આ છે દુનિયાનું સૌથી નાનું ઘર, અને આની કિંમત છે 2 કરોડ, આની અગાળ તો બંગલો પણ છે ફેલ.

0
2947

મિત્રો, એ તો તમે બધા જાણો જ છો કે, જીવનની મુખ્ય ત્રણ જરૂરિયાત છે રોટી, કપડા અને મકાન. એમાં મકાન એટલે આપણું ઘર. ઘરમાં રહીને આપણે આપણું જીવન પસાર કરીએ છીએ. અને ઘર જ આપણો આશરો હોય છે. અને એક કહેવત પણ ઘણી પ્રખ્યાત છે કે, દુનિયાનો છેડો એટલે ઘર. માણસ ગમે એટલી દુનિયા ફરે, પણ છેલ્લે એને ઘરે જવાની જ ઈચ્છા થાય છે.

અને આખો દિવસ તમે કામ કરીને કંટાળ્યા હોવ ત્યારે મનમાં એક જ વિચાર આવે કે, ઘરે પહોચું એટલે શાંતિ થશે. અને ઘર આપણા દરેકના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. અને દરેક પોતાના ઘર માટે નવા નવા સપના સજાવે છે. કોઈ મોટા લોકો મોટા ઘરનું સપનું જુવે છે, તો કોઈ નાનકડું આશીયાનાનું સપનું જુવે છે.

પરંતુ આજે અમે તમને એક એવા ઘર વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જેને જોયા પછી તમે દરેક પ્રકારના ઘર ના ઘર વિષે વિચારવાનું છોડી દેશો. પોતાનાં સપનાના ઘર માટે બધાની કલ્પના અલગ અલગ હોય છે. એક મોટો બંગલો હોય, જેમાં મોટા મોટા રૂમ હોય, કિચન, બાથરૂમ, સ્ટોર રૂમ અને ઘરની આગળ બગીચો.

પણ જો તમને આ બધી જ સુવિધાએ એક જ રૂમમાં મળી જાય તો? હા, એક જ રૂમમાં કિચન, બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, નાનકડો બાથરૂમ અને એક હાથ પર લોન. જણાવી દઈએ કે આ સંભવ છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ટેનના આ ઘરને દુનિયાનું સૌથી નાનું ઘર માનવામાં આવે છે. પરંતુ આ નાનકડા ઘરની કિંમત સાંભળીને તમે ચકિત રહી જશો. આ ઘરના માલિકે આની એડ પર આ ઘરની કિંમત 2,75,000 બ્રિટિશ પાઉન્ડ જણાવ્યું છે. જે ભારતીય રૂપિયામાં 2 કરોડ કરતા પણ વધારે છે. આ શાનદાર પણ નાનકડા ઘરની કિંમત બંગલા જેટલી છે.

નોર્થ લંડનમાં બનેલું આ ઘર ફક્ત 188 સ્ક્વેર ફૂટમાં બનાવેલુ છે, અને આની ઉંચાઈ 10 ફૂટ છે. આ ઘરનો બહારનો નજારો તમારા ચહેરાની ખુશીને હજુ વધારી શકે એવો છે. અહીંયા સુધી કે આ ઘરમાં તમારી જરૂરિયાતનો બધો સામાન મળી જશે.

2 કરોડમાં લોકો એશો આરામથી ભરપૂર ફ્લેટ અને બંગલો ખરીદવાના સપના જુવે છે. એવામાં દુનિયાના સૌથી નાના ઘરના ખરીદદારને જોવા એ પણ દિલચસ્પ હશે. જોઈએ આનો કોઈ ખરીદદાર મળે છે કે નહિ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.