જાણો દુનિયાનાં 3 અસાધારણ માણસ વિષે, જેમાંથી બે ભારતનાં ને છે, અને એમાંય એક તો ગુજરાતના છે.

0
1800

માણસની વાત કરીએ તો માણસનો જન્મ માણસની શક્તિઓની સાથે થાય છે. ઉદાહરણ તરીકે માણસ કોઈપણ અન્ય જીવ કરતા વધારે રંગ જોઈ શકે છે. તેમજ માનવીની સમજશક્તિ, બુદ્ધિ અને વિચાર પૃથ્વી પર આવેલ કોઈપણ પ્રાણી કે પક્ષી કરતા ઘણા વધારે છે. માણસનું મગજ એને પૃથ્વી પરનું સૌથી વિકસિત જીવ બનાવે છે. પણ હકીકતમાં આપણી પાસે એટલી શક્તિ છે કે, આપણે એના વિષે જાણતા જ નથી હોતા. આપણે આપણી રોજબરોજની જિંદગીમાં જેટલી શક્તિનો ઉપયોગ કરીએ છીએ, એના કરતા ઘણી વધારે શક્તિ આપણામાં રહેલી છે.

જણાવી દઈએ કે, વિજ્ઞાનિકો એવું કહે છે કે, આપણે આખા જીવનમાં વધારે માં વધારે 20 થી 21 ટકા મગજનો ઉપયોગ કરીયે છીએ. બાકીના 70 થી 79 ટકા મગજનો આપણે ઉપયોગ જ નથી કરતા. પણ આ દુનિયામાં કેટલા લોકો એવા પણ જમ્યા છે કે, જેમણે મગજના એ ભાગનો ઉપયોગ કર્યો છે જેનો સામાન્ય માણસ ક્યારેય ઉપયોગ નથી કરતા. તો આવો આજે કેટલાક એવા જ માણસોને મળીએ, જેમના મગજની અને તેના કારણે શરીરની ક્ષમતા આપણા વિચાર કરતા લાખો ગણી વધારે છે. અને તેમના જ જીવનમાં ઘટેલી ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી.

એડગર કાયસ (Edgar Cayce) :

આ યાદીમાં એક નામ છે 1877 માં અમેરિકામાં જન્મેલા એડગર કાયસનું. એમના જીવનમાં એક ગજબ ઘટના ઘટી છે. જયારે તે લગભગ 25 વર્ષના હતા ત્યારે તે પડી જવાને કારણે કોમામાં જતા રહ્યા હતા. એમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા અને ડોક્ટરોના ઘણા પ્રયત્ન કરવા છતાંપણ તેમને ભાનમાં લાવી શકાયા નહિ.

પણ અચાનક જ એક ચમત્કાર થયો અને કેટલા દિવસ પછી એડકર બોલી પડ્યા. બધા લોકો આચાર્યચકિત થઇ ગયા, કારણકે એડકાર જે બોલી રહ્યા હતા ત્યારે તે ભાનમાં નહિ હતા, તે હજુ પણ કોમામાં હતા. તેમજ તેમના શરીરમાં કોઈ ઘા પણ કરવામાં આવે, તો પણ તેમને ખબરના પડે એવી એમની સ્થિતિ હતી. પણ કોઈ ચમત્કારના કારણે તે બોલી પડ્યા.

એમણે કહ્યું કે, તે ઝાડ ઉપરથી પડી ગયા હતા અને તેમને કરોડરજ્જુ અને માથામાં વાગ્યું છે, જેના કારણે એમના જ્ઞાનતંતુ નષ્ટ થઇ રહ્યા છે. જો 2 દિવસમાં એમની સારવાર નહિ થાય તો તે મુત્યુ પામી જશે. ત્યાં એડકરના સગા સબંધી, ડોકટર અને આજુ બાજુના વોર્ડ વાળા ભેગા થઇ ગયા. બધાને માટે આ ઘટના એક ચમત્કારથી ઓછી ન હતી. એડગરને પૂછવા પર તેમણે કેટલીક જડીબુટી બતાવી, અને જણાવ્યું કે તમે જો આ જડીબૂટીને લઇ આવશો અને મારા લોહીમાં મોકલી દેશો તો હું સારો થઇ જઇસ. આટલું કહીને તે પાંછા બેભાન થઇ ગયા.

આ કિસ્સામાં આશ્ચર્યચકિત કરવા વાળી વાત એ હતી કે, એડગર કોઈ ડોક્ટર કે ચિકિત્સક ન હતા. અને ના તેમને તેના વિષે કોઈ જાણકારી હતી. ના તેમને ઔષધિ વિષે કોઈ જાણકારી હતી. તેમજ એડગર જે હોસ્પિટલમાં હતા ત્યાંના ડોક્ટરોને પણ એ વાત પર વિશ્વાસ હતો નહિ કે, તેમને જે ઔષધિ કીધી છે તેનાથી તે સારા થશે કે નહિ.

