નવરાત્રી શરુ થતા જ આ રાશિમાં પ્રવેશ કરશે ગુરુ ગ્રહ, ચમકી ઉઠશે આ લોકોનું ભાગ્ય

0
833

ચૈત્ર નવરાત્રીની શરૂઆતની સાથે સાથે ગુરુ ગ્રહ કરશે આ રાશિમાં પ્રવેશ, તેની અસરથી આ લોકોનું ભાગ્ય ચમકવાનું છે.

ચૈત્ર નવરાત્રીનું આગમન દર વર્ષે ચૈત્ર સુદ એકમની તિથિથી થાય છે અને આ વર્ષે 25 માર્ચથી આ નવરાત્રી શરૂ થઈ રહી છે. અને 30 માર્ચથી ગુરુ પોતાની રાશિ ધનુમાંથી નીકળીને મકરમાં પ્રવેશ કરશે. તેની સાથે જ દરેક રાશિ પર આ પરિવર્તનનો પ્રભાવ જોવા મળશે. આ પરિવર્તન જ્યાં ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે, તો અમુક રાશિઓ પર આ પરિવર્તનની ખરાબ અસર પડશે. તો આવો જાણીએ ગુરુના આ પરિવર્તન વિષે.

નવરાત્રીમાં ગુરુનું થશે રાશિ પરિવર્તન, જાણો તેની અસર :

મેષ રાશિ : ગુરુના રાશિ પરિવર્તનથી મેષ રાશિ વાળાના નસીબ ચમકવાના છે, અને તેમનું સુતેલું નસીબ ખુલવાનું છે. આ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે અને દરેક અટકેલા કામ પુરા થઈ જશે.

વૃષભ રાશિ : આ પરિવર્તનથી વૃષભ રાશિના લોકો પર મિશ્રિત અસર પડશે. આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડી શકે છે. જોકે ધન લાભના પણ સંયોગ બની રહ્યા છે.

મિથુન રાશિ : ગુરુના આ પરિવર્તનથી મિથુન રાશિના લોકોના નસીબ ખુલી જશે અને આ રાશિના લોકોને શુભફળની પ્રાપ્તિ થશે. જે લોકો વ્યાપાર ક્ષેત્ર સાથે જોડાયેલા છે તે લોકોને લાભ મળશે.

કર્ક રાશિ : આ રાશિના લોકો માટે આ પરિવર્તન અનુકૂળ સાબિત નથી થવાનું, અને કર્ક રાશિના લોકોને પેટ સાથે જોડાયેલી તકલીફ થઈ શકે છે. સાથે જ શત્રુથી હારનો સામનો પણ કરવો પડી શકે છે.

સિંહ રાશિ : સિંહ રાશિના લોકોને સંતાનનું સુખ મળશે અને કાર્ય ક્ષેત્રમાં નામ વધશે. જો કે આ રાશિના લોકોએ ગાડી ચલાવતા સમયે સાવધાની વર્તવી સારી રહેશે.

કન્યા રાશિ : આ રાશિના લોકો માટે આ રાશિ પરિવર્તન ઉત્તમ સાબિત થશે અને આ રાશિના લોકોને પારિવારિક સુખ પણ મળશે. બાળકોના લગ્ન થવાની સંભાવના પણ વધારે છે.

તુલા રાશિ : તુલા રાશિ વાળા લોકોએ ન જોઈતી યાત્રા કરવી પડી શકે છે. ભાઈ બહેનો સાથે મતભેદ થઈ શકે છે અને પરિવારમાં થોડી અશાંતિ ઉત્પન્ન થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ : ગુરુના મકર રાશિમાં જવાથી આ રાશિના લોકો પર સારી અસર પડશે. આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે અને દરેક કામમાં તેમને પ્રગતિ મળશે.

ધનુ રાશિ : ધનુ રાશિના લોકોને આર્થિક લાભ થશે અને પરિવારના લોકોમાં પ્રેમ વધશે. જ્ઞાનમાં વૃદ્ધિ થશે. જે પણ કામ કરશો તેમાં ફક્ત સફળતા જ મળશે.

મકર રાશિ : ખર્ચમાં વધારો થશે અને વ્યર્થ ખર્ચ થઈ શકે છે. પૈસા સાથે જોડાયેલા કોઈ પણ નિર્ણયને સમજી વિચારીને જ લો અને થઈ શકે તો મહિના સુધી કોઈ પણ મોટો નિર્ણય લેવાથી બચો. કોઈ પણ જગ્યાએ પૈસાનું રોકાણ ન કરો.

કુંભ રાશિ : આ રાશિના લોકોના આર્થિક પક્ષ મજબૂત થશે અને ધન લાભ થશે. પરિવારમાં થઈ રહેલો ક્લેશ ખતમ થઈ જશે.

મીન રાશિ : કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને મન ઘણું પ્રસન્ન રહેશે. જીવનની દરેક પરેશાનીઓ ખતમ થઈ જશે અને જે ઈચ્છો તે તમને મળી જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.