ભારતના એન્જીનીયરોની કમાલ જુઓ, “સ્ટૈચ્યુ ઓફ યુનિટી” પછી ભારતમાં જ બનશે દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ

0
3660

ભારતે દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવીને દુનિયામાં પોતાની એક અલગ છબી બનાવી છે. અને હવે સૌથી ઊંચી મૂર્તિ પછી ભારત હવે દુનિયાનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ બનાવી રહ્યો છે. ભારતની ધરતી પર આ પુલ જમ્મુ-કશ્મીરમાં ચેનાબ નદી પર બનાવવામાં આવી રહ્યો છે.

આ પુલને બનાવવાની યોજના છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી, પણ હવે જઈને એણે આકાર લેવાનો શરુ કરી દીધો છે. તેમજ દુનિયાનો સૌથી ઊંચો આ પુલ પોતાની ડીઝાઈન અને આકારને લઈને પણ ઘણા સમયથી ચર્ચામાં છે. મળેલી જાણકારી અનુસાર આ પુલ દિલ્લીના કુતુબ મીનારથી ૫ ગણો ઉંચો હશે, તેમજ આ પુલની ઉંચાઈ પેરિસના એફિલ ટાવર કરતા પણ વધારે હશે.

મિત્રો આ ગગનચુંબી પુલને જમ્મુના રિઆસી જીલ્લામાં ચેનાબ નદી પર બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ એફિલ ટાવર કરતા પણ 35 મીટર ઉચો હશે. એની કુલ લંબાઈ 1.3 કિલોમીટર હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ બન્યા પછી એ વિસ્તાર માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. આ પુલ કટરા અને બનિહાલ વચ્ચેના 111 કિલોમીટરના રસ્તાને જોડશે. આ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ્વે લિંક પરિયોજનાનો ભાગ છે.

ભારતના દુર્ગમ ક્ષેત્રમાંથી એક આ ક્ષેત્રમાં લગભગ 1100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહેલા આ પુલમાં 24,000 ટન પોલાદ (ઉંચી જાતનું લોખંડ) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પુલની ખાસિયત એ છે કે તે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકતા પવનને પણ સહન કરી શકશે. આ પુલ બની ગયા પછી તે ચીનમાં બેઈપૈન નદી પર બનેલા શુઈબાઈ રેલ્વે પુલ (275 મીટર) નો રેકોર્ડ તોડી નાખશે.

જાણકારી માટે જણાવી દઈએ કે આ ખાસ પુલના નિર્માણનું કામ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના કાર્ય કાળમાં ૨૦૦૨ માં શરુ થયું હતું. પણ વર્ષ 2008 માં એને અસુરક્ષિત જાહેર કરી એનુ કામ રોકી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ બે વર્ષ પછી 2010 માં આ પુલનું કામ ફરીથી શરુ કરી દેવામાં આવ્યું. અને હવે આ પુલને નેશનલ પ્રોજેક્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે.

મોદી સરકાર આવ્યા પછી આ પ્રોજેક્ટને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે, અને આ પુલની નિર્માણ કાર્ય ૨૦૧૯ માં પૂરું કરવાં માટે કેન્દ્ર સરકારે આદેશ આપી દીધો છે. ત્યાંના લોકોને પણ એની જ રાહ છે કે આ પુલ વહેલી તકે બની જાય. કારણ કે એનાથી એમની ઘણી સમસ્યાઓ ઓછી થઇ જશે.

પણ આ પુલને આટલી વધારે ઊંચાઈ પર બનાવવામાં દક્ષિણ રેલ્વેને ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી. રેલવેના પ્રશાસનિક અધિકારીઓનું માનીએ તો સૌથી મોટી સમસ્યા અહીની આબોહવાની છે. હિમાલયની રેન્જમાં હોવાને કારણે અહીની આબોહવા ક્ષણભરમાં બદલાઈ જાય છે. ઘણી વધારે ઉંચાઈ પર ઝડપી હવાઓનું ફૂંકાવું ચાલુ જ રહે છે. અને કામ કરવું અત્યંત મુશ્કેલ થઇ જાય છે. અને આ પુલની આસપાસ 250 કિલોમીટરના રસ્તાનું નિર્માણ પણ રેલ્વેએ જ કર્યુ છે. બસ હવે આ પુલ ઝડપથી બની જાય અને ભારત વધુ એક સિદ્ધિ પોતાને નામે કરી લે.