પણ બીજો કોઈ રસ્તો ન હોય તો માણસ કંઈ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે. એવી જ રીતે એ ડોકટરોના કહેવા પર એ જડીબુટીની શોધ કરવામાં આવી. અને બ્રાઝીલના એમોઝોનના જંગલમાં એ છોડ મળ્યા, જેમાં તે સંજીવની પણ હતી જે એડગરે જણાવી હતી. એ જડીબુટીના રસને બાટલા દ્વારા એડગરના લોહીમાં પહોંચાડવામાં આવી. અને તે 2 થી 2.5 કલાકમાં જ સારા થઇ ગયા. જાણવાની વાત એ છે કે, જયારે તે ભાનમાં આવ્યા ત્યારે તેમને પૂછવામાં આવ્યું, તો તેમને ખબર જ નહિ હતી કે તેમણે બેહોશીમાં શું વાત કરી હતી.

અને આ ઘટના બાદ એડગરના જીવનમાં ખુજ મોટું પરિવર્તન આવ્યું. ત્યારબાદ તે જયારે પણ કોઈ સમસ્યા વિષે આંખ બંધ કરીને વિચાર કરતા હતા, ત્યારે તેમની પાસે તે સમસ્યાનું નિવારણ મળી જતું. મિત્રો તમે એ જાણીને હેરાન થઇ જશો કે, તેમના જીવનમાં તેઓએ લગભગ 30,000 લોકોને મુત્યુથી બચાવ્યા હતા. અને તમે એમના વિષે ગૂગલમાં સર્ચ કરશો તો તમને મના જીવનની ઘણી બધી જાણકારી મેળવી શકો છો.

શ્રીનિવાસ રામાનુજન :

હવે વાત કરીએ બીજા અસાધારણ વ્યક્તિની, તો એમનું નામ છે શ્રીનિવાસ રામાનુજન. નામ પરથી જ તમે સમજી ગયા હશો કે તે ભારતીય છે. મિત્રો, દક્ષિણ ભારતના નાનકડા ગામ કુંભકોનમમાં 1887 માં જન્મેલા આ વ્યક્તિ એક અકલ્પનીય ગણિતના વિદ્વાન હતા. રામાનુજન એકદમ ગરીબ પરિવારમાંથી હતા. અને તે વધારે ભણેલા પણ ન હતા.

જણાવી દઈએ કે, તે પોતે મેટ્રિકમાં ફેલ થયા હતા. પરંતુ ગણિતના વિષયમાં તેમની આટલી કુશળતા હતી કે, આજ સુધીમાં તેમના કરતા મોટો ગણિત વિદ્વાન જન્મ્યો જ નથી. દુનિયામાં ગણિતના ઘણા બધા વિદ્વાન હતા, અને તે બધા શિક્ષિત હતા પણ રામાનુજનના વિષયમાં વાત અલગ હતી.

આમ તો રામાનુજન વધારે શિક્ષિત ન હતા. પણ ગણિતનો મોટા માં મોટો સવાલ જે દુનિયામાં સૌથી જટિલ માનવામાં આવે, તેનો જવાબ તેઓ સેકેન્ડોમાં જ આપી દેતા. એમના માટે ગણિત એવો વિષય હતો કે, જેના પ્રશ્નોના જવાબ માટે તેમને થોડો જ સમય જોઈતો હોય છે. રામાનુજન કોઈ પણ કઠિન સવાલનો જવાબ તરતજ આપી દેતા હતા. ઘણી વાર તો સવાલ પૂર્ણ થાય તે પહેલા જવાબ આવી જતો હતો.

કહેવામાં આવે છે કે, જે જટિલ સવાલોના જવાબ માટે દુનિયાના સૌથી મોટા ગણિતજ્ઞોને ઓછામાં ઓછામાં 10 થી 12 કલાક જોઇયે છે. પાછું જે સવાલ સાચો છે કે નહિ તેની રીચેકીંગ માટે 2 કલાક જોઈતા હોય છે. અને એવા સવાલનો જવાબ રામાનુજન સેકન્ડમાં આપી દેતા હતા.

અને જયારે રામાનુજનની ખ્યાતિ ભારતમાં વધવા લાગી, ત્યારે તે સમયના સૌથી મોટા ગણિતશાસ્ત્રી જે કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં એક પ્રોફેસર હતા, તેમણે રામાનુજનને લંડન બોલાવ્યા. એ પ્રોફેસરનું નામ હતું હાર્ડી. હાર્ડી દુનિયાના સૌથી મોટા ગણિતજ્ઞોમાંથી એક હતા. પરંતુ તે જયારે રામાનુજનને મળ્યા ત્યારે તે તેમના સામે પોતાને એક નાના બાળકની જેમ માનવા લાગ્યા.

દુનિયાના કેટલાય વિજ્ઞાનિકોએ રામાનુજન પર સંશોધન પણ કર્યુ, પણ એમાં ફક્ત એટલી ખબર પડી કે, રામાનુજન એ જવાબ બુદ્ધિથી નહોતા આપતા. કારણ કે તે વિચારવાનો સમય જ લેતા ન હતા. બાકી બધામાં સામાન્ય જાણકારી રાખતા રામાનુજન ફક્ત ગણિતમાં સારા હતા. વૈજ્ઞાનિક કહે છે કે, આ તેમની અજાગૃત મનની શક્તિઓનો કમાલ હતો. જે શક્તિઓ રામાનુજનના કેસમાં ગણિતના વિષે જાગૃત હતી.

