દુનિયાનો સૌથી લાંબો પ્રયોગ, આટલા બધા વર્ષો પછી બીજમાંથી નીકળ્યા અંકુર.

0
146

કુદરતની અદ્દભુત કરામત, 140 થી વધુ વર્ષનો સમય પસાર થયા પછી બીજમાંથી અંકુર ફૂટ્યા, જાણો સૌથી લાંબા પ્રયોગ વિષે.

લગભગ 142 વર્ષ પહેલા મિશીગન સ્ટેટ યુનિવર્સીટીમાં બીજોને બોટલમાં બંધ કરીને દાટી દેવામાં આવ્યા હતા. અને હવે તેમાં અંકુર નીકળ્યા છે. આ પ્રયોગ દુનિયાના સૌથી લાંબા પ્રયોગ માંથી એક છે, જે આજે પણ ચાલી રહ્યો છે. 1879 માં મુકવામાં આવેલા બોટલબંધ 11 બીજ આ વર્ષે 23 એપ્રિલના રોજ અંકુરિત થયા છે. તે જોઈને યુનિવર્સીટીના વૈજ્ઞાનિક ચક્તિ પણ રહી ગયા અને ખુશ પણ થયા. આવો જાણીએ આટલા લાંબા પ્રયોગ પાછળ હેતુ શું છે? તેનાથી શું પ્રાપ્ત થવાનું છે?

મિશીગન સ્ટેટ યુનિવર્સીટીમાં બોટનીના પ્રોફેસર ડૉ. ડેવિડ લોરી 23 એપ્રિલના રોજ પોતાના વિભાગના બેસમેંટમાં ગયા. ત્યાં તેમણે ચેમ્બરમાં રાખવામાં આવેલી બીટલો જોઈ તો બહારની તરફ થોડી માટી પડી હતી. ધ્યાનથી જોતા તે બીજો માંથી બે પાંદડા વાળા અંકુર નીકળેલ જોવા મળ્યા. પ્રોફેસર લોરીએ જણાવ્યું કે, તે એક રોમાંચક તક હતી.

વર્ષ 1879 માં વનસ્પતિ વિજ્ઞાની વિલિયમ જેમ્સ બીલે મિશીગનના ઈસ્ટ લેન્સિંગ વિસ્તાર અને આસપાસથી કેટલાક બીજ જમા કર્યા. તેમણે તે બીજોને બોટલોમાં માટી સાથે ભરીને મિશીગન સ્ટેટ યુનિવર્સીટીના કેમ્પસમાં એક સિક્રેટ જગ્યા ઉપર છુપાવી દીધું. તે માત્ર એ જાણવા માંગતા હતા કે, શું તે બોટલના બીજ વર્ષો, દશકો કે સદીઓ પછી પણ વિકાસ પામશે કે નહિ.

એપ્રિલ મહિનામાં ડૉ. લોરી અને તેમના ચાર સાથીઓએ તે બોટલોને શોધવાની કામગીરી શરુ કરી. ઘણું શોધ્યા પછી તેમને એક બોટલ મળી. તે લોકોએ બોટલ માંથી માટી કાઢીને એક ચેમ્બરમાં નાખી દીધી. તે દરમિયાન તેને માટીની અંદર 11 બીજ જોવા મળ્યા. એપ્રિલના અંત અને મે ની શરુઆતમાં તેમને માટીની અંદરથી અંકુર નીકળતા દેખાયા.

નવાઈની વાત એ છે કે, તેમાંથી એક નાનો છોડ વિચિત્ર છે. તેના પાંદડા ઉપર રેસા અને ધારદાર કિનારી છે. પ્રો. ડેવિડ લોરીએ જણાવ્યું કે, રેસા અને ધારદાર કિનારી વાળા છોડને છોડીને બાકીના છોડ Verbascum blattaria લાગી રહ્યા છે. તે એક લાંબો છોડ હોય છે, જેની ઉપર ફૂલ ઉગે છે. તેને સામાન્ય રીતે મોથ મુલેન કહેવામાં આવે છે.

આ પ્રજાતિના છોડની શરુઆત વર્ષ 1800 માં ઉત્તરી અમેરિકામાં થઇ હતી. તે ઘણા લાંબા સમય જીવિત રહે છે. પ્રો. લોરીએ જણાવ્યું કે, વિલિયમ જેમ્સ બિલે ઘણી પ્રજાતિઓના છોડના બીજોને સુરક્ષિત રાખ્યા હતા. અમને પાછળથી જે 11 બોટલો મળી છે, તેમાં Verbascum thapsus પ્રજાતિના છોડના બીજ છે. પણ તે વધુ વિકસી ન થઈ શક્યા.

Verbascum blattaria ના બીજ 9 મી બોટલમાં નીકળ્યા હતા. વિલિયમ જેમ્સ બિલ દ્વારા Verbascum blattaria ના 50 બીજોને અલગ અલગ બોટલોમાં રાખવામાં આવ્યા હતા. દર ચાર કે પાંચ દશક પછી આ બોટલો શોધવામાં આવી અને તેમાંથી મોટાભાગના સારી રીતે અંકુરિત થઇ આવ્યા છે. તેનો રેકોર્ડ મિશીગન સ્ટેટ યુનિવર્સીટીના બોટની ડીપાર્ટમેન્ટના રેકોર્ડમાં રહેલો છે.

ડૉ. લોરીએ જણાવ્યું કે, 142 વર્ષ પછી જયારે આ બીજોને સૂર્યનો પ્રકાશ અને ગરમી મળ્યા તો તે ઊંઘ માંથી જાગી ગયા. તેમાં ફરી જીવન ઉત્પન કરવાની ઈચ્છા જાગી અને જુવો હવે આ બીજ એકબીજા સાથે અંકુરિત થઇ રહ્યા છે. તેનો અર્થ છે કે, સદીઓ જુના બીજ પણ પાછા સારી સ્થિતિમાં મળવાથી છોડનું રૂપ લઇ શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.