જો આ બેંકમાં તમારા રૂપિયા છે તો 3 દિવસમાં જ ઉપાડી લો, નહીંતર પસ્તાવું પડશે

0
790

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આપણે બધા બેંકમાં ખાતું ખોલાવીને એમાં પોતાની બચત જમા કરાવતા હોઈએ છે. અને દરેક વ્યક્તિ પોતાની મનગમતી બેંકમાં ખાતું ખોલાવે છે. અને જો તમારું ખાતું આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ બેંક લિમિટેડ (ABIPBL) માં છે, અમે તમારા માટે ખાસ સમાચાર લઈને આવ્યા છીએ.

મળેલી જાણકારી અનુસાર 41 અબજ ડોલરવાળા કોરોબારી સમૂહ આદિત્ય બિરલા ગ્રુપએ પોતાના આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ બેંક લિમિટેડને બંધ કરવાની ઘોષણા કરી દીધી છે. બેંકએ જણાવ્યું છે કે, ગ્રાહકો પોતાના ખાતમાં રહેલી જમા ધનરાશી 26 જુલાઇ સુધીમાં ઉપાડી લે, અથવા તો અન્ય કોઈ ખાતામાં ટ્રાંસફર કરી દે.

જાણકારી માટે જણાવી દઈએ કે, બીએસઇએ આપેલ સૂચનામાં વોડાફોન આઇડિયાએ કહ્યું છે કે, વ્યવસાયમાં અનપેક્ષિત કારણો તેના આર્થિક મોડેલ નુકસાનકારક બની ગયા છે, આ કારણે અમે અમારા પેમેન્ટ બેંક વ્યવસાયને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

કદાચ તમને ખબર નહિ હોય કે, વર્ષ 2015 માં ભારતીય રિઝર્વ બેંકએ આઇડિયા સહિત કુલ 11 પ્રમુખ કંપનીઓને પેમેન્ટ બેંક સ્થાપિત કરવા માટે લાઇસન્સ આપ્યુ હતું. અને આઈડિયા પેમેન્ટ બેંક પહેલા અન્ય ચાર કંપીનીઓએ પણ પોતાની બેંકોને બંધ કરી દીધી છે. અને એ ચાર કંપનીઓ છે ટેક મહિન્દ્રા, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનેંસ કંપની, આઇડીએફસી બેંક અને ટેલીનોર ફાઇનાન્સિયલ સર્વિસિસ. અને હવે આ યાદીમાં આદિત્ય બિરલાની આઇડિયા પેમેન્ટ બેંકનું નામ પણ જોડાઇ ગયું છે.

જણાવી દઈએ કે, બિરલા ગ્રુપની આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ બેંકએ 22 ફેબ્રુઆરી 2018 માં પોતાનું કામકાજ શરૂ કર્યુ હતું. હવે 17 મહિનામાં જ કંપનીએ તેને બંધ કરવાની ઘોષણા કરી દીધી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, આઇડિયા પેમેન્ટ બેંક પાસે લગભગ 200 કર્મચારી છે અને તેમાથી મોટા ભાગનાં સમૂહની સંખ્યા કંપનીઓમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. જાણકારી અનુસાર આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ બેંક પાસે કુલ 20 કરોડ રૂપિયા જમા છે.

જો કે બેંકએ પોતાના ગ્રાહકોને કહ્યું છે કે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. તમને પોતાના નાણા ઉપાડવા અથવા ટ્રાંસફર કરવા માટે પર્યાપ્ત સમય આપવામાં આવશે. આદિત્ય બિરલા પેમેન્ટસ બેંક ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને વોડાફોન આઇડિયા લિમિટેડ દ્વારા સમર્થિત છે. અને એમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની ભાગીદારી 51 ટકા છે અને વોડાફોન આઇડિયાની 49 ટકા ભાગીદારી છે. મિત્રો, જો તમારા અથવા તમારા કોઈ ઓળખીતાના પૈસા આ બેંકમાં જમા છે, તો 26 જુલાઈ પહેલા એને ઉપાડી લેજો અથવા તમારા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દેજો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.