શોપિંગ કરવા ગયેલી મહિલાથી ભૂલથી તુટી ગયી બંગડી, કિંમત ખબર પડી તો થઇ ગઈ બેહોશ, જાણો આખો કિસ્સો

0
3357

જો તમને એમ પૂછવામાં આવે કે તમને શોપિંગ કરવું ગમે કે ન ગમે? તો દરેક લોકોનો જવાબ હા જ આવે. અને એમાં પણ મહિલાઓને તો શોપિંગનો ઘણો જ રસ હોય છે. પણ ઘણી વખત શોપિંગ કરતા સમયે કંઇક એવું થઇ જાય છે, જે ખરેખરમાં આશ્ચર્યજનક હોય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એક એવી જ ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે જાણીને તમે ચકિત થઇ જશો.

આજે અમે એક એવી મહિલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક મોલમાં શોપિંગ કરવા ગયી હતી ત્યારે એનાથી એક એવું કામ થઇ ગયું કે એના માથા પર આભ ફાટી પડ્યું. આવો તમને એ કિસ્સા વિષે જણાવીએ.

મળેલી જાણકારી અનુસાર તે મહિલા એક શોપિંગ મોલમાં જઈને એક સ્ટોર પર બંગડી જોઈ રહી હતી. પરંતુ થયું એવું કે તે બંગડીને જોતા સમયે તે મહિલાના હાથમાંથી તે બંગડી પડી ગઈ અને પડતાની સાથે જ તૂટી ગઈ. હવે તમે વિચારી રહ્યા હશો કે તે કઈ મોટી વાત છે? તો જણાવી દઈએ કે જયારે તેણે તે સ્ટોર વાળાને તે બંગડીનો ભાવ પૂછ્યો તો તે સાંભળીને તે મહિલા દંગ રહી ગઈ, અને બેભાન થઈને તે જમીન પર પડી ગઈ.

મિત્રો આ ઘટના ચીનના હનાન રાજ્યના રોહિણી શહેરની છે. અહી એક મહિલા મોલના એક સ્ટોરમાં એક જ્વેલરીની દુકાન ઉપર ગઈ હતી. જ્યાં તેના હાથ માંથી એક કીંમતી બંગડી પડીને તૂટી ગઈ. જયારે તેણે એ દુકાન વાળાને તે બંગડીની કિંમત પૂછી ત્યારે તે દંગ રહી ગઈ છે. કારણ કે તે બંગડીની કિંમત ૨૮ લાખ રૂપિયા હતી. તે જાણતા જ તે મહિલા ત્યાં તે દુકાનમાં પડીને જ બેભાન થઇ ગઈ હતી.

મિત્રો ઘણા લોકો સાથે આવી દુર્ઘટના થતી હોય છે, પણ એમાં કિમત આટલી વધારે નથી હોતી. મહિલાના જણાવ્યા મુજબ તે એ બંગડીને સારી રીતે જોઈ રહી હતી. પરંતુ અચાનકથી કાંઈક એવું થઈ ગયું કે તે બંગડી તેના હાથમાંથી એકાએક જમીન ઉપર પડી ગઈ અને તેના બે ટુકડા થઇ ગયા. અને પછી એની કિંમતની જાણ થતા તે બેભાન થઇ. તે મહિલાને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ ગયા છે, અને ત્યાં તેની સારવાર પણ કરવામાં આવી રહી છે.

એ બંગડીમાં મોંઘા કિંમતી હીરા જડવામાં આવ્યા હતા, આથી એની કિમત આટલી વધારે હતી. પણ મહિલાની ખરાબ કિસ્મત એ એના હાથથી એ કિંમતી વસ્તુ તૂટી ગઈ. જો કે સામાન્ય રીતે કોઈ સામાન ખરીદવા ગયેલા માણસથી કોઈ વસ્તુ તૂટી જતી હોય છે. પરંતુ હા આવા પ્રકારની કીંમતી વસ્તુ તૂટવું અને તે તેની કિંમત સાંભળતા જ મહિલાનું બેભાન થવું ખરેખરમાં આશ્ચર્યજનક છે.

આ ઘટના સોશિયલ મીડિયા પર ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે, અને દરેક જગ્યાએ તેની જ ચર્ચા પણ થઇ રહી છે. તો તમે પણ આજ પછી ધ્યાન રાખજો કે અજાણતા જ તમારાથી એવી કોઈ ભૂલ ન થઇ જાય, જે તમને ભારે પડી જાય.