આ મહિલાએ પાળ્યા હતા 140 સાંપ, મૃત્યુ સમયે અજગર ગળામાં લપેટાયેલો મળ્યો

0
381

આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના જીવો વસે છે, જેમાં એક જીવ છે માણસના રૂપમાં અને આ જીવ એક રીતે ઘણો હોંશિયાર જીવ છે, અને તે ઉપરાંત બીજા જીવ માંથી પણ ઘણા જીવ છે જે પણ ઘણા હોંશિયાર હોય છે, જેમ કે કુતરા એક એવા પ્રકારનો જીવ છે, જેને પોલીસ ગુનેગારને શોધવા માટે ઉપયોગ કરે છે. અને ઘણા જીવો છે જેને માણસ પાળે છે, જેમ કે ગાય, ભેંસ, બકરી જેવા ઘણા જીવો છે જે પાલતું જાનવર ની કક્ષામા આવે છે. પાલતું જાનવર એજ કહેવાય જે કરડે નઈ. પરંતુ ઘણા લોકોને વિચિત્ર જીવ પાળવાનો વિકૃત શોખ હોય છે, જે કેટલો ઘાતક બની શેક છે આવો જાણીએ તેના વિષે.

સાંપોને પૃથ્વી ઉપરના સૌથી ખતરનાક જીવો માંથી એક માનવામાં આવે છે. સામાન્ય રીતે તે પાળવા વાળા જીવ નથી ગણવામાં આવતા, પરંતુ છતાં પણ ઘણા લોકો શોખથી તેને પાળે છે. અમેરિકાના ઇંડિયાનામાં આવેલા ઓસ્કફોર્ડની રહેવાસી ૩૭ વર્ષની લોરા હર્સ્ટે પણ કંઈક એવું જ કર્યું હતું. તેણે પોતાના ઘરમાં કુલ ૧૪૦ સાંપો પાળ્યા હતા, પરંતુ તેમાંથી એક સાંપ તેના મૃત્યુનું કારણ બની ગયો.

ખાસ કરીને ગયા બુધવારે હર્સ્ટના પાડોશી ડોન મુનસને પોલીસને જાણ કરી કે હર્સ્ટના ગળામાં આઠ ફૂટનો અજગર લપેટાયેલો હતી. ત્યાર પછી અજગરને તો હર્સ્ટના ગળામાંથી દુર કરી દેવામાં આવ્યો, પરંતુ તે પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું.

પોલીસ પ્રવક્તા કીમ સારજેંટનું કહેવું છે કે કદાચ સાંપે જ હર્સ્ટ ઉપર હુમલો કર્યો હોય, જેમાં તેનો જીવ ગૂંગળાઈ ગયો અને મૃત્યુ થઇ ગયું. આમ તો હજુ સુધી હર્સ્ટના મૃત્યુનું સાચું કારણ જાણી શકાયું નથી. ઓટોપ્સી અહેવાલ આવ્યા પછી જ કાંઈ પણ સ્પષ્ટ થઇ શકશે.

હર્સ્ટના પાડોશી ડોન મુનસને જણાવ્યું કે હર્સ્ટના ઘરમાં કુલ ૧૪૦ સાંપ હતા, જેમાંથી ૨૦ સાંપ તો હર્સ્ટએ પોતે ખરીદ્યા હતા. તેણે સાંપ સાથે ઘણો પ્રેમ હતો.

મીડિયા અહેવાલ મુજબ હર્સ્ટના ગળામાં જે અજગર લપેટાયેલો હતી, તે ઝેરીલો ન હતો. તે જાતિના સાંપ એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલીયામાં મળી આવે છે. આ સાંપોની લગભગ ૩૦ જાતિઓ છે, જેમાંથી અમુક તો દુનિયાના સૌથી લાંબા સાંપો માંથી એક છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.