આ કંપનીમાં કામ કરીને તમે પણ કમાઈ શકો છો મહિને 30 થી 60 હજાર, જાણો વધુ વિગત

0
1501

આજકાલની મોંઘવારીથી તો તમે પરિચિત જ છો. અને લોકો માટે સારી નોકરી મેળવવી પણ ઘણું મુશ્કેલ બની ગયું છે. કેટલાય લોકો નોકરીની શોધમાં અલગ અલગ જગ્યાએ ભટકી રહ્યા છે. તેવામાં જો તમને સરળતાથી નોકરી મળી જાય તેવી થોડી મહત્વની માહિતી પ્રાપ્ત થાય તો નોકરી વગરના લોકોને કેવું લાગશે? તેઓ ખુશ ખુશાલ થઇ જશે. આજે અમે તમને એક એવી જ નોકરી માટેની જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

માત્ર 4 કલાકની થાય છે ડીલીવરી બોયની પાળી :

મિત્રો, અમે જે નોકરી વિષે જણાવવાના છીએ એ છે ડિલિવરી બોયની નોકરી. અને જો તમે ડિલીવરી બોયની નોકરી કરો છો, તો તમારે આખો દિવસ કામ નથી કરવાનું હોતું. કારણ કે ડિલીવરી બોય પાસે પાસ માત્ર એ પેકેજ આવે છે, જે તેના એરિયાની નજીક હોય છે. જો કે એમેઝન દ્વારા સવારે 7 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી પ્રોડક્ટ્સની ડીલીવરી થાય છે. અને એમેઝોન માટે કામ કરી રહેલા ડિલીવરી બોયઝ કહે છે કે, તે માત્ર 4 કલાકમાં 100-150 પેકેજની ડીલીવરી કરી આપે છે.

અરજી કેવી રીતે કરવી?

એમેઝોન કંપનીમાં ડિલીવરી બોયની નોકરી મેળવવા માટે તમે એમેઝોનની વેબસાઇટ https://logistics.amazon.in/applynow પર ઓનલાઇન અરજી કરી શકો છો. આ ઉપરાંત તમે એમેઝોનના કોઈ પણ કેન્દ્ર પર જઈને નોકરી માટે અરજી કરી શકો છો. જો કેન્દ્ર ઉપર ડિલીવરી બોય માટે સીટ ખાલી ન હોય તો તે ભવિષ્ય માટે તમારું નામ નોંધી લે છે.

ડીલીવરી બોય મહિને 55,000 થી 60,000 રૂપિયા કમાણી કરી શકે છે :

મિત્રો, આ કંપનીમાં કામ કરનારા ડિલીવરી બોયને દર મહિને નિયમિત પગાર મળે છે. અને એમેઝોનમાં ડિલીવરી બોયને મહિને 12 થી 15 હજાર રૂપિયા ફિક્સ પગાર મળતો હોય છે. પરંતુ પેટ્રોલનો ખર્ચ તમારો પોતાનો હોય છે. આ કંપનીમાં કામ કરતા ડિલિવરી બોયને એક પ્રોડક્ટ અથવા પેકેજની ડિલીવર કરવા ઉપર 10 થી 15 રૂપિયા મળે છે. અને ડિલીવરી સર્વિસ આપનારી કંપની મુજબ, જો કોઈ આખો મહિનો કામ કરે છે, અને રોજ 100 થી 150 પેકેજ ડિલીવર કરે છે, તો આરામથી 30,000 થી 60,000 રૂપિયા મહિને કમાઈ શકે છે.

ઉદાહરણ રૂપે રોજના 100 પાર્સલ પર 10 રૂપિયાની ગણતરીના લેખે 30,000 વધારાના મળે છે, જેમાં ફિક્સ પગાર ઉમેરતા તમારી મહિનાની કમાણી વધી જાય છે.

તો આ રીતે તમે સરળતાથી વધુ ભણ્યા ન હોય તો પણ શહેરી વિસ્તારમાં એક ડીલેવરી બોય તરીકેની નોકરી કરી ખુબ પૈસા કમાઈ શકો છો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય ન્યુઝ એજન્સીઓના આર્ટીકલ માંથી અનુવાદ કરી