું અનુમાન હતું. પણ ત્યાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો ગયો અને કુલ આવકમાં વધારો થતો ગયો. એવામાં આપણે જો સરેરાસ આવકની વાત કરીએ તો સ્ટેટયુ ઓફ યુનિટીની આવક 6 કરોડ પ્રતિ માસ થઈ શકે છે.

સ્ટેટયુ ઓફ યુનિટીનો એરિયલ વ્યુ હેલીકોપ્ટરમાં બેસીને જોવાની સુવિધા :

સરકારી આંકડા મુજબ આ  મુર્તિનો બનાવવાનો ખર્ચ લગભગ 3 હજાર કરોડ રૂપિયા થયો છે. તેમજ તેની સંભાળ માટે લગભગ 15 વર્ષનો કરાર કરવામાં આવ્યો છે. એમાં સંભાળ કરવાનો વાર્ષિક ખર્ચ 50 કરોડ છે. મુખ્ય સચિવ જેએન સિંહએ જણાવ્યું કે આ સ્ટેચ્યુનો એરિયલ વ્યુ જોવા માટે હેલિકોપ્ટર જોય રાઈડ શરુ કરવામાં આવી છે, અને તેને પણ સારી પ્રતિક્રિયા મળે છે. જણાવી દઈએ કે મંગળવારે હેલિકોપ્ટરની કુલ 40 રાઈડ થઈ હતી. અને ત્યારબાદ બીજું હેલિકોપ્ટર પણ જલ્દી શરુ કરવામાં આવ્યું. ત્રણ મહિનાના ટ્રાયલ બાદ એપ્રિલ મહિનાથી ટેન્ડર સિસ્ટમ દ્વારા જોય રાઈડ વ્યવસ્થાને સ્થાઈ કરવી દેવામાં આવશે એવું એમણે જણાવ્યું છે.

ત્યાંજ થોડા સમયમાં સી પ્લેનની સુવિધા પણ શરૂ થશે :

સ્ટેચ્યુને જોવા માટે ત્યાં લોકોની ભીડ સતત વધી રહી છે. એ કારણ સર હવે થોડા જ સમયમાં કેન્દ્રીય પર્યટન મંત્રી જે અલફોન્સના જણાવ્યા અનુસાર પર્યટન વિભાગના સચિવ જાનુ દેવે ગુજરાત રાજ્યમાં જ બીજા ચાર પર્યટન સ્થળોની જાહેરાત કરી છે. અ યાદીમાં નર્મદા બંધ, શતરુંજયા, ધરોઈ અને અમદાવાદ રિવર ફ્રન્ટમાં પણ સી પ્લેનની સુવિધા શામેલ કરવામાં આવી છે.

હેલીકૉપ્ટરની મજા લેવા માટે આટલી છે ટિકિટ :

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે અહી હેલીકોપ્ટેર રાઈડને લોન્ચ કરવામાં આવી છે. આ સુવિધામાં તમને 10 મિનિટની હેલીકોપ્ટેર રાઈડ મળશે. એના માટે કિમ્મ્ત છે 2900 રૂપિયા. જેના દ્વારા તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય વૈલી ઓફ ફ્લાવર અને સરદાર સરોવર બંધ પણ જોઈ શકશો. આ હેલીકોપ્ટેરમાં એક સાથે 6 થી 7 લોકો બેસી શકશે.

ટીકીટ બૂકિંગ કરવાં માટે :

જ્યારે આ હેલીકોપ્ટેર રાઈડની સુવિધા શરુ કરવામાં આવી, તો તેના પહેલા દિવસે જ 55 લોકોએ તેની મજા સવારી કરીને મજા માણી હતી. પહેલા તો એક જ હેલીકોપ્ટેર રાખવામાં આવ્યું છે. જો યાત્રીઓ વધારે રહેશે તો બે હેલીકોપ્ટેર કરવામાં આવશે. તેના માટે બુકીંગ હેલિપેડથી જ કરવામાં આવશે કે પછી જો તમે પહેલાથી જ પ્લાન બનાવ્યું છે તો તમે ગુજરાત ટુરિઝમ્સની વેબસાઈટ પર જઈને બુકીંગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે અહી પતંગ મહોત્સવ થયો હતો. અને અહી ટીવીના પપ્રખ્યાત શો તારક મેહતા કા ઉલટા ચશ્માંના કલાકારો પણ આવી ચુક્યા છે. ત્યારબાદ એની પોપ્યુલારીટી વધે અને પ્રવાસીઓનો સંખ્યા હજુ વધારે થાય એવી આશા છે.