લતાનું ગીત ગાનારી આ મહિલાનો અવાજ સાંભળીને લોકો બોલ્યા : કેટલું દર્દ છે, જુઓ વિડીયો

0
1031

આજનો સમય ઘણો જ ઝડપી છે, તેનું કારણ છે ડીઝીટલ યુગનો ઘણો વિકાસ, અને તેમાં દિવસેને દિવસે પ્રગતી થવી. આજના ડીઝીટલ યુગમાં દુનિયાના કોઈપણ ખૂણામાં બનતી કોઈપણ ઘટના મીનીટોમાં આખી દુનિયામાં વાયરલ થતી જોવા મળે છે. પહેલા ના સમયની વાત કરીએ તો એક ગામથી બીજા ગામ સમાચાર મોકલવા હોય તો પત્ર દ્વારા મોકલવામાં આવતા હતા, અને તે પણ ચાર પાંચ દિવસે પહોંચતા હતા.

અને પછી ટેલીગ્રામ જેવી સુવિધા વિકસાવવામાં આવી અને તેનાથી પણ થોડા કલાકો તો થતા જ હતા. અને પછી જઈને ટેલીફોન (લેન્ડલાઈન) ની સુવિધા વિકસી પરંતુ તે પણ ઘણી મોંઘી હોવાથી દરેક પાસે ઉપલબ્ધ ન હતી. અને આજના સમયમાં તો દુનિયાના કોઈપણ ખૂણામાં સમાચાર મોકલવા હોય તો હાથમાં રહેલા મોબાઈલ દ્વારા મીનીટોમાં જ પહોચાડી શકાય છે. અને દુનિયામાં કોઈપણ જગ્યાએ કોઈ પણ જાણવા જેવા સમાચાર હોય તો મીનીટોમાં જ જાણી શકાય છે.

પહેલાના સમયમાં સંગીતની દુનિયામાં ઘણા ઓછા કલાકારો જોવા મળતા હતા, અને કદાચ હોય તો તેને બહાર લાવવાનું કોઈ માધ્યમ ન હતું જેને કારણે તે બહાર આવી શકતા ન હતા. પરંતુ આજે તો દુનિયાના કોઈપણ ખૂણામાં આવા ટેલેન્ટ વાળા કલાકારો રહેલા હોય તો તેમને દુનિયા સામે તરત લાવી શકાય છે. આજે દુનિયાના ઘણા એવા મહાન કલાકારો છે, જે પહેલા એક સામાન્ય ગીતો ગાઈને મનોરંજન કરતા રહેતા હતા અને પછી મીડિયા ઉપર આવી પ્રસિદ્ધી મેળવી આગળ આવ્યા. અને આજે એમની મહાન ગાયકોમાં ગણતરી થાય છે.

હાલમાં જ એક આવો જ વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ઘણી જ ગરીબ મહિલા છે જે ઘણું સારું ગાઈ શકે છે, અને તેનો અવાજ પણ લતા મંગેશકરને ઘણો મળતો આવે છે, અને તેના ગાયેલા ગીતોનો વિડીયો પણ લોકો બનાવીને મીડિયા ઉપર વાયરલ કરતા રહે છે.

પશ્ચિમ બંગાળના રાનાઘાટ સ્ટેશન ઉપરનો મહિલાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. સ્ટેશન ઉપર કામ કરવા વાળી મહિલા લતા મંગેશકરનું ‘એક પ્યાર કા નાગમા હે’ ગીત ગાઈ રહી છે. આ ગીત ૧૯૭૨માં આવેલી ફિલ્મ ‘શોર’ નું છે. મહિલાના આ ગીતને ફેસબુક ઉપર ૨૦ લાખથી વધુ વખત જોવાઈ ચુક્યું છે. આ ગીત ૪૩ હજાર વખત શેર કરવામાં આવી ચુક્યું છે અને ૪.૩ હજાર કમેન્ટ્સ આવી ચુકી છે. સાંભળવા વાળા મહિલાના અવાજને ઘણો પસંદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે મહિલાને યોગ્ય પ્લેટફોર્મ આપવાની વાત પણ કહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડીયો :