રસોડામાં નાસ્તો બનાવવા ગયેલી મહિલાને દેખાયું કંઈક એવું કે તે ગભરાઈને….

0
410

નાસ્તો બનાવવા રસોડામાં ગઈ મહિલા, ત્યારે ટોસ્ટરની પાછળથી નીકળ્યો આ ખતરનાક જીવ, જાણો પછી શું થયું?

જરા વિચારો તમે સવારના સૌથી પહેલા કોળીયા માટે રસોડામાં નાસ્તો બનાવવા જાવ છો, અને ટોસ્ટ બનાવતા સમયે ટોસ્ટરની પાછળથી ઝેરીલો સાપ નીકળે તો તો તમારી હાલત કેવી થાય? ઓસ્ટ્રેલિયામાં એક મહિલા સાથે કંઈક એવું જ થયું. તે મહિલા પોતાના ઘરના રસોડામાંથી સાપ નીકળવા પર એકદમ ગભરાઈ ગઈ. ધ ડેલી મેલના રિપોર્ટ અનુસાર મહિલાએ જેવા જ ટોસ્ટરમાં બ્રેડ નાખ્યા કે ટોસ્ટરની પાછળથી એક ઝેરીલો સાપ નીકળ્યો. તે સાપ રેડ બેલીડ (Red Bellied) પ્રજાતિનો હતો, જેને ઓસ્ટ્રેલિયામાં ઝેરીલા સાપોમાંથી એક માનવામાં આવે છે.

સાપને જોયા પછી તે મહિલા એકદમ શાંત થઈ ગઈ જેથી સાપ તેના પર હુમલો ન કરી દે. ત્યારબાદ મહિલાના પરિવારે સાપ પકડવાવાળી એજન્સીને બોલાવી. ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન નોર્થ સ્નેક કેચર્સ એન્ડ રિલોકેશન (brisbane north snake catchers and relocation) વિભાગમાંથી એક ટીમ આવી અને તે સાપને ત્યાંથી પકડી ગઈ. વિભાગે પોતાના ફેસબુક પેજ પર પણ આ ઘટનાની જાણકારી આપી છે અને તેના ફોટા શેયર કર્યા છે.

સ્નેક ચેકીંગ સેવાએ લખ્યું છે, જો આ સાપોને પરેશાન કરવામાં આવે તો તે હુમલો કરી શકે છે. ઘરના માલિક સ્ટીવન બ્રાઉને કહ્યું, આ વિશેષ સાપ ઘણો નાનો હતો, પણ તે ઘણો ખતરનાક હોય છે. તે લગભગ 80 સેમી લાંબો હતો, પણ તે નિશ્ચિત રૂપથી પરિવાર માટે સમસ્યા બની શકતો હતો.

વિશેષજ્ઞો અનુસાર ઓસ્ટ્રેલિયામાં ગરમી વધવાની સાથે જ આ ઋતુમાં સાપ મળવાનો સિલસિલો શરૂ થઈ જાય છે, કારણ કે તે જંગલ છોડીને ઠંડી જગ્યાની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ જાય છે. તેમજ મહિલાએ જણાવ્યું કે, તેમના રસોડાની પાછળની બારી ખુલ્લી હતી જેથી સાપને ઘરની અંદર આવવાનો અવસર મળી ગયો.

(photo – facebook/brisbane north snake catchers and relocation)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.