પત્ની 30 વર્ષથી છેડાની જાડી બ્રેડ પતિને ખાવા આપતી, કારણ જાણીને પતિની આંખો ભીની થઈ ગઈ.

0
1430

એક દંપતી હતું. એમનાં લગ્નને લગભગ ત્રીસ વર્ષ થયાં હતાં.

એ લોકો સવારમાં નાસ્તો કરવા બેસે અને રાત્રે જમવા બેસે ત્યારે પતિ હંમેશાં એક વાતની નોંધ કરે.

બ્રેડના પૅકેટમાં ઉપર-નીચે જે જાડી અને થોડી ચવ્વડ બ્રેડ આવે છે એને શેકી, એના પર માખણ લગાવીને એની પત્ની એ જ બ્રેડ એને કાયમ આપતી.

છેલ્લાં ત્રીસ વર્ષથી આ ક્રમ અતૂટ રહ્યો હતો.

એક દિવસ પતિથી ન રહેવાયું. ઘણા વખતથી એના મનમાં ઘુમરાયા કરતી વાત એણે કહી જ નાખી.

તું કાયમ મને છેડાની ચવ્વડ અને જાડી બ્રેડ જ આટલાં વરસથી આપે છે. આટલાં વર્ષ તો કાંઇ નથી બોલ્યો, પણ હવે હું કંટાળી ગયો છું અને આજે તને કહી જ દઉં છું કે હવે પછી હું એ બ્રેડ ક્યારેય ખાવાનો નથી.

પણ હું તને એક વાત પૂછવા માગું છું કે, તું આટલાં વરસથી મને એવી ચવ્વડ બ્રેડ શું કામ આપતી હતી?

પત્નીએ પતિની સામે જોયું. આંખમાં ધસી આવેલાં આંસુને માંડ રોકતાં એ બોલી, કારણ કે મને એ ખૂબ જ પ્રિય છે અને મને અત્યંત ગમતી વસ્તુ તમને ખવડાવવાનો આનંદ જ ઑર હોય છે!

તમને જો આટલાં વરસ એ ન ગમ્યું હોય તો મને માફ કરી દેજો!

એ આગળ ન બોલી શકી, પતિ પણ સજળ નયને એને જોઇ રહ્યો.

(તાણવાણા:9/સંપાદક:ઉમેદ નંદુ/ પાનું:27)

પ્રેમ શું છે?

મોંઘાદાટ અને ઓછા કપડાંની તારીફ કરનાર આશિક અઢળક મળી રહેશે,

પરંતુ તમારા પૂરા ઢંકાયેલ શરીરની સુંદરતાનો સહવાસ કોઈ માણે તે પ્રેમ છે.

વધેલા સુંદર રંગ રોગાન કરેલા તમારા નખના આશિક અઢળક મળી રહેશે,

પરંતુ જડ મૂળથી નીકળી ગયેલ તમારા નખ પર મરહમ કોઈ લગાવે તે પ્રેમ છે.

ભરાવદાર પ્રેસ કરેલા તમારા વાળને વ્હાલ કરનાર આશિક અઢળક મળી રહેશે,

પરંતુ તમારા ઉદ્રીથી ખરી ગયેલ વાળની સાચી માવજત કોઈ કરે તે પ્રેમ છે.

બ્યુટીપાર્લરમાં જઈને પોલીસ કરેલી ચામડીને સરાહનાર આશિક અઢળક મળી રહેશે,

પરંતુ તમારા કરમાયેલા ગાલને નિઃસ્વાર્થ ભાવથી કોઈ પંપાળે તે પ્રેમ છે.

તમારી ઉભરાતી યુવાનીની મઝા માણનારા આશિક અઢળક મળી રહેશે,

પરંતુ તમારા ઢળતા દિવસોમાં શરૂઆતથી અંત સુધીનો કોઈ સહારો બની રહે તે પ્રેમ છે.