જે મહિલાઓમાં હોય છે આ 5 આદતો, તે બને છે ખરાબ સાસુ, વહુએ ભોગવવા પડે છે દુઃખ

0
822

સાસુ વહુની માથાકૂટ વિશે તમે સારી રીતે જાણો છો. હંમેશા જોવામાં આવે છે કે, તે બંને વચ્ચે જોઈએ તેવું ખાસ બનતું નથી. જયારે પણ કોઈ છોકરી લગ્ન પછી સાસરીયામાં આવે છે, તો તેનો સૌથી વધુ ઝગડો સાસુ સાથે જ થાય છે. આપણે બધા લોકો છોકરીઓ ઉપર એક આદર્શ વહુ બનવા ઉપર પ્રેસર કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એક આદર્શ સાસુ બનાવાનો પ્રયાસ કર્યો છે? છેવટે બધું એડજેસ્ટમેંટ વહુઓને જ કેમ કરવું પડે છે?

તે વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને થોડી એવી ટેવો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે ટેવો જે પણ મહિલાઓની અંદર હોય છે, તે ખરાબ સાસુ બને છે. જો તમે પણ એવી ભૂલો કરો છો, તો તરત જ સુધરી જાય. નહિ તો તે નફરત, ઝગડા અને જૂની વિચારસરણીની ગડમથલમાં તમારું હસતું રમતું કુટુંબ વિખેરાઈ જાય છે.

સાસુએ ન કરવી જોઈએ આ ભૂલો :

૧. સૌથી પહેલી ભૂલ સાસુ પોતાની વહુ ઉપર આવતાની સાથે જ ઢગલાબંધ મર્યાદા લગાવીને કરે છે. તમારે એ વાત સમજવી જોઈએ કે, ખરેખર તે એક માણસ છે. લગ્ન પહેલા તેને ઘરની ઘણી કામગીરી કરવાની આઝાદી હતી. તેવામાં જો તમે તેને ઘણા પ્રકારની મર્યાદાઓમાં રાખશો, તો ખરેખર તે તમારું સન્માન મનથી ક્યારે પણ નહિ કરે. તેને નોકરી કરવા, વાંચવા લખવા, પસંદગીના કપડા પહેરવા અને હરવા ફરવામાં ક્યારે પણ પ્રતિબંધ ન લગાવશો. સાસુ વહુ વચ્ચેના અણબનાવની શરુઆત તે વિષય ઉપરથી શરુ થાય છે.

૨. બીજી ભૂલ સાસુ, વહુ અને દીકરી કે દીકરાના ભેદભાવ કરીને કરે છે. તમે તમારી વહુને પણ દીકરી જ સમજો. તેને તે પ્રેમ અને સન્માન આપો, જે તમે તમારી દીકરી કે દીકરાને આપો છો. કોઈ પણ કામને લઈને જો તમે ભેદભાવ રાખો છો, તો તે તમારા સંબંધને બગાડી દે છે.

૩. વહુ અને સાસુ વચ્ચે ઉંમરનો ઘણો તફાવત હોય છે. તેવામાં બંનેની વિચારસરણી અને વિચાર પણ અલગ હોય છે. તેવામાં સાસુએ સમયની સાથે સાથે થોડું મોર્ડન બની જવું જોઈએ. જૂની વિચારસરણી અને નિયમ કાયદાને પકડીને બેસી રહેશો, તો ઘરમાં ક્યારે પણ શાંતિનું વાતાવરણ નહિ રહે.

૪. એક સાસુએ હંમેશા પોતાની વહુને તે માન અને સન્માન આપવું જોઈએ, જેની આશા તે તેમની પાસે રાખે છે. સન્માન એક એવી વસ્તુ છે, જેને ડરાવી કે ધમકાવીને પ્રાપ્ત નથી કરી શકાતું. તે સામે વાળાને સન્માનિત કરીને કમાઈ શકાય છે. જો તમે તેમની સાથે સારી રીતે અને પ્રેમપૂર્વક વર્તન કરશો, તો તે પણ તમારી સાથે સારી રીતે વર્તન કરશે અને તમારી સાથે ઝગડા પણ નહિ કરે. તાળી બંને હાથોથી વાગે છે, એક હાથથી નહિ.

૫. વહુ આમ કરશે તો લોકો શું કહેશે? સમાજમાં આપણું નાક કપાઈ જશે, તેવી વિચારસરણીને મગજમાંથી કાઢી નાખો. કાલે ઘરમાં ઝગડા થશે, છૂટાછેડા કે ભાગલા થશે ત્યારે તમારું નાક નહિ કપાય શું? ત્યારે પણ એ સમાજ વાળા તમારા તમાશા ઉપર મજા લુંટશે. લોકો શું વિચારશે? તે વાતને નાખો ખાડામાં. તમારો દીકરો અને વહુ કઈ વસ્તુમાં ખુશ રહે છે તેની ઉપર ધ્યાન આપો. પછી જુઓ કેવી તમારી વહુ તમને સાસુ જેમ નહિ માં ની જેમ રાખે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.