રેલવે સ્ટેશન પર ગાવા વાળી મહિલાને બોલીવુડમાં હિમેશ રેશમિયાએ આપી તક, વિડીયો જોઈ તમે પણ ખુશખુશાલ થઈ જશો જુઓ વિડીયો..

0
1865

મિત્રો તમને એ મહિલા તો યાદ જ હશે જેમનો વિડીયો થોડા સમય પહેલા એક રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી વાયરલ થયો હતો. એ મહિલા લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાઈને ભીખ માંગી રહી હતી. ત્યારે કોઈ વ્યક્તિએ આ મહિલાનો ગીત ગાતો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો. ત્યારબાદ એ મહિલાના નસીબ બદલાય ગયા. પહેલા એ મહિલાનો મેકઓવર થયો અને હવે એમને બોલીવુડમાં એક મોટી ઓફર પણ મળી ગઈ છે.

અત્યાર સુધીમાં તો તમે સમજી જ ગયા હશો કે, અમે રાનુ મંડલ(Ranu Mondal) ની વાત કરી રહ્યા છીએ. રાનુનો હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, અને એકવાર ફરી તમે એમનો વિડીયો જોઈને ચકિત થઈ જશો.

રાનુ મંડલને હિમેશ રેશમિયાએ પોતાની નવી ફિલ્મમાં ગાવાની ઓફર આપી છે. હાલમાં જ હિમેશ સાથે રાનુનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં રાનુ પોતાના જાદુઈ અવાજમાં નવું ગીત ગાતી દેખાઈ રહી છે. અને એમની પાસે ઉભેલા હિમેશ એમનું ગીત સાંભળીને મુગ્ધ થઈ રહ્યા છે. રાનુ હિમેશને પોતાના ગીતની મજા માણતા જોઈને ખુશ દેખાઈ રહી છે. હિમેશે વિડીયો શેયર કરતા જણાવ્યું કે, ‘તેરી મેરી કહાની’ નામનું આ ગીત એમની આવનારી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી અને હીર’ નું છે. જેને એમણે રાનુ સાથે રેકોર્ડ કર્યુ છે.

સલમાન ખાનના પિતાએ શીખ આપી હતી :

એના સિવાય રાનુ રિયાલિટી શો ‘સુપરસ્ટાર સિંગર’ નામના એક નવા શો માં પણ દેખાવાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રાનુ આ સિંગિગ રિયાલિટી શો માં હિમેશ અને બીજા જજ સાથે શો માં ભાગ લઇ રહેલા બાળકો સાથે મુલાકાત કરશે. હિમેશ રાનુથી ઘણા પ્રસન્ન થયા છે. અને મીડિયા સાથેની વાતચીતમાં એમણે જણાવ્યું હતું કે, ‘સલમાન ભાઈના પિતા સલીમ અંકલે એકવાર મને સલાહ આપી હતી કે, જયારે પણ તમે જીવનમાં કોઈ ટેલેન્ટેડ માણસને મળો તો એમને કયારેય જવા નહિ દેવા.’

રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત :

જેવું કે અમે પહેલા જણાવ્યું એમ, રાનુ એક રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કે નગમા હૈ’ ગાઈ રહી હતી. એમના જાદુઈ અવાજનો આ વિડીયો ઘણો વાયરલ થયો. આ વિડીયોએ રાનુનું જીવન બદલી નાખ્યું. લોકો રાનુના અવાજ અને એમના જુસ્સાના ફેન બની ગયા. અને એમનો એ વિડીયો જોઈને લોકો એમની પ્રશંસા કરવા વગર રહી ન શક્યા.

સૌથી મોટું ગિફ્ટ :

રાનુ પોતે કહે છે કે, ‘આ મારુ બીજું જીવન છે, અને હું આને ઉત્તમ બનાવવા પ્રયત્ન કરીશ.’ રાનુને અત્યાર સુધીમાં ઘણી ઓફર મળી ચુકી છે. અને એમને સૌથી મોટું ગિફ્ટ પોતાની દીકરી સાથે મુલાકાતના રૂપમાં મળ્યું. એમનો વિડીયો વાયરલ થયા પછી રાનુને એમની 10 વર્ષ પહેલા એમનાથી છૂટી પડેલી દીકરી પાછી મળી ગઈ. રાનુ પોતાની દીકરીને ગળે વળગીને ભાવુક થતા જોવા મળી હતી. ભીખ માંગવાથી લઈને બોલીવુડ સુધીના રાનુના સફરને જોતા એમની સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરી જેવી જણાવી રહી છે.

આ માહિતી ન્યૂઝ18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

જુઓ વિડીયો :