આ છે દુનિયાના 5 કંજૂસ અબજોપતિઓ, એમની કંજુસાઈ જોઈને તમે પણ કહેશો, શું સાથે બાંધીને લઇ જઈસ.

0
1431

મિત્રો, આ દુનિયામાં તમે ઘણા બધા કંજૂસ લોકો જોયા હશે. તમે એવા લોકોને જોયા હશે, જે ખીચામાં લાખો રૂપિયા લઈને ફરતા હોય પણ બીડી બીજા પાસેથી માંગીને પિતા હોય, તેમજ તેલમાં જો માખી પડી ગઈ હોય, તો તે માખીને નીચોવીને તેલ કાઢી નાખે તેવા મખ્ખી ચુસોને પણ તમે જોયા હશે. તેમજ તમે કોઈ શાકભાજીની લારી ઉપર કરોડપતિઓની પત્નીઓને બે-પાંચ રૂપિયા માટે ઝગડા કરતા જોઈ હશે. અને સાત પેઢી ખાય તોય ના ખૂટે તેટલા પૈસા હોવા છતાંપણ ચંપલની સારી જોડી ખરીદવા જીવ ના ચાલે એવા નમુના પણ તમે જોયા હશે.

પણ આજે અમે તમને દુનિયાના એવા 5 કંજૂસ અબજોપતિઓ વિષે જણાવવાના છીએ, જેમણે કંજુસાઈ કરવામાં કોઈ કસર નથી છોડી. એમના વિષે જાણીને તમને પણ થશે કે આવા લોકો પણ હોય છે દુનિયામાં.

આ યાદીમાં પહેલા આવે છે અમેરિકાના ઉદ્યોગપતિ જીન પોલ ગેટ્ટી. હાલ તો તે જીવિત નથી. પણ જયારે તે મુત્યુ પામ્યા હતા ત્યારે તેમની સંપત્તિ હતી 2 બિલિયન ડોલર. પણ તે પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી કંજુસીને ફેવીકોલની જેમ ચોંટી રહ્યા. તેમણે પોતાના ઘરમાં પે ફોન રાખ્યો હતો. એટલે ઘરમાં જેણે પણ ફોન વાપરવો હોય એમણે પહેલા પૈસા નાખવા પડે. ભાઈ એના કરતા તો આપણો મુકો સારો. જીઓ આપીને જલસા કરાવે છે.

જણાવી દઈએ કે એક વાર જીન પોલ ગેટ્ટીના 15 પૌત્ર માંથી એકને કોઈ કિડનેપ કરીને લઇ ગયું. પછી કિડનેપરોએ એને છોડવવા માટે મોટી રકમ માંગી, તો આ ભાઈએ પૈસા આપવાની ના પડી દીધી. અને આ કંજૂસે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, જો આજે કિડનેપરોને પૈસા આપું તો કાલે બાકીના 14 પૌત્રોના પણ પૈસા આપવા પડે. પછી કિડનેપરોએ એના પૌત્રનો કાન કાપી નાખ્યો, ત્યારે આ લોભીએ ભાવતાલ કરીને માંડમાંડ ત્રીજા ભાગની રકમ આપી. હે હનુમાન દાદા આ દિવંગતના આત્માને શાંતિ આપજો.

આ યાદીમાં બીજા આવે છે ઇગવાદ. તે સ્વીડીસની ફેમસ કમ્પની ઈકેયના માલિક છે. જણાવી દઈએ કે તે 6 અબજની સંપત્તિના ઘણી છે. પણ દુનિયામાં તે કંજૂસ કાકાના નામે ઓળખાય છે. તે થોથા જેવી આવી જૂની અને સેકેંડ હેન્ડ કાર વાપરે છે. તેમજ પૈસા બચાવવા ડ્રાઈવર પણ નથી રાખતા. એટલું જ નહિ તે વિમાનના ઈકોનોમી ક્લાસ, એટલે કે સસ્તામાં સસ્તી ટિકિટ હોય એવા થર્ડ ક્લાસમાં મુસાફરી કરે છે. એક જમાનામાં તો એમની સંપત્તિ 26 અબજ ડોલર થઇ ગયી હતી. જે મુકેશ અંબાણીના સંપત્તિ કરતા પણ વધારે કહેવાય છે.

આ યાદીમાં આગળનું નામ આવે છે ઓસ્ટ્રિયાના ગેરી હાર્વેયનું. જણાવી દઈએ કે તે 87 કરોડ ડોલરની સંપત્તિના સ્વામી છે. ચામડી તૂટે પણ દામડીના તૂટે એવા આ શ્રીમાન નવા ચંપલ ખરીદવા હોય તો 2 મિહીના સુધી વિચાર કરે છે. એકવાર આ ભાઈ ક્યાંક લૅક્ચર કરવા ગયા ત્યારે, સ્પીકિંગ કોડીયમ પર પડેલ લખવાનું નોટ પેડ પણ બઠાવી ગયેલા. અમારું કહેવું છે ભાઈ શું કામ? 15-20 રૂપિયાનો ખર્ચો બચી જાય તે માટે. અતિ લોભ પાપનું મૂળ છે પૈસા વાપરતા શીખો શ્રીમાન ગેરી નહીંતર તમારું જીવન ધૂળ છે. આટલા પૈસા હોયને વાપરતા નથી પૈસાને ધોઈ પીવા છે.

આ યાદીમાં ચોથા નંબર પર આવે છે, અમેરિકાના વોરન બફેટ. તે દુનિયાના ત્રીજા નંબરના ઘનજી ભાઈ છે. તેમની પાસે 60 અબજ ડોલરની સંપત્તિ છે પણ ગાડી ખરીદવી હોય તો આજે પણ ગુજરી બજાર માંથી સેકેંડ હેન્ડ ગાડી ખરીદે છે. તેમણે 1958 માં જે ઘર ખરીદ્યુ હતું હજુ પણ એજ ઘરમાં રહે છે. આ ભાઈને કોઈ સારું ખાતા કે સ્પેશિયલ ડીશ ખાતા નથી જોયા. અરે ભાઈ તમારા કરતા અમારા ગુજરાતના નોકરિયાત સારા 8 દિવસમાં ઓછામાં ઓછું એક વાર ખાવાતો નીકળી પડે છે. સમજો કજૂસ ભાઈ રૂપિયાનું શું તમારે અથાણું બનવાનું છે.

આજની આ યાદીમાં છેલ્લા કંજૂસ ભાઈ છે બ્રિટેનના જાણીતા બિઝનેસમેન જ્હોન કેવેલ. જણાવી દઈએ કે એમની સંપત્તિ 2.5 અબજ ડોલર છે, છતાં એક નંબરના લોભના લોભેશ્વર છે. તે સત્તર માઈલ દૂર આવેલી તેમની ઓફિસે સાઇકલ પર ટાંટિયા તોડીની જાય છે. ઘરનો દીકરો માથાના વાળ પોતાના હાથે કાપે છે. એટલું જ નહિ તે એવી દુકાનોમાં કપડા ખરીદવા જાય છે, જેમાં ભારે ડિસ્કાઉન્ટ મળતું હોય. તમારા કરતા અમારા સુરતી લાલા સારા. લૂગડાંની ખરીદી કરવા છેક થાઈલેન્ડ જાય છે.

જો આ લેખ વાંચીને મજા આવી હોય તો, આ લેખને શેયર કરવામાં અને અમારું પેજ લાઈક કરવામાં કંજુસાઈ ના કરતા.