મજેદાર જોક્સ : પત્ની : મારે તમારી સાથે કંઈક વાત કરવી છે, પતિ : હા, બોલ. પત્ની : જે વ્યક્તિ ભૂલ કરીને પોતાની ભૂલ…

0
535

આજકાલના ભાગદોડ ભરેલા આ જીવનમાં લગભગ દરેક માણસ તણાવમાં રહે છે. તણાવમાં રહેવા પર માણસને જાત-જાતની બીમારીઓ ઘેરવા લાગે છે. ડોક્ટરોનું માનીએ તો વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ રહેશે જયારે તે અંદરથી ખુશ રહેશે અને તમે તે કહેવત તો સાંભળી જ હશે કે ‘laughter is the best medicine’. એટલા માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે અમુક એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. અને અમને આશા છે કે તેને વાંચ્યા પછી તમે પણ હસ્યા વગર રહી નહિ શકો. તો રાહ કોની જોવી? ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સીલસીલો.

જોક્સ 1 :

લગ્ન પહેલા થનારી પત્નીનો મેસેજ આવ્યો…

‘મારા લગ્ન ક્યાંક બીજે નક્કી થઈ ગયા છે, હવે આપણા લગ્ન નહિ થઈ શકે.’

છોકરો ટેંશનમાં આવી ગયો.

થોડી વારમાં બીજો મેસેજ આવ્યો, ‘સોરી ભૂલથી તમને મોકલાઈ ગયો.’

છોકરો ફરીથી ટેંશનમાં આવી ગયો.

જોક્સ 2 :

પિતા : દીકરા દૂધ પીશે?

દીકરો : ના.

પિતા : દીકરા જ્યુસ પીશે?

દીકરો : ના.

પિતા (ગુસ્સામાં) : એકદમ પોતાની માં પર ગયો છે, લાગે છે લોહી જ પીશે.

માં પણ ત્યાં જ બેઠી હતી, તેનાથી રહેવાયું નહિ તો તેણે પણ દીકરાને પૂછવાનું શરૂ કર્યું,

માં : દીકરા સફરજન ખાઈશ?

દીકરો : ના.

માં : દીકરા કેરી ખાઈશ?

દીકરો : ના.

માં : એકદમ પોતાના બાપ પર ગયો છે, ચપ્પલ જ ખાઈશ.

જોક્સ 3 :

પતિવ્રતા પત્નીનું સ્ટેટ્સ :

હું તમારા પર વિશ્વાસ કરું છું.

પણ યાદ રાખજો, મારો વિશ્વાસ અને તમારા હાડકા

એક સાથે જ તૂટશે.

જોક્સ 4 :

આઠ-નવ લોકો જુગાર રમી રહ્યા હતા, એવામાં પોલીસ આવી ગઈ.

એક જુગારી ભાગીને સૌથી પહેલા પોલીસની ગાડીમાં બેસી ગયો.

પોલીસ : તું જાતે જ કેમ ગાડીમાં બેસી ગયો?

જુગારી : કારણ કે ગઈ વખતે પકડાયો હતો ત્યારે ગાડીમાં સીટ મળી નહતી,

છેલ્લે સુધી ઉભા રહીને જવું પડ્યું હતું.

જોક્સ 5 :

પિતા (દીકરા પર ગુસ્સો કરતા) : એક કામ સારી રીતે નથી થતું તારાથી,

તને ફુદીનો લાવવા કહ્યું હતું અને તું કોથમીર લઇ આવ્યો.

તારા જેવા મૂર્ખને તો ઘરમાંથી કાઢી મુકવો જોઈએ.

દીકરો : પપ્પા ચાલો સાથે જ નીકળી જઈએ.

પિતા : કેમ?

દીકરો : કારણ કે મમ્મી કહી રહી હતી કે આ મેથી છે.

જોક્સ 6 :

પતિ : મને લાગે છે કે આપણે ઘરનું કામ કરવા માટે નોકરાણી રાખી લેવી જોઈએ.

પત્ની : ના.

પતિ : કેમ?

પત્ની : કારણ કે હું તમને સારી રીતે જાણું છું,

હું પણ પહેલા નોકરાણી જ હતી ને.

જોક્સ 7 :

મેડમ (બાળકોને) : જે પણ મારા સવાલના જવાબ આપશે, તેને હું ઘરે જવા દઈશ.

પપ્પુ એ તરત પોતાનું બેગ બારીની બહાર ફેંકી દીધું.

મેડમે પૂછ્યું : આ બેગ કોણે બહાર ફેંક્યું?

પપ્પુ : મેં બહાર ફેંક્યું છે. અને હવે હું ઘરે જઈ રહ્યો છું, કારણ કે મેં તમારા સવાલનો જવાબ આપી દીધો છે.

મેડમ બેભાન…

જોક્સ 8 :

પતિએ પત્નીને મેસેજ મોકલ્યો,

મારું જીવન આટલું પ્રેમાળ, આટલું સુંદર બનાવવા માટે તારો આભાર.

હું આજે જે પણ છું, ફક્ત તારા કારણે જ છું.

તું મારા જીવનમાં એક દેવદૂત બનીને આવી છે,

અને તેં જ મને જીવવાનો હેતુ દેખાડયો છે.

લવ યુ ડાર્લિંગ.

પત્નીએ રીપ્લાય આપ્યો,

મારી લીધો ચોથો પેક, આવી જાવ ઘરે કાંઈ નહિ કહું તમને.

જોક્સ 9 :

કર્મચારી : સર, ખુબ ધોધમારવરસાદ પડી રહ્યો છે,

તો શું આજે ઓફિસ આવવું જરૂરી છે?

બોસ : જાતે જ નક્કી કરી લો,

તમારે આખો દિવસ કોની સામે અપમાન કરાવવું છે,

મારી સામે કે પત્ની પાસે?

કર્મચારી : સારું સર, હું આવી રહ્યો છું.

જોક્સ 10 :

પત્ની : મારે તમારી સાથે કંઈક વાત કરવી છે.

પતિ : હા, બોલ.

પત્ની : જે વ્યક્તિ ભૂલ કરીને પોતાની ભૂલનો સ્વીકાર કરી લે, તે વ્યક્તિને શું કહેવાય?

પતિ : મહાન વ્યક્તિ.

પત્ની : અને જે વ્યક્તિ ભૂલ ન કરવા પર પણ પોતાની ભૂલનો સ્વીકાર કરી લે તેને?

પતિ : પરણેલો વ્યક્તિ.

આશા રાખીએ છીએ કે તમને આ જોક્સ પસંદ આવ્યા હશે, આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.