એ પછી તો રામાનુજન અને હાર્ડી સારા મિત્ર બની ગયા હતા. પણ રામાનુજન ખુબ જ ઓછી ઉંમરમાં માત્ર 32 વર્ષમાં જ ક્ષય રોગના કારણે મુત્યુ પામ્યા. જયારે તે બીમાર હતા ત્યારે તે હાર્ડીને ગણિતના ચાર પ્રિડિકશન બતાવી ગયા હતા, અને તેમાંથી હાર્ડી 3 તો હાર્ડી જીવતા હતા ત્યાં સુધીમાં જ સાચા સાબિત થયા હતા.

અને જયારે હાર્ડીનો અંતિમ સમય હતો, અને તે મુત્યુ પામવાના હતા ત્યારે તેમણે એક વસીયત બનાવી કે, રામાનુજનના 4 માંથી 3 પ્રિડિકશન સાચા સાબિત થયા છે. અને રામાનુજને કહ્યું હતું છે કે ચોથું પણ સાચું જ હશે. એટલે ચોથા એમના પ્રીડિક્સનની મારા મારવા પછી પણ શોધ શરુ જ રહેવી જોઈએ. અને હાર્ડીના મૃત્યુના 22 વર્ષ પછી રામાનુજનનું ચોથું પ્રિડિકસ પણ સાચુ સાબિત થયુ. આ હતા ભારતીય રામાનુજન જેને ગણિતમાં હજુ પણ ભગવાન માનવામાં આવે છે.

પ્રહલાદ જાની :

આ યાદીમાં આગળનું નામ આવે છે ગુજરાતના પ્રહલાદ જાનીનું. મિત્રો ગરવી ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદથી લગભગ 150 કિલોમીટર દૂર અંબાજી નામનું એક ટાઉન છે. અહીં અંબાજી નામની એક શક્તિપીઠ છે. અને આ ટાઉનની પાસે એક ગબબર પર્વત છે, જ્યાં માં અંબા વિરાજિત છે. એ ગબબરની પાછળ એક આશ્રમ છે ત્યાં પ્રહલાદ જાની રહે છે.

પ્રહલાદ જાનીનો જન્મ 13 ઓગસ્ટ 1929 માં ગુજરાતના એક નાનકડા ગામ ચરડામાં થયો હતો. અને પ્રહલાદ જાનીનું સૌથી મોટું રહસ્ય એ છે કે, એમણે 1940 થી લઈને આજ સુધી કાઈ ખાવાનું ખાધું જ નથી, અને પાણી પણ નથી પીધું. ફક્ત 11 વર્ષની ઉંમરમાં તેઓએ અન્ન અને જળનો ત્યાગ કરી દીધો હતો.

અને આજે 79 વર્ષ થવા આવ્યા તો પણ તે કંઈપણ ખાધા-પીધા વગર જીવિત છે. અને આપણે બધા જાણીએ છીએ કે, મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર કેટલાક દિવસ આપણે પાણી વિના રહીએ તો આપણું મુત્યુ થઇ જશે. અને અન્ન અને જળ વિના આટલા વર્ષ રહેવું કોઈ ચમત્કારથી ઓછું નથી. પ્રહલાદ જાનીની આ ઘટના ભારતની બધી ન્યુઝ ચેનલોમાં આવી ચૂકી છે.

જણાવી દઈએ કે સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમને 1 મહિના કરતા પણ વધારે રાખવામાં આવ્યા હતા. અને એમના ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું. અને જ્યાં તેમને રાખવામાં આવ્યા હતા ત્યાં બધી જગ્યા પર કેમેરા લગાવેલા હતા. પણ આટલા દિવસની રિસર્ચમાં તેમણે ના કોઈ વસ્તુ ખાધી ના પીધી. પ્રહલાદ જાનીનું કહેવું છે કે, યોગ શક્તિના કારણે આ સંભવ છે. જો તમે યોગ શક્તિથી પોતાની ચયાપચયની ક્રિયા પર જીત મેળવી શકો, તો કોઈપણ માણસ માટે તે કરવું કઠિન નથી. આ પણ માણસના મગજ અને બોડીની અપાર શક્તિઓનું કમાલ છે.

એટલે મિત્રો જે રહસ્ય વિજ્ઞાન નથી જાણી શક્યું તે ધર્મ જાણે છે, અને તેના જવાબ પણ ધર્મ દ્વારા જ મળે છે. એટલે તમે ગમેતેટલા પોતાને બુદ્ધીશાળી કે વિજ્ઞાનીક દ્રષ્ટિકોણ વાળા માનતા હોય, પણ એનાથી વધુ મોટી અને વિશાળ સમાજ વાળો ધાર્મિક દ્રષ્ટિકોણ છે.