2000 વર્ષમાં પહેલી વાર લોકોને અહીંયા મળ્યો દુનિયાના અંતનો સંકેત, એનાથી લોકોમાં વધ્યો ડર.

0
955

દુનિયાની શરૂઆત કેવી રીતે થઇ એના વિષે વૈજ્ઞાનિકોએ થીયરી બનાવીને આપણને જણાવી છે. એ પછી આખી દુનિયામાં દુનિયાના અંતને લઈને સમય-સમય પર ઘણી ભવિષ્યવાણી કરવામાં આવી છે. અને એ દરેક ભવિષ્યવાણી ખોટી સાબિત થઇ છે.

જેમ કે આજથી થોડા વર્ષો પહેલા 2012 માં પણ આ જ પ્રકારની એક ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, આ દુનિયાનો અંત થઇ જશે. પણ એ પણ ખોટી પડી અને આજે આપણે જીવિત છીએ.

સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર થોડા સમય પહેલા એવું જણાવવામાં આવી રહ્યું હતું કે, માયા સભ્યતાના કેલેન્ડર અનુસાર હવે દુનિયાનો અંત થવાનો છે. કારણ કે માયા કેલેંડરમાં આની આગળના સમયનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ આવું કઈ થયું નહિ. દુનિયા આજે તમે તેવી જ રીતે ચાલી રહી છે.

પણ આ ભવિષ્યવાણીથી લોકો વચ્ચે ગભરામણનું વાતાવરણ જરૂર પેદા થઇ ગયું હતું. લોકોએ વિચારી લીધું હતું કે હવે હકીકતમાં દુનિયાનો અંત થઇ જશે, અને ઘણા લોકોએ તો તેના માટે તૈયારીઓ પણ શરું કરી દીધો હતી. પરંતુ દુનિયા ખત્મ થઇ નથી. એ ભવિષ્યવાણી પણ ખોટી પડી.

અને એવો જ એક ક્સ્સો ઈઝરાયલમાં જોવા મળ્યો છે. જ્યાં દુનિયાના અંતનો સંકેત આપવા વાળા રહસ્યમય લાલ વાછરડાના જન્મ લેવાની ચર્ચા જોરોથી ચાલી રહી છે. વાછરડાના જન્મને લઈને જાણકારી આપવામાં આવી રહી છે, કે આ દુનિયાના અંતનો સંકેત છે.

ત્યાંના લોકો દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે, આવું 2000 વર્ષોમાં પહેલી વાર થયું છે કે ઇઝરાયલમાં કોઈ લાલ રંગના વાછરડાએ જન્મ લીધો છે. લાલ વાછરડાના જન્મના સમાચાર સોશિયલ મીડિયામાં પણ પણ ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. અને કેટલાક લોકો દુનિયાના અંતના આ સમાચારથી ખુબ ગભરાઈ ગયા છે.

તો મોટાભાગના લોકો આ ઘટનાને એક અંધવિશ્વાસ માની રહ્યા છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો ઈસાઈ અને યહૂદી ધર્મ ગ્રથોમાં લખ્યું છે કે, લાલ વાછરડાનું પેદા થવું દુનિયાના સર્વનાશનો સંકેત આપે છે. યેરૂશલમ સ્થિત ટેમ્પલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ નવજાત વાછરડાનું ઘણું અધ્યયન કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે વાછરડુ પેદા થવાની ઘોષણા પોતે ટેમ્પલ ઈન્સ્ટિટ્યૂટે યુટ્યુબ પર કરી છે.

ઈન્સ્ટિટ્યૂટે એ પણ જણાવ્યું કે બીજાથી અલગ રંગના આ વાછરડાનું પરીક્ષણ હમણાં ચાલુ છે. એવામાં લોકોને એ ડર પણ ઘણો પરેશાન કરી રહ્યો છે કે, શત્રુ દેશની સેનાઓ હંમેશા એક-બીજા વિરુદ્ધ લડવાની તૈયારીમાં છે. અને આનાથી જ જલ્દી દુનિયાનો અંત થશે. આજના સમયમાં દુનિયાનો અંત આ રીતે જ થશે.

ત્યાંથી મળેલી જાણકારી અનુસાર લોકોમાં એ ચર્ચા થઇ રહી છે કે, એક દેવદૂતે જણાવ્યું હતું કે પહેલી લાલ ગાય પેદા થવાની સાથે જ દુનિયાની વિનાશની પ્રક્રિયા શરુ થઇ જશે.

જણાવી દઈએ કે ઈસાઈ અને યહૂદીઓમાં દુનિયાના અંત સાથે જોડાયેલી ભવિષ્યવાણીઓમાં લાલ ગાય સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બાઈબલમાં જણાવ્યું છે કે આ પૃથ્વી પર પુરી રીતે લાલ વાછરડુ જન્મ લેશે તો તેનો અર્થ છે કે યહૂદી મસીહાએ જન્મ લીધો છે. જોઈએ હવે આગળ જતા આ વાત કેટલી સાચી પડે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.