પત્નીએ લગ્નના 3 વર્ષ પછી ગર્લફ્રેન્ડ સાથે કરાવી દીધા પતિના લગ્ન, પણ તે બંને સાથે રાખવા માંગતો હતો સંબંધ પછી

0
348

પત્નીએ કરાવ્યા પતિના બીજા લગ્ન પણ પતિ બંને સાથે રહેવા માંગો હતો સંબંધ તો પત્નીએ ભર્યું આ મોટું પગલું.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી હાલમાં જ એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીં એક પત્નીએ લગ્નના ત્રણ વર્ષ પછી પોતાના પતિના લગ્ન તેની પ્રેમિકા સાથે કરાવવામાં મદદ કરી.

જોકે ચકિત કરી દેનારી વાત એ છે કે, પતિ પોતાની પત્ની અને ગર્લફ્રેન્ડ બંને સાથે એક સાથે સંબંધ બનાવી રાખવા ઈચ્છતો હતો, પણ ભારતીય કાયદામાં તેની પરવાનગી નથી, આથી મહિલાએ મોટું પગલું ભરતા પોતાના પતિના લગ્ન તેની ગર્લફ્રેન્ડ સાથે કરાવી દીધા.

મહિલાની વકીલે એએનઆઈને જણાવ્યું કે, પતિ બંને મહિલાઓ સાથે સંબંધ બનાવી રાખવા ઇચ્છતો હતો, જે કાયદાકીય રીતે શક્ય નથી. તેની પત્ની ઘણી સમજદાર હતી, તેણે પોતાના પતિને છૂટાછેડા આપ્યા અને તેની પ્રેમિકા સાથે તેના લગ્ન કરાવવામાં મદદ કરી.

ગયા વર્ષે પણ આવ્યો હતો વિચિત્ર કેસ : ભોપાલમાં વર્ષ 2019 માં પણ આવો કેસ સામે આવ્યો હતો. જ્યાં મહિલાના પતિને તેને છૂટાછેડા આપી દીધા, જેથી તે પોતાના પ્રેમી સાથે નવું જીવન શરૂ કરી શકે. મધ્ય પ્રદેશમાં ઘણીવાર આ રીતના કેસ સામે આવતા રહે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.