મુશ્કેલ સમયમાં ગરીબને મદદ કરતી અને ટીફીન, અનાજ પહોંચાડતી મહિલા પાસે આવી ગંદી માંગણી કરી.

0
106

જમાનો ઘણો ખરાબ થઈ ગયો છે. અને આ જમાનામાં મહિલાઓની સુરક્ષા એક મોટો પ્રશ્ન છે. આજકાલ દેશના લગભગ દરેક ખૂણામાંથી મહિલાઓ સાથે થનારા ખરાબ બનાવો સામે આવી રહ્યા છે. કેટલાક વિકૃત મગજના પુરુષોએ મહિલાઓને વસ્તુ સમજી રાખી છે અને તેમની સાથે મન ફાવે તેવું વર્તન કરે છે. આવા બધા બનાવો માનવજાતિને શર્મસાર કરે છે.

એવું જ કંઈક એક સામાજિક કાર્યકર મહિલા સાથે થયું છે. શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં રહેતી એક મહિલા સામાજીક કાર્યકર ગરીબ પરિવારને ભોજન કરાવે છે. પણ છેલ્લા કેટલાક સમયથી તેમને અલગ-અલગ નંબર પરથી વીડીયો કોલ તેમજ વોટ્સએપ મારફતે ખરાબ માંગણીઓ કરવામાં આવી રહી છે. કોઈ અજાણ્યો વ્યક્તિ તેમને ગા ળો આપી પરેશાન કરી રહ્યો છે.

તેનાથી કંટાળી જઈને સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં તેના ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને પોલીસે પણ તે આરોપીને પકડવા પ્રયત્નો કરી રહી છે. પોલીસ સૂત્રોના પાસેથી મળતી જાણકારી અનુસાર, તે મહિલા સામાજીક કાર્યકર આ મહામારીમાં લોકોની મેડિકલ સહાય કરે છે, તેમજ જરૂરિયાત મંદને અનાજનું વિતરણ કરે છે અને ગરીબ વૃધ્ધોના ઘરે ટીફીન પહોંચાડવાનું કામ કરે છે.

23 માર્ચના રોજ રાત્રે 11:30 મહિલાના ફોન પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ વીડીયો કોલ આવ્યો હતો. તેના પર વાત કરતા વ્યક્તિએ ખરાબ માંગણી કરી હતી આથી તેમણે ફોન કટ કરી નાખ્યો હતો. પછી તે અજાણ્યો વ્યક્તિ સોરી હવે માફ કરો સહિતના ઘણા મેસેજ કરી તેમને પરેશાન કરતો હતો.

પછી 29 માર્ચે સવારે 10 વાગ્યે કોઈ બીજા અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, તે મેસેજ પણ બિ ભત્સ હોય તેમણે તે નંબર બ્લોક કરી દીધો હતો. તો તે વ્યક્તિએ તેમને ટેક્સ મેસેજ કરીને બિ ભત્સ શબ્દો કહ્યા હતા.

તે વ્યક્તિએ મહિલાએ મેસેજમાં એવું પણ કહ્યું હતું કે, હું તારો ફ્રેન્ડ છું, તારા ઘરે કોઈ ના હોય ત્યારે ફોન કરજે. તેમજ તું મને વોટ્સએપ બ્લોકમાંથી કાઢ એવા મેસેજ તે વારંવાર મોકલતો હતો.

ત્યાર બાદ 1 એપ્રિલના રોજ સાયબર સેલમાં તેની ફરિયાદ કરવામાં આવી, આથી તેના ફોન આવતા બંધ થઈ ગયા હતા. પણ 15 એપ્રિલના રોજ રાત્રે અન્ય એક નંબર પરથી મેસેજ આવ્યો હતો. આથી ફરીથી ઓનલાઈન સાયબર સેલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી. પોલીસે તે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.