મજેદાર જોક્સ : પત્ની રસોડામાંથી નીકળતા બોલી : સાંભળો છો, આજકાલ હું ઘણી સુંદર થતી જઈ રહી છું.

0
502

અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

ડોક્ટર : તમને હલકો ખોરાક ખાવાનું કીધું હતું, તમે શું ખાધું?

ગોલુ : મેં પકોડા ખાધા?

ડોક્ટર : તમને એ કેવી રીતે ખબર પડી કે પકોડા હલકા હોય છે?

ગોલુ : પકોડા કડાઈમાં તરી રહ્યા હતા અને તેલ નીચે હતું એટલે મને ખબર પડી ગઈ.

જોક્સ 2 :

પત્ની પતિને : જો હું 3-4 દિવસ ના દેખાઉં તો તમને કેવું લાગશે?

પતિ (ખુશ થઈને) : ઘણું સારું લાગશે.

પછી પત્ની સોમવારે, મંગળવારે અને બુધવારે ના દેખાઈ.

પછી ગુરુવારે જયારે આંખના સોજા ઓછા થયા ત્યારે થોડી-થોડી દેખાઈ.

જોક્સ 3 :

જયારે કોઈ પરિણીત વ્યક્તિ કોઈ કામ વિષે એક કહે છે,

“હું વિચારીને જણાવીશ.”

તો તેનો સીધો અર્થ છે કે તે,

પોતાની પત્નીને પૂછીને જણાવશે.

જોક્સ 4 :

ઘણા દિવસો પછી છગન બગીચામાં ફરવા ગયો.

ઘરે આવીને તેણે પોતાની પત્નીને કહ્યું,

છગન : તને ખબર છે? લોકો મને ભગવાન માનવા લાગ્યા છે.

પત્ની : તમને કઈ રીતે ખબર પડી?

છગન : જયારે હું બગીચામાં ગયો તો ત્યાં હાજર મહિલાઓ મને જોઈને બોલી,

હે ભગવાન તું ફરીથી આવી ગયો.

જોક્સ 5 :

પપ્પુ જખમી હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો.

હવલદાર : શું થયું?

પપ્પુ : પત્નીએ ખુબ માર્યો.

હવલદાર : પણ કેમ?

પપ્પુ : તેના મમ્મી-પપ્પા અમારા ઘરે આવ્યા તો તેણીએ મને કહ્યું કે,

“બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.”

હવલદાર : તો?

પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.

જોક્સ 6 :

પ્રાઇવેટ નોકરી કરતા બીમાર પતિને તેની પત્નીએ કહ્યું,

આ વખતે કોઈ પ્રાણીઓના ડોક્ટરને દેખાડો તો જ તમે સાજા થશો.

પતિએ પૂછ્યું : એવું કેમ?

પત્ની : (1) રોજ તમે મરઘાંની જેમ જલ્દી ઉઠી જાવ છો.

(2) ઘોડાની જેમ ભાગીને નોકરી પર જતા રહો છો.

(3) ગધેડાની જેમ આખો દિવસ કામ કરો છો.

(4) શિયાળની જેમ અલગ અલગ જગ્યાએથી માહિતી ભેગી કરો છો.

(5) વાંદરની જેમ સિનિયર અધિકારીઓના ઈશારા પર નાચો છો.

(6) ઘરે આવીને કૂતરાની જેમ પરિવારને ખિજાવ છો.

(7) અને પછી ભેંસની જેમ ખાઈને સુઈ જાવ છો.

માણસોનો ડોક્ટર તમને શું ખાક સાજા કરશે?

જોક્સ 7 :

ટીચર (ક્લાસમાં) : બાળકો શું તમે જાણો છો?

આપણી આવનારી પેઢી પોલર બીયર અને વાઘ નહિ જોઈ શકે.

પિંકુ (વચ્ચે બોલ્યો) : અરે તો અમે શું કરીએ?

અમે પણ ડાયનાસોર નથી જોયા, પણ ક્યારેય ફરિયાદ કરી હોય તો કહો.

જોક્સ 8 :

પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવી છું ખરીદી કરવા,

તમારે કાંઈ જોઈએ છે?

પતિ : હાં, મને જીવનનો અર્થ જોઈએ, જીવન સાર્થક કઈ રીતે થાય છે તે જોઈએ,

આત્માની શાંતિ જોઈએ, મારે મારું અસ્તિત્વ શોધવાનું છે.

પત્ની (થોડી વાર ચૂપ રહ્યા પછી) : સારું, કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?

જોક્સ 9 :

પત્ની રસોડામાંથી નીકળતા બોલી : સાંભળો છો, આજકાલ હું ઘણી સુંદર થતી જઈ રહી છું.

પતિ : તને કેવી રીતે ખબર પડી?

પત્ની : જુઓને, આજકાલ મારી સુંદરતાને જોઈને રોટલી પણ બળવા લાગી છે.

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.