મજેદાર જોક્સ : પત્ની : મારા જુના કપડાં દાન કરું કે? પતિ : ફેંકી દે, દાન શા માટે કરવા? પત્ની : નહીં..

0
524

આજકાલના ભાગદોડ ભરેલા આ જીવનમાં લગભગ દરેક માણસ તણાવમાં રહે છે. તણાવમાં રહેવા પર માણસને જાત-જાતની બીમારીઓ ઘેરવા લાગે છે. ડોક્ટરોનું માનીએ તો વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ રહેશે જયારે તે અંદરથી ખુશ રહેશે અને તમે તે કહેવત તો સાંભળી જ હશે કે ‘laughter is the best medicine’. એટલા માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે અમુક એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. અને અમને આશા છે કે તેને વાંચ્યા પછી તમે પણ હસ્યા વગર રહી નહિ શકો. તો રાહ કોની જોવી? ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સીલસીલો.

જોક્સ 1 :

ટીચર : તું સ્કૂલે આટલો મોડો કેમ આવ્યો?

વિદ્યાર્થી : મમ્મી પપ્પા લડી રહ્યા હતા.

ટીચર : તેઓ લડી રહ્યા હતા, તો તું મોડો કેમ આવ્યો?

વિદ્યાર્થી : કેમકે, મારું એક બુટ મમ્મી પાસે અને બીજું પપ્પા પાસે હતું.

જોક્સ 2 :

પિતા : દીકરા, જણાવ જાન ક્યાંથી નીકળે છે?

દીકરો : બારીમાંથી.

પિતા : એ કઈ રીતે?

દીકરી : કાલે જ દીદી એક છોકરાને કહી રહી હતી,

જાન, બારીમાંથી બહાર જતા રહો.

જોક્સ 3 :

એ તો સારું હતું કે 1947 માં વોટ્સએપ નહિ હતું,

નહિ તો લોકો આઝાદી માટે જંગમાં ઉતરતે જ નહિ.

લોકો ઘરમાં બેસીને જ કહેતે,

આ મેસેજને એટલો ફોરવર્ડ કરો કે અંગ્રેજો જાતે જ ભારત છોડીને ભાગી જાય.

જોક્સ 4 :

ડોક્ટર પપ્પુને : ભાઈ તારા શરીરમાં તો ઘણી નબળાઈ છે,

એક કામ કર છાલ સાથે ફળ ખાયા કર.

પપ્પુ : ઠીક છે ડોક્ટર સાહેબ હવેથી એવું જ કરીશ.

એકાદ કલાક પછી પપ્પુ રડતો રડતો પાછો ડોક્ટર પાસે ગયો.

ડોક્ટર : શું થયું, કેમ રડી રહ્યો છે?

પપ્પુ : પેટમાં ભયંકર દુઃખાવો થઈ રહ્યો છે.

ડોક્ટર : શું ખાધું હતું?

પપ્પુ : નારિયેળ ખાધું હતું છાલ સાથે.

ડોક્ટર બેભાન.

જોક્સ 5 :

ધુળેટી પર પપ્પુ પોતાની પાડોશી મહિલાને રંગ લગાવી રહ્યો હતો.

પપ્પુ : ભાભી બોલો કયો રંગ લગાવું?

પીળો, વાદળી, લાલ, ગુલાબી કે લીલો?

પાડોશી મહિલા : જે લગાવો હોય એ લગાવ,

પણ મોં કાળું નહિ થવું જોઈએ.

જોક્સ 6 :

બાળપણમાં નાળામાં પડેલો બોલ ઉંચકીને હાથ ધોયા વગર ખાવાવાળા છોકરા,

આજકાલ મોલમાં હેંડ વોશનો ભરપૂર ઉપયોગ કરે છે.

જોક્સ 7 :

પતિ : તું ઘણી સુંદર અને ઘણી પાતળી પણ દેખાઈ રહી છે.

પત્ની : I Love You Darling.

“ભાઈઓ ઉપર જણાવેલા મંત્રનો દિવસમાં ત્રણ વાર જાપ કરવાથી,

પરિવારમાં હંમેશા શાંતિ રહે છે અને બોલવામાં આવતા આ જૂઠાણાંનું પાપ પણ નથી લાગતું.

શાંતિ શાંતિ શાંતિ.”

જોક્સ 8 :

છોકરી : વાદળ ગરજે ને તારી યાદ આવે છે,

વીજળી પડે ને તારી યાદ આવે છે,

વરસાદના ટીપા પડે ને તારી યાદ આવે છે.

છોકરો : હા ખબર છે તારી છત્રી મારી પાસે છે,

પાછી આપી દઈશ, રડ્યા ના કર.

જોક્સ 9 :

મગનનું એક્સીડંટ થઈ ગયું.

હોસ્પિટલમાં મરવાની હાલતમાં પથારી પર પડેલો હતો.

લોકોએ પૂછ્યું : કોઈ છેલ્લી ઈચ્છા?

મગન : મારા મર્યા પછી મારા ઘરની સામેવાળા પરિવારને જરૂર બોલાવજો.

લોકો : કેમ?

મગન : કારણ કે તે ઘરની લેડીઝ મડદાને ગળે લગાવીને રડે છે.

જોક્સ 10 :

પત્ની : મારા જુના કપડાં દાન કરું કે?

પતિ : ફેંકી દે, દાન શા માટે કરવા?

પત્ની : નહીં, દુનિયામાં ઘણી ગરીબ, ભૂખી-તરસી મહિલાઓ છે, બિચારી કોઈ પણ પહેરી લેશે.

પતિ : તારા માપના કપડાં જેને આવશે, તે ભૂખી તરસી થોડી હોય.

જો તમને આજના આ જોક્સ પસંદ આવ્યા હોય, તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.