મહિલાની ડિલિવરી, 3 પુરુષોએ હોસ્પિટલ આવીને કર્યો બાપ બનવાનો દાવો, જાણો વિગત

0
637

કોલકાતામાં એક બાળકના જન્મને લઈને વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીંની ઈરીસ(IRIS) હોસ્પિટલમાં જયારે એક મહિલાની ડિલિવરી થઇ તો ત્રણ પુરુષોએ એના પિતા હોવાનો દાવો કર્યો હોવાનો કેસ સામે આવ્યો છે. આ દરમ્યાન મહિલા ભાનમાં ન હતી, અને હોસ્પિટલનો સ્ટાફ સમજી ન શક્યો કે આ કેસને કેવી રીતે હેન્ડલ કરવો?

ટીઓઆઈના રિપોર્ટ પ્રમાણે, સૌથી પહેલા બે લોકો હોસ્પિટલમાં એ મહિલાના બાળકને લઈને ઝગડવા લાગ્યા. છેવટે હોસ્પિટલવાળાએ પોલીસ બોલાવી લીધી. પોલીસને પણ આ કેસ ઉકેલવામાં ઘણો સમય લાગ્યો. પોલીસે શરૂઆતમાં પહોંચેલા બંને લોકોને લગ્નનો પુરાવો લાવવા માટે કહ્યું. ત્યારબાદ એક માણસ ત્યાંથી ચાલ્યો ગયો. બીજો વ્યક્તિ પુરાવા લઈને ત્યાં પહોંચ્યો, પણ મહિલાની માંએ એ વ્યક્તિને પોતાનો જમાઈ માન્યો નહિ.

ત્યારબાદ પોલીસે ત્યાં સુધી રાહ જોઈ જ્યાં સુધી ડોક્ટરે એ મહિલા સાથે વાત કરવાની પરવાનગી નહિ આપી. પોલીસે નક્કી કર્યું કે, તેઓ મહિલા સાથે વાત કરીને એ બાળકનો પિતા કોણ છે એ નક્કી કરશે. એ દરમ્યાન જ ત્રીજો વ્યક્તિ પણ હોસ્પિટલમાં પહોંચ્યો અને એ મહિલાના બાળકનો બાપ હોવાનો દાવો કરવા લાગ્યો. જણાવી દઈએ કે રવિવારે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

શનિવારે 21 વર્ષની મહિલાને એની માં અને એક યુવકે હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. એ યુવકે બાળકના પિતા હોવાનો દાવો કર્યો હતો અને હોસ્પિટલની ફી એડવાન્સમાં ભરી દીધી હતી. જણાવી દઈએ કે મહિલાએ છોકરીને જન્મ આપ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પહેલો વ્યક્તિ મહિલાનો પતિ ન હતો, પણ મિત્ર હતો. પછી મહિલાએ લગ્નનો પુરાવો લાવવાવાળા વ્યક્તિને જ પોતાનો પતિ અને પોતાની છોકરીનો બાપ જણાવ્યો. અસલમાં મહિલાના પરિવારવાળાએ એના પતિનો સ્વીકાર કર્યો ન હતો. એ મહિલાએ એપ્રિલમાં લગ્ન કર્યા હતા.

મહિલાએ એ પણ જણાવ્યું કે શરૂઆતમાં એ વ્યક્તિએ એને પત્ની તરીકે સ્વીકારી ન હતી. પણ એની પર રેપ કેસ કર્યા પછી એણે એ મહિલાને પત્નીના રૂપમાં સ્વીકારી લીધી. પરિવારવાળાના વિરોધને કારણે બંને અલગ રહેતા હતા. અને એ વ્યક્તિએ થોડા દિવસો માટે જેલમાં પણ જવું પડ્યું હતું. મહિલાના નિવેદન પછી એની બાળકીના પિતા કોણ છે એ જાણવા મળી ગયું, પણ અન્ય વ્યક્તિઓએ શા માટે આવો દાવો કર્યો એની વિસ્તૃત માહિતી મળી નથી.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.