એમેઝોન સાથે કરો પાર્ટ ટાઈમ કામ, દર કલાકે મળશે ₹140, આવી રીતે કરો રજિસ્ટ્રેશન.

0
1571

આજના સમયમાં ઘણા ભણેલા યુવાનો નોકરી માટે ભટકતા જોવા મળે છે. કોઈ જગ્યાએ ૫૦-૧૦૦ જગ્યા માટેની જાહેરાત બહાર પડે છે, તો તેના માટે લાખોની સંખ્યામાં અરજદારો અરજી કરતા જોવા મળે છે, અને તેનું કારણ છે નોકરીની અછત, અને ભણવાનો વધુ આર્થિક બોજ.

ઘણા વાલીઓ પોતાના બાળકોને ભણાવવા માટે પોતાની મિલકત વેચીને કે માથે દેવું કરીને પણ ભણાવતા હોય છે, અને ભણી લીધા પછી નોકરી ન મળવાને લીધે તેમની હાલત કેવી થતી હશે એ તો તે વાલી જ જાણતા હશે.

આજે અમે નોકરી વગરના યુવાનો માટે એક નોકરીની જાહેરાત વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો તેના વિષે જાણીએ કે કઈ છે એ નોકરી? અને તે નોકરી મેળવવા માટે શું કરવાનું રહે છે?

ભારતમાં મુખ્ય ઈ-કોમર્સ સાઈટ એમેઝોન ઇન્ડિયાએ લોકોની સુવિધા માટે એક નવો પ્રોગ્રામ રજુ કર્યો છે. એમેઝોનના આ પ્રોગ્રામ હેઠળ ભારતના કોઈપણ નાગરિક એમેઝોનની ડીલીવરી કરીને પૈસા કમાઈ શકે છે. એમેઝોનના આ પ્રોગ્રામનું નામ ‘એમેઝોન ફ્લેક્સ’ છે. આ પ્રોગ્રામ હેઠળ કંપની ભારતમાં ડીલીવરીને લઈને પોતાની સ્થિતિ મજબુત કરવા માંગે છે. આવો આ પ્રોગ્રામ વિષે વિગતવાર જાણીએ.

એમેઝોનમાં ડીલીવરીના કામ માટે આવી રીતે કરવી અરજી :

જો તમે એમેઝોનના ફ્લેક્સ પ્રોગ્રામ સાથે જોડાઈને પાર્ટ ટાઈમમાં પ્રોડક્ટ્સની ડીલીવરી કરીને તમારી કમાણી કરવા માંગો છો, તો તેના માટે સૌથી પહેલા https://flex.amazon. in/ ઉપર જાવ અને તમારી પ્રોફાઈલ બનાવો. તેની ઉપર પ્રોફાઈલ બનાવ્યા પછી તમારે એમેઝોન ફ્લેક્સ એપ ડાઉનલોડ કરવાની એક લીંક મળશે.

પ્રોફાઈલ વેરીફીકેશન પછી તમારી તાલીમ લેવાશે, અને ત્યારબાદ તમે સામાનની ડીલીવરી દિલ્હી, મુંબઈ અને બંગલુરુમાં કરી શકો છો. અને આ વર્ષના અંત સુધી દેશના બીજા શહેરોમાં પણ એમેઝોન ફ્લેક્સની સેવા લોન્ચ થશે.

ડીલીવરી કરવા વાળાને મળશે અકસ્માત વીમો :

જો તમે એમેઝોનના ફ્લેક્સ પ્રોગ્રામ સાથે જોડાઈને પ્રોડક્ટ્સની ડીલીવરી કરો છો, તો કંપની તરફથી તમને અકસ્માત વીમો પણ મળશે. અને તેના માટે શરત એ છે કે, તમારી પાસે બાઈક હોવું જોઈએ અને તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું પણ જરૂરી છે. સાથે જ તમારી પાસે એક એન્ડ્રોઈડ સ્માર્ટફોન પણ હોવો જોઈએ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.