મજેદાર જોક્સ – પત્ની : એક વાત પૂછું? પતિ : બોલ. પત્ની : મારશો તો નહિ ને? પતિ : નહિ, વાત તો કહે શું છે?

0
775

આજકાલના ભાગદોડ ભરેલા આ જીવનમાં લગભગ દરેક માણસ તણાવમાં રહે છે. તણાવમાં રહેવા પર માણસને જાત-જાતની બીમારીઓ ઘેરવા લાગે છે. ડોક્ટરોનું માનીએ તો વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ રહેશે જયારે તે અંદરથી ખુશ રહેશે અને તમે તે કહેવત તો સાંભળી જ હશે કે ‘laughter is the best medicine’. એટલા માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે અમુક એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. અને અમને આશા છે કે તેને વાંચ્યા પછી તમે પણ હસ્યા વગર રહી નહિ શકો. તો રાહ કોની જોવી? ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સીલસીલો.

જોક્સ 1 :

ટીચર : તું સ્કૂલે આટલો મોડો કેમ આવ્યો?

બાળક : મમ્મી પપ્પા લડી રહ્યા હતા.

ટીચર : તેઓ લડી રહ્યા હતા, તો તું મોડો કેમ આવ્યો?

બાળક : કારણ કે, મારું એક બુટ મમ્મી પાસે અને બીજું પપ્પા પાસે હતું.

જોક્સ 2 :

ડોક્ટર પપ્પુને : ભાઈ તને તો ઘણી નબળાઈ છે,

તું છાલ સાથે ફળ ખા.

પપ્પુ : ઠીક છે ડોક્ટર સાહેબ.

એક કલાક પછી જ પપ્પુ રડતો રડતો આવ્યો.

ડોક્ટર : શું થયું, કેમ રડી રહ્યો છે?

પપ્પુ : પેટમાં ખુબ દુઃખાવો થઈ રહ્યો છે.

ડોક્ટર : શું ખાધું હતું?

પપ્પુ : નારિયેળ ખાધું હતું છાલ સાથે.

જોક્સ 3 :

પત્નીથી પરેશાન પતિ બાલ્કનીમાંથી કુદવાનો જ હતો કે પત્નીએ બૂમ પાડી કહ્યું,

જરા અંદર આવજો, મારી બહેનપણીઓ આવી છે તો તમારી ઓળખાણ કરાવી દઉં.

પતિ (ખુશ થતો થતો) : હા હા, આવ્યો આવ્યો.

જોક્સ 4 :

હોળીના સમયે પપ્પુ પોતાની પાડોશી ભાભીને રંગ લગાવી રહ્યો હતો.

પપ્પુ : બોલો ભાભી, કયો રંગ લગાવો,

વાદળી, પીળો, ગુલાબી કે લીલો?

ભાભી : જો પપ્પુ, કોઈ પણ રંગ લગાવ,

પણ મોં કાળું નહિ થવું જોઈએ.

જોક્સ 5 :

છોકરી : વાદળ ગરજે તો તારી યાદ આવે છે,

વીજળી પડે તો તારી યાદ આવે છે,

વરસાદના ટીપામાં તારી યાદ આવે છે.

છોકરો : હા ખબર છે તારી છત્રી મારી પાસે છે,

જલ્દી જ આપી દઈશ, રડ્યા ના કર.

જોક્સ 6 :

આ ઉંદરો પણ એન્જીનીયર હોય છે.

સાલાઓને પહેલાથી જ ખબર હોય છે કે કયો વાયર કાપવાથી મશીન બંધ થશે.

જોક્સ 7 :

છગન એકવાર પોતાની રીક્ષામાંથી એક પૈંડું કાઢી રહ્યો હતો.

ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા મગને તેને આવું કરતા જોયો તો તેને પૂછ્યું,

મગન : અરે છગન, આ રિક્ષાનું ટાયર કેમ કાઢી રહ્યો છે?

છગન (ગુસ્સામાં) : તને દેખાતું નથી અહીં બોર્ડ પર શું લખ્યું છે,

‘પાર્કિંગ ફક્ત 2 વ્હીલર વાહનો માટે જ છે.’

જોક્સ 8 :

એક મહિલાનો પતિ ખોવાઈ ગયો.

તે પોતાની બહેનપણી સાથે એફઆઈઆર લખાવા પોલીસ સ્ટેશન પહોંચી.

તેને પતિની ઓળખ માટે લખાવ્યું, ‘ઘણો જ હેન્ડમ, સ્માર્ટ, ભૂરી આંખો.’

આ સાંભળી તેની બહેનપણી એ તેને ટોકી,

બહેનપણી : તારો પતિ તો ઠીંગણો, ટકલો અને કાળો છે.

તો તું આ શું લખાવી રહી છે?

મહિલા : જે ગયો તે તો ગયો…. પણ જે આવશે તે તો સારો આવશેને.

જોક્સ 9 :

એક દિવસ ચિન્ટુને ઉદાસ જોઈને મિન્ટુએ પૂછ્યું,

મિન્ટુ : શું થયું, ઉદાસ કેમ છે?

ચિન્ટુ : લગ્ન પહેલા ભગવાન પાસે માંગ્યું હતું કે,

સારું પકવવાવાળી પત્ની આપજો. ઉતાવળમાં પકવવાની સાથે ખાવાનું બોલવાનું ભૂલી ગયેલો.

જોક્સ 10 :

પત્ની : એક વાત પૂછું?

પતિ : બોલ.

પત્ની : મારશો તો નહિ ને?

પતિ : નહિ, વાત તો જણાવ શું છે?

પત્ની : હું પ્રેગ્નેટ છું.

પતિ : અરે વાહ, આ તો સારા સમાચાર છે, તો તું ગભરાઈ કેમ રહી હતી?

પત્ની : આની પહેલા કોલેજના દિવસોમાં પપ્પાને જણાવ્યું હતું તો ઘણો માર પડ્યો હતો.

પતિ બેભાન.

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી ઈંડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.