દૂધની ફેક્ટરીમાંથી સામે આવ્યો ઘૃણાસ્પદ વિડીયો, દૂધમાં સ્નાન કરીને તેને જ કરી દેતા હતા પ્લાસ્ટિકની થૈલીમાં પેક.

0
412

દૂધ ફેકટરીના મજૂર દૂધથી સ્નાન કર્યા પછી દૂધને પ્લાસ્ટિકની થેલીમાં કરતો હતો પેક, વાયરલ થયો વિડીયો. શું તમે પણ પેકેટવાળું દૂધ ખરીદીને વાપરો છો? જો હાં, તો કદાચ આ સમાચાર વાંચ્યા પછી તમે એવું નહિ કરો. સોશિયલ મીડિયા પર તુર્કીની એક દૂધ ફેક્ટરીમાંથી એક ઘૃણાસ્પદ વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમે ચકિત થઈ જશો અને કદાચ પેકેટવાળું દૂધ નહિ ખરીદો. આ ફેકટરીમાં મજુર દૂધથી ભરેલા ટબમાં નહાતો (સ્નાન કરતો) દેખાઈ રહ્યો છે. ત્યારબાદ તે જ દૂધને પ્લાસ્ટિકમાં પેક કરીને માર્કેટમાં મોકલી દેવામાં આવ્યું.

જોકે વિડીયો વાયરલ થયા પછી ફેક્ટરીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, મજૂરોએ ફેક્ટરીને બદનામ કરવા માટે આ વિડીયો વાયરલ કર્યો હતો. તે અસલમાં દૂધમાં નહીં પણ સર્ફ અને પાણીમાં નહાઈ રહ્યો હતો. ટિક્ટોક પર અપલોડ કરેલા આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે.

આ વિડીયો તુર્કીના સેંટ્રલ અનટોલીઅન પ્રાંતના કોન્યામાં બનાવવામાં આવ્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિ દૂધથી ભરેલા ટબમાં નહાતો દેખાઈ રહ્યો છે. વ્યક્તિએ તેનો વિડીયો બનાવીને પોતાના ટિક્ટોક પર શેયર કર્યો.

વિડીયોના આધાર પર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ એમરે સાયર છે. પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, એમરેએ આ પ્રેંક ફેક્ટરીનું નામ બદનામ કરવા માટે કર્યું હતું.

ફૂટેજમાં ટિક્ટોક યુઝર ઉગૂર તુર્ગુત અને એમરે શાયર ફેક્ટરીના પ્રોસેસિંગ રૂમમાં દેખાયા. તેમણે જગથી ટબમાં દૂધ જેવું કોઈ લીકવીડ ભર્યું અને પોતાના ચહેરા પર ઘસતા દેખાયા.

વિડીયો વાયરલ થયા પછી એમરે સાયર અને ઉગૂર તુર્ગુત બંનેની ધરપકડ કરી લેવામાં આવી. બંનેની ગંદકી ફેલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે પ્રોસેસિંગ રૂમ ફેક્ટરીનો તે ભાગ હોય છે જ્યાં દૂધને પેક કરીને આગળ વધારવામાં આવે છે.

વિડીયો વાયરલ થયા પછી ફેક્ટરીએ તેના પર સ્પષ્ટતા આપી હતી. કર્મચારીઓએ કહ્યું કે, તે બંને જે ટબમાં નહાતા દેખાઈ રહ્યા છે તેમાં દૂધ ન હતું. તે અસલમાં સર્ફ અને પાણી મિક્સ કરેલું હતું જે વિડીયોમાં દૂધ જેવું દેખાઈ રહ્યું છે.

પોલીસે પણ પુષ્ટિ કરી કે આ વિડીયો ફેક્ટરીને બદનામ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. અલી ઈરગિન જે કોન્યાના Directorate of Agriculture and Forestry ના હેડ છે, તેમણે જણાવ્યું કે આ બાબતની તપાસ કરવા સુધી ફેક્ટરીને બંધ કરી દેવામાં આવી છે.

આવું પહેલી વાર નથી થયું કે, ફેક્ટરી વર્કરે આ રીતની હરકત કરીને ફેક્ટરીનું નામ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો હોય. આ પહેલા પણ એક વિડીયો ઇક્વાડોરમાંથી સામે આવ્યો હતો, જેમાં એક મજુરે ફેક્ટરીમાં બનતા બ્રેડમાં પોતાના નાકની ગંદકી મિક્સ કરી દીધી હતી.

ઇક્વાડોરમાં મજુરની આ હરકતને આતંકી ગતિવિધિ જણાવીને તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને આતંકી એક્ટ અંતર્ગત સજા પણ આપવામાં આવી હતી.